Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

દાઉદ જીવિત છે તેવું કોણે કહ્યું ? શું કરી ચોખવટ ? વાંચો

Tue, December 19 2023
  • દાવો કરનાર કોણ છે ?
  • કોની સાથે વાતચીત કરી ?

માફિયા ડોન અને ભારત માટે મોસ્ટ વોંટેડ દાઉદ ઈબ્રાહિમ વિશે અનેક વાતો સોશિયલ મીડિયા પર વહેતી થઈ હતી કે તેને ઝેર અપાયું છે અને તેની હાલત ગંભીર છે, તે હોસ્પિટલમાં દાખલ છે.પાકમાં તો મોતની અફવા પણ ફેલાઈ હતી. પરંતુ દાઉદના એક નીકટના સાથી છોટા શકીલે દાવો કર્યો છે કે દાઉદના મોતની ખબર એક અફવા છે, તેનો કોઈ આધાર નથી. સીએનએન-ન્યૂઝ ૧૮ સાથેની વાતચીતમાં શકીલે કહ્યું હતું કે દાઉદ જીવિત છે અને તંદુરસ્ત છે. પોતે સોમવારે તેને અનેકવાર મળ્યો હતો. શકીલે કહ્યું કે દાઉદ વિશેના સમાચાર વાંચી હું પણ ચમકી ગયો હતો.

ઉપરાંત દાઉદના એક સંબંધીએ રિપબ્લિક ટીવી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે દાઉદ જીવિત છે. તેને ઝેર અપાયાની વાત સાવ ખોટી છે. જો કે અત્યારે તે ક્યાં છે તે વિષે અમારી પાસે કોઈ માહિતી નથી તેવી ચોખવટ પણ કરી હતી.

ભારત જ નહીં પરંતુ પાકિસ્તાનના સોશિયલ મીડિયા પર એવા સમાચાર વહેતા થયા હતા કે દાઉદને કોઈએ ઝેર આપ્યું છે. અનેક પાકિસ્તાની પત્રકારોએ ટ્વીટ કરવાનું શરૂ કરી દીધુ હતું જેના કારણે આ અટકળોને બળ મળ્યું. હવે શકીલે મીડિયા સાથે વાતચીતમાં આ ખબરને અફવા ગણાવી હતી. ભાગેડુ અંડરવર્લ્ડ ડોન હાલ આઈએસઆઈનો એસેટ બની ચૂક્યો છે. આવામાં છોટા શકીલે કહ્યું કે મજાક કરવાના ઈરાદે સમયાંતરે આવી અફવાઓ ફેલાવવામાં આવતી હોય છે.

પાકિસ્તાનમાં રવિવારે રાતે ઈન્ટરનેટ બંધ થવા લાગ્યું તો લોકો અફવાઓને સાચી માનવા લાગ્યા. હાલ શકીલ જ ડી કંપનીનું ગ્લોબલ ઓપરેશન ધ્યાન રાખે છે. તેણે દાવો કર્યો કે જ્યારે પાકિસ્તાનમાં તે મળ્યો ત્યારે દાઉદ બિલકુલ ઠીક હતો.

ઈન્ટેલિજન્સના સૂત્રોએ પણ એવી સંભાવનાથી ઈન્કાર કર્યો છે કે દાઉદ ઈબ્રાહિમને કોઈએ ઝેર આપ્યું છે. તેનું મોટું કારણ એ છે કે દાઉદ લાંબા સમયથી પાકિસ્તાની એજન્સીઓના મહેમાનની જેમ કડક સુરક્ષા ઘેરામાં રહે છે. તેના પોતાના વફાદર માણસો તેને સિક્યુરિટી આપે છે. આઈએસઆઈ માટે તે એક એસેટ જેવો છે કારણ કે પાકિસ્તાની એજન્સી તેને ભારત વિરુદ્ધ જેહાદી આતંકના હથિયાર તરીકે જુએ છે. આઈએસઆઈ દાઉદની બરાબર દેખરેખ રાખે છે. કારણ કે હાલ તે અમેરિકાના પણ રડાર પર છે.

જો કે એ વાતથી ઈન્કાર કરી શકાય નહીં કે હાલમાં એક મિલેટ્રી બેસ પર તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોય. હાલ પાકિસ્તાનમાં ભારતના અનેક દુશ્મનોનો કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ખાતમો થઈ રહ્યો છે. સૂત્રોનું માનવું છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી એ વાતને લઈને ચિંતિત છે કે 2024ની લોકસભા ચૂંટણી પહેલા તેની કોઈ એસેટને ‘હિટ’ કરવામાં આવી શકે છે.

દાઉદની હેલ્થની સાથે સાથે પાકિસ્તાનમાં એ પણ દાવો કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાની ક્રિકેટ લેજન્ડ જાવેદ મિયાંદાદને હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યો છે. તે પણ અંડરવર્લ્ડ ડોનનો નીકટનો છે. 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડ દાઉદને પાકિસ્તાને શરણ આપી રાખી છે પંરતુ તે પોતાની ધરતી પર છે તેનો તો નનૈયો જ ભણ્યા કરે છે. ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સીનું માનવું છે કે શકીલ પણ કરાચીના ક્લિફ્ટન એરિયામાં છે પરંતુ પાકિસ્તાન ના પાડતું રહે છે.

Share Article

Other Articles

Previous

એલ. કે. અડવાણી અને મુરલીમનોહર જોશી સાથે શું બન્યું ? જુઓ

Next

જ્ઞાનવાપી મસ્જિદ મામલે હાઇકોર્ટે કોને ઝટકો આપ્યો ?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
ઓક્ટોબર 2026થી સામાન્ય નાગરિકો માટે 8 મોટા નિયમો બદલાશે: બેંકિંગ, ગેસ સબસિડી અને રોકાણ પર થશે સીધી અસર
16 કલાક પહેલા
ચીનમાં પાણી આધારિત અનોખી બેટરીની શોધ: 300 વર્ષ સુધી ઊર્જા આપશે તેવો વૈજ્ઞાનિકોનો મોટો દાવો
16 કલાક પહેલા
પહેલા સમસ્યા પછી સમાધાન? બેકાબૂ AI એજન્ટ્સ પર લગામ લગાવવા Nvidia લાવ્યું નવું સેફ્ટી પ્લેટફોર્મ
16 કલાક પહેલા
રશિયામાં ભારતના કાવેરી ડ્રાય એન્જિનનું સફળ પરીક્ષણ: ‘ઘાટક’ સ્ટીલ્થ ડ્રોન માટેનો માર્ગ મોકળો
16 કલાક પહેલા
Categories

નેશનલ

3678 Posts

Related Posts

ગાંધીનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના ‘અલાયદા’ પોલીસ મથકનો પ્રારંભ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ટેક્સચોરી કરી સરકારને ચુનો લગાડનાર રાજકોટનાં 4 પાન-મસાલાની એજન્સીઓ પર જીએસટીનાં દરોડા
રાજકોટ
2 વર્ષ પહેલા
શેરબજાર ઉપર મંદીવાળાનો પ્રભાવ : નવી લેવાલી અટકી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ભાજપે રાહુલ ગાંધીને ગણાવ્યા રાવણ, પોસ્ટર કર્યું શેર
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર