Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝનેશનલ

વંદે ભારત ટ્રેનમાં માં હવે સ્લીપર કોચની સુવિધા ઉભી કરાશે

Tue, October 3 2023

બેંગ્લોરમાં નવા કોચ તૈયાર કરવા માટે ચાલી રહ્યું છે કામ
સ્લીપરની સુવિધા શરૂ થવાથી ટ્રેન વધારે લાંબા રૂટ પર દોડી શકશે

વંદે ભારત ટ્રેન હવે ભારતીય રેલવેની ઓળખ બની ગઈ છે અને દેશના મોટા ભાગના વિસ્તારોમાં આ ટ્રેન દોડવા લાગી છે. અત્યંત આકર્ષક અને આધુનિક વંદે ભારત ટ્રેન અત્યાર સુધી માત્ર સિટિંગની સગવડ ધરાવતી હતી, પરંતુ હવે તેમાં સ્લીપર કોચ પણ આવશે. આગામી થોડા સપ્તાહમાં જ સ્લીપરની સુવિધા સાથે વંદે ભારત શરૂ થઈ જશે. સ્વદેશી ટેક્નોલોજીથી બનેલી આ ટ્રેન તેની હાઈ સ્પીડ અને સેફ્ટી માટે જાણીતી છે.

રેલવેના સૂત્રોએ જણાવ્યું કે સ્લીપર કોચ સાથે વંદે ભારતનો એક પ્રોટોટાઈપ તૈયાર થઈ ગયો છે. બેંગલુરુ સ્થિત બીઈએમએલ ફેક્ટરી ખાતે આ કોચ તૈયાર થશે. એક વખત ડિઝાઈનને મંજૂરી મળી જાય ત્યાર પછી તેનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે.

વંદે ભારતના સ્લીપર વર્ઝન માટે રેલવેએ ટેન્ડર બહાર પાડ્યા હતા હતા અને બીઈએમએલને 675 કરોડ રૂપિયાનું ટેન્ડર મળ્યું છે. તેના ભાગરૂપે રેલવેને 10 વંદે ભારત સ્લીપર ટ્રેન પૂરી પાડવામાં આવશે. 20 ઓક્ટોબર સુધીમાં આખી ટ્રેનનું સ્લીપર મોડેલ તૈયાર થઈ જશે તેમ માનવામાં આવે છે.

અત્યાર સુધી વંદેભારત ટ્રેનમાં માત્ર બેસવાની સુવિધા આવતી હતી. તેના કારણે આ ટ્રેન મોટા ભાગે 450થી 750 કિમી સુધી જ દોડાવવામાં આવતી હતી. દિલ્હી અને વારાણસી વચ્ચે દોડતી વંદે ભારત સૌથી લાંબો રૂટ ધરાવે છે. તાજેતરમાં જામનગરથી અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. ગાંધીનગરથી મુંબઈ વચ્ચે આ ટ્રેન પહેલેથી દોડે છે. હવે સ્લીપર ટ્રેન શરૂ થશે તો 1200થી 1500 કિમી સુધી પણ વંદેભારત ટ્રેન દોડાવી શકાશે.

નવી સ્લીપર વંદે ભારતમાં 11 એસી- થ્રી ટિયર કોચ હશે જ્યારે ચાર AC ટુ ટિયર કોચ હશે. ચાલુ નાણાકીય વર્ષમાં જ આ નવા પ્રકારની ટ્રેન દોડવા લાગે તેવી શક્યતા છે. સેકન્ડ એસી તરીકે ઓળખવામાં આવતા AC ટુ-ટિયર કોચમાં પેસેન્જરોને લક્ઝરી અનુભવ થશે. આ કોચનું રૂફ લાઈટિંગ, પેનલ, એસ્થેટિક વગેરે ટોપ ક્વોલિટીનું હશે જેથી લાંબા અંતર સુધી કોઈ થાક નહી લાગે.

વંદે ભારત ટ્રેનના કોચ બનાવવાનું કામ જેને સોંપાયું છે તે બીઈએમએલ તેની બેંગલુરુ સ્થિત કંપનીમાં ટ્રેનનું ઉત્પાદન કરશે. આ ઉપરાંત ચેન્નાઈ ખાતે પણ આઈસીએફ કોચ બનાવવામાં આવશે. સંયુક્ત સાહસમાં કુલ 80 રેક તૈયાર કરવામાં આવશે. આઈસીએફ દ્વારા કોચ તૈયાર કરવા માટે જગ્યા અને મશીનરીની ફાળવણી કરી દેવામાં આવી છે. અહીં ઓટોમેટિક વ્હિલ લાઈન મશીન, પેઈન્ટ બૂથ, ક્રેન અને શેડ ઈન્સ્ટોલ કરવાનું કામ ચાલુ છે. રેલવે મંત્રાલયે ઘણા સમય અગાઉ કહી દીધું હતું કે વંદે ભારતને લાંબા અંતર પર દોડાવવાની યોજના છે અને તે માટે કંપનીઓને સજ્જ કરવામાં આવી રહી છે.

Share Article

Other Articles

Previous

રાજકોટની નર્સ ઉપર ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ અને પરિવારનો હુમલો

Next

તમારા ફોનમાં ભૂકંપ આવ્યા પહેલા જ મળી જશે એલર્ટ… જાણો કેવી રીતે…

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
હોશિયારપુરમાં 111 હોદ્દેદારોના રાજીનામાથી હાઈકમાન્ડ હરકતમાં, પ્રદેશ પ્રમુખને દિલ્હીનું તેડું
10 કલાક પહેલા
‘શક્તિદૂત 2.0’ યોજનાનો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આવતીકાલે ગાંધીનગરથી રાજ્યવ્યાપી શુભારંભ
10 કલાક પહેલા
રાજ્યની મહાનગરપાલિકા-નગરપાલિકાઓને સર્વાંગી વિકાસ કામો માટે રૂપિયા 3850 કરોડના ચેક અર્પણ
11 કલાક પહેલા
હાર્દિક પંડ્યા માટે 5 ટીમો વચ્ચે ‘યુદ્ધ’: જાણો કઈ ટીમ કોને આપવા તૈયાર છે!
13 કલાક પહેલા
Categories

નેશનલ

3425 Posts

Related Posts

ભારતના નેતાઓ પ્રચારમાં પાકિસ્તાનનું નામ ન લ્યે : પાક. વિદેશ મંત્રાલય
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
સંસદમાં ખોટી માહિતી આપવા બદલ મોદી અને અનુરાગ ઠાકુર સામે પગલાં લેવા માંગ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાહુલ ગાંધીની સજા સામે સ્ટે ન આપનાર ન્યાયાધીશની બદલી કરવાની ભલામણ
નેશનલ
3 વર્ષ પહેલા
હર હર મહાદેવ… આ તારીખે ખુલશે કેદારનાથ ધામના કપાટ, મહાશિવરાત્રીના પાવન અવસરે કરવામાં આવી જાહેરાત
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર