Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
હેલ્થ

ડેન્ગ્યુ વાયરસનો નવો સ્ટ્રેન: વધુ આક્રમક અને જોખમી,

Tue, October 3 2023

ડેન્ગ્યુ વાયરસના લક્ષણોમાં પણ કેટલાંક બદલાવ જોવા મળી રહ્યા છે.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદે ઓલમોસ્ટ વિરામ લઇ લીધો છે અને ચોમાસાનાં વિદાયની પ્રક્રિયા પણ શરુ થઇ ગઈ છે. મેઘરાજા જતા જતા થોડું વરસતા જાય એવી શક્યતા છે. જો કે, અત્યારે પાણીજન્ય રોગે ઉપાડો લીધો છે અને ઘરે ઘરે તાવનાં ખાટલા જોવા મળી રહ્યા છે. સાદો તાવ આવે તો તો બે-ત્રણ દિવસમાં ઉતરી જાય છે પણ ડેન્ગ્યુ થયો હોય તો સમસ્યા વધુ થાય છે.

ડેન્ગ્યુના જનક એડીસ મચ્છર દિવસના સમયે એકસાથે વધુ લોકોને કરડી જતા હોવાથી, વધુ વસતિ હોય તેવા સ્થળોએ આવા રોગ ફેલાવવાનો જોખમ વધુ છે. જોકે મચ્છરનું જીવનચક્ર ટૂંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્‍૫તિ ઘણી વધી જાય છે.

આ તો આપણી સ્થિતિ થઇ પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ ચિતા જન્માવે તેવી સ્થિતિ છે. કોરોના વાયરસની માફક ડેન્ગ્યુના વેરિયન્ટ્સ પણ સામે આવી રહ્યા છે. એક અહેવાલ અનુસાર, DENV 2 સ્ટ્રેન ખૂબ જ જોખમી છે અને તે ઝડપથી ફેલાય છે. દિલ્હી એનસીઆરમાં એક તૃતીયાંશ કેસમાં આ સ્ટ્રેન જોવા મળી રહ્યો છે. ડેન્ગ્યુ વાયરસ સંક્રમિત Aedes Aegypti માદા મચ્છરના કરડવાથી ફેલાય છે.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થના એક રિપોર્ટ અનુસાર, ડેન્ગ્યુના મુખ્ય ચાર સ્ટ્રેઇન છે જેમ કે – DENV-1, DENV-2, DENV-3 અને DENV-4, DENV 2 અથવા D2 અગાઉથી જ મોજૂદ હતા પરંતુ હવે આ બીજાં વેરિયન્ટ્સથી વધુ ગંભીર અને જોખમી બની ગયા છે. ખાસ વાત એ છે કે, આ સ્ટ્રેન પોતાની વિરૂદ્ધ ઇમ્યૂનિટી બનાવે છે, જ્યારે બીજો સ્ટ્રેન ફરીથી ડેન્ગ્યુની બીમારી કરી શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, આ બંને સ્ટ્રેઇન મળીને જ્યારે હુમલો કરે છે તો ડેન્ગ્યુની સ્થિતિ જોખમી થઇ જાય છે.

​દેશમાં D2 સૌથી વધુ આક્રમક
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ સાયન્સ દ્વારા મલ્ટી ઇન્સ્ટિટ્યૂશનલ સ્ટડી અનુસાર, છેલ્લાં કેટલાંક વર્ષોમાં D2 સ્ટ્રેઇન સૌથી વધુ જોખમી બની ગયો છે. વર્ષ 2012 સુધી તેના D1 અને D3 સ્ટ્રેઇન વધુ આક્રમક હતા.

​ડેન્ગ્યુના લક્ષણોમાં બદલાવ

D2 સ્ટ્રેનમાં લક્ષણોના વ્યવહારમાં બદલાવ આવ્યો છે. જેમ કે, આ સ્ટ્રેનથી પ્લેટલેટ્સ કાઉન્ટ્સ અચાનક ઘટી જતા હતા. હવે તેનાથી ડેન્ગ્યુ હેમોરેજિક ફિવરનું જોખમ પણ વધી ગયું છે. આ સિવાય તાવ, માથાનો દુઃખાવો, આંખોમાં દુઃખાવો, સાંધાનો દુઃખાવો, ઉલટી-ઉબકાં, રેશિઝ, સતત તરસ લાગવી, કમજોરી, પેઢા અને નાકમાંથી લોહી નિકળવું વગેરે લક્ષણો જોવા મળી રહ્યા છે.

​ડેન્ગ્યુ હેમોરેજિક ફિવર શું છે?
ડેન્ગ્યુ હેમોરેજિક ફિવર આ બીમારીનો સૌથી ગંભીર પ્રકાર છે. તેની ઓળખ તીવ્ર તાવ, હેમોરેજિક ફિનોમેના, હેપોટોમેગેલી અને સર્ક્યુલેટરી ડિસ્ટર્બન્સથી કરી શકાય છે. શરૂઆતમાં દર્દીને એનોરેક્સિયા, ઉલટી-ઉબકાં, માથા અને સાંધાનો દુઃખાવો રહે છે.

​શું છે ઇલાજ?

ડેન્ગ્યુના સામાન્ય લક્ષણોમાં પણ તત્કાળ ડોક્ટરની સલાહ લેવી જોઇએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આ દરમિયાન પર્યાપ્ત તરલ પદાર્થ લેવાની સલાહ આપે છે. સાથે જ દુઃખાવાથી રાહત માટે પેરાસિટામોલ અથવા આઇબ્રૂપ્રોફેન કે એસ્પરિનનો ઉપયોગ ટાળવાની સલાહ આપે છે. ડેન્ગ્યુથી બચાવ માટે ઘર અથવા આસપાસ પાણી એકઠું ના થવા દો. આ હવામાનમાં હાથ પગ ઢંકાઇ જાય તેવા કપડાં પહેરો અને સારી ક્વોલિટીની મચ્છર ભગાવતી ક્રીમ લગાવો. ઘર અને ઘરની આસપાસ સફાઇનું વિશેષ ધ્યાન રાખો.

Share Article

Other Articles

Previous

તમારા બાળકને મોબાઈલની ટેવ પડી ગઈ છે ?

Next

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ધૂમ આવક શું કહ્યું માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર અતુલ પટેલે જુઓ વિડિયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
5 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
6 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
6 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટેક ન્યૂઝ
ઈમરજન્સીમાં ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં મોડું થયું? તો તમારી પાસે માત્ર એક જ વિકલ્પ બાકી, આ લોકોને પેનલ્ટી વગર રાહત મળશે
12 મિનિટutes પહેલા
સિરામિક ગ્રુપ પર ITના દરોડા : 3 કરોડની રોકડ મળી, રાજકોટ-મોરબીમાં લેવીસ,મેટ્રો ગ્રુપ પર ઇન્વેટીગેશન વીંગનું મોટું ઓપરેશન
47 મિનિટutes પહેલા
નમો સ્ટેડિયમમાં બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ: વિશ્વના 75 દેશોમાં 7500થી વધુ રકતદાન કેમ્પનું આયોજન, અભિનેતા વિવેક ઓબરોયે કર્યું બ્લડ ડોનેટ
1 કલાક પહેલા
PM મોદીનો આજે 75મો જન્મદિવસ : આવાસ યોજના અને સારવારથી લઈને પેન્શન સુધી, આ 10 યોજનાઓથી બદલાયું સામાન્ય માણસનું જીવન
2 કલાક પહેલા
Categories

નેશનલ

2504 Posts

Related Posts

જુનાગઢમાં બે બહેનો પર એસિડ એટેક : વિકૃત મજગના પતિની શોધખોળ શરૂ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
ક્રિકેટ રમ્યા બાદ 22 વર્ષીય યુવાનની જિંદગીની ઇનિંગ પણ પૂરી થઈ! એકના એક પુત્રનું હાર્ટ એટેકથી મોત,પરિવાર પર આભ ફાટી પડયું
ટૉપ ન્યૂઝ
1 મહિના પહેલા
ઇઝરાયેલની એર સ્ટ્રાઈકમાં વધુ 55 નાગરિકોના મોત
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
ઇરાનના રાષ્ટ્રપતિના મોતને પગલે દેશમાં આજે 1 દિવસનો રાજકીય શોક
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર