આ વર્ષે નવરાત્રીમાં ફ્યુઝન ગરબાનો ક્રેઝ વધારે
ગુજરાતી ગીતોને વેસ્ટન મ્યુઝીક આપી ખેલૈયાઓ થીરકશે: 6 સ્ટેપ, ફ્રી સ્ટાઇલ, દોઢીયા, ત્રણ તાલી
મહિષાસુર નામના રાક્ષસનો વધ કરવા માટે માં શક્તિએ 9 દિવસ યુદ્ધ કર્યું હતું. આ 9 દિવસના યુદ્ધ મુજબ નવ દિવસ સુધી દેવી શક્તિની પુજા કરવા માટે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. આ 9 દિવસ દરમિયાન માં દેવી શક્તિનાં 9 સ્વરુપની આરાધના કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન માં શક્તિની આરાધના કરવાથી અપાર શક્તિ પ્રાપ્ત થાય છે. તેથી તો ઘણા લોકો નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી ઉપવાસ કરે છે અને મા અંબાની આરાધના કરીને તેમની કૃપા મેળવે છે. ત્યારે ગરબા ગુજરાતીઓની ઓળખાણ છે. વિશ્વના કોઈપણ ખુણે વસતા ગુજરાતીઓ પોતાના શુભ પ્રસંગો અને ખાસ દિવસની ઉજવણી, સળતાની ઉજવણી ગરબા રમીને કરતા હોય છે આ વર્ષે નવરાત્રી ને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગરબે ઘુમવા માટે ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે.
આ વર્ષે ખેલૈયાઓ ફ્યુઝન ગરબા પર ઝુમશે અને તાજેતરમાં આવેલી ફિલ્મ પઠાણના ગીત પર થિરકશે લોકો ગરબાના અવનવા સ્ટેપ શીખવા ગરબા કલાસ જતાં હોય છે. દર વર્ષે ખેલૈયાઓ અવનવા સ્ટેપ શીખતા હોય છે ત્યારે આ વર્ષે શહેર ના જુદા જુદા દાંડિયા કલાસીસઓમાં અવનવા સ્ટેપ શીખવા યુવાધનનો ધસારો જોવા મળી રહ્યો છે ત્યારે આ વર્ષેની નવરાત્રીમાં 3 સ્ટેપ દોઢીયા ગરબા કરવાની મજા આવશે અને આ વખતની નવરાત્રી યાદગાર બનશે તેવું દાંડિયા કલાસીસના આયોજકોએ જણાવ્યું હતું
આ વર્ષે ધૂમ મચાવનાર ગીતો
1) ઠાકોરજી પધાર્યા મારે આંગણે
2) છલડો
3) હર…હર…સભું
4) પઠાણ ફિલ્મના ગીતો
5) ડાકલા
6) મનડા લીધા મોહી રાજ…
7) અમે મૈયારા રે..
8) વિઠ્ઠલ-વિઠ્ઠલ
9) મારી સયર ને સંગાથ ટેટુડો લેવો છે..
10) કરશન ભગવાન હાલ્યા
આ વર્ષે ફ્યુઝ ગરબાનો ક્રેઝ વધારે
પાર્થરાજ કલબ ના સ્થાપક પાર્થ ગઢવી એ વોઇસ ઓફ ડે સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે આ વર્ષની નવરાત્રીને લઈ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને પાસમાં ના ભાવમાં કોઈપણ પ્રકારનો ભાવ વધારો કરવામાં આવ્યો નથી કોરોના કાળમાં 2 વર્ષ નવરાત્રીના દાંડિયા રાસ બંધ હતા જેના કારણે ગત વર્ષ 2022માં પાસના ભાવમાં 15 થી 20 ટકા નો વધારો કરવામાં આવ્યો હતો પરંતુ આજ વખતે કોઈપણ વધારો કરવામાં આવેલ નથી અને પાસના ભાવ દર વર્ષે હોઈ એ જ રાખવામાં આવ્યા છે તેમજ વધુમાં જણાવ્યું કે આ વર્ષની નવરાત્રીમાં જો વરસાદ વિલન બનશે તો પણ અમે ચાલુ વરસાદે પણ ખેલૈયાઓને જુમાવસુ તેમજ 50થી વધુ સફાઈ કામદારોને ગ્રાઉન્ડની સાફ સફાઈ કરવા તેનાદ રાખીશું
શિવ શક્તિ ગરબા કલાસીસના સંચાલક વનભા ઝાલાએ
વોઈસ ઓફ ડે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે
આ વર્ષે નવરાત્રીમાં ખેલૈયાઓ વિઠ્ઠલ-વિઠ્ઠલ,ટેટુડો,
છકડો,4 સ્ટેપ, 6 સ્ટેપ, ચોકડી, મધુબંસી સહિતના
સ્ટેપ પર થિરકશે