રાજકોટમાં ૫ થી ૨૫ વર્ષ સુધી વોન્ટેડ ૧૦૧ આરોપીઓની ધરપકડ
વોન્ટેડ આરોપીઓને પકડવા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા ખાસ ડ્રાઈવ
ગુજરાતમાં ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા બે દાયકામાં વોન્ટેડ આરોપીઓની યાદી ઘણી લાંબી થઈ જતાં રાજ્યના પોલીસ વડાએ તેમને ઝડપી પાડવા માટે આદેશ કરતાં રાજકોટ પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ રાખવમાં આવી હતી અને અલગ અલગ ગુનામાં વોન્ટેડ 101 આરોપીઓને પોલીસે પકડી પડ્યા હતા.
રાજકોટ શહેરમા તમામ પોલીસ સ્ટેશન ઉપરાંત પેરોલ ફર્લો સ્કોડ,એસ.ઓ.જી,એલ.સી.બી. ઝોન- ૧,એલ.સી.બી.ઝોન-૨ની અલગ અલત ટીમ બનાવી અલગ અલગ ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવ અને અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરીના માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ યોજાયેલ ડ્રાઈવમાં પોલીસ સ્ટેશનના અલગ-અલગ ગંભીર પ્રકારના ગુન્હાઓ જેમાં શરીર સંબધીત ગુન્હાઓ તથા છેતરપીંડી વિશ્વાસઘાતના ગુન્હાઓ તેમજ પ્રોહિબીશનના ગુન્હાઓમા નાસતા ફરતા આરોપીઓ ૧૦૧ આરોપીઓને પકડી લેવામા આવ્યા હતા, જેમાં ૨૦ થી ૨૫ વર્ષ સુધીના નાસતા ફરતા 3આરોપી,૧૧ થી ૨૦ વર્ષ સુધીના નાસતા ૭તેમજ ૬ થી ૧૦ વર્ષ સુધીના નાસતા ફરતા ૧૬અને છેલ્લા ૫ વર્ષની ફરાર ૭૫ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.