રાજકોટની નર્સ ઉપર ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ અને પરિવારનો હુમલો
નિકાહના નામે છેતરપીંડી કરનાર ફ્રેન્ડ ના ઘરે આધારકાર્ડ લેવા ગઈ ત્યારે મારમાર્યો
રાજકોટની એચ.જે.દોશી હોસ્પિટલની જી.એન.એમ. વિભાગની નર્સ શાબુક્તા હબીબભાઇ શેખ (ઉ.વ.22)ને ઇન્સ્ટાગ્રામ મારફત ઉપલેટાના સરફરાઝ ઉર્ફે શકુ અલ્તાફભાઇ કીબલા સાથે પરિચય થયા બાદ બંને વચ્ચે પ્રેમ થતાં લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું. પરંતુ બાદમાં શરફરાઝે દગો કરતા રાજકોટથી ઉપલેટા પોતાના આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ લેવા બહેનપણીને લઇને ગયેલી શાબુક્તા ઉપર સરફરાઝ સહિતના પરિવારજનો સાથે મળી હુમલો કરતા શાબુક્તા રાજકોટ સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે દાખલ થઇ હતી.
રૈયા રોડ પરિશ્રમ હોટેલ પાછળ અંબિકા પાર્ક સોસાયટીમાં રહેતી અને એચ.જે.દોશી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી શાબુક્તા હબીબભાઇ શેખ (ઉ.વ.૨૨)ને સંતાનમાં એક ત્રણ વર્ષની પુત્રી છે જે પુત્રી હાલ તેમના જૂનાગઢ રહેતાં માતા-પિતા સાથે રહે છે અને શાબુક્તાના પ્રથમ પતિ વેરાવળના અફઝલ ચાવડા સાથે થયા હતા બાદમાં તેના તલાક થઈ ગયેલ હોય તે રાજકોટમાં રેડકોર્ષ બ્લડબેંકમાં નર્સિંગનો અભ્યાસ કરવા માટે આવેલ ઇન્સ્ટાગ્રામ પર આઠેક માસ પહેલા સફરાજ ઉર્ફે સફુ અલ્તાફભાઈ કિબલા સાથે પરિચય થયેલ અને બંનેએ નિકાહનું નક્કી કરેલ અને તે દરમિયાન તેઓ અવાર-નવાર ઉપલેટા તેના ઘરે જતી અને તે રાજકોટ તેણીને મળવા આવતો હતો. તેમજ બન્ને મરજીથી રિલેશનશીપમાં હતા. જે તે વખતે તેણે સરફરાજને પોતાનું અધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ પણ આપ્યા હતાં. પરંતુ બાદમાં આ સરફરાઝે દગો કરતો અને પોતાની પાસેની રોકડ રકમ વગરે લઇ લગ્ન માટે તૈયાર ન થતાં શાબુક્તા સાથે ફ્રોડ થયાનું સમજાતાં પોતે બહેનપણીને લઇને ગઇકાલે ઉપલેટા પોતાના ડોક્યુમેન્ટ પાછા લેવા ગઇ ત્યારે ઉપલેટામાં સાંઢીયા પુલ પાસે શરફરાઝ ઉર્ફે શકુ અલ્તાફભાઇ કીબલા, તેના માતા જાહીદાબેન, બહેન શબનમબેન અને પિતા અલ્તાફભાઇ કીબલાએ હુમલો કરતાં તે રાજકોટ સિવિલમાં દાખલ થતાં શાબુકતાની ફરિયાદ પરથી ચારેય વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
