મોડી રાતે બનેલા બનાવમાં સીસીટીવીના આઘારે પોલીસે તપાસ શરુ કરી
ઢોલરીયાનગર-૫માં મોડી રાતે કોઈ ટીખળ તત્વએ મુસ્લિમ પરિવારના ઘરના દરવાજાને બહારથી બંધ કરી ચાર વાહનો સળગાવી નાખતા સનસનાટી મચી ગઈ હતી.
આ બનાવમાં પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આઘારે આરોપીને શોધવા તપાસ શરુ કરી છે. આ મામલે ઢોલરીયાનગર-૫માં રહેતાં અને અભાવનગર ખાતે જય ગણેશ ટોયોટો કંપનીમાં સીઇઓ તરીકે નોકરી કરતાં તોફિકભાઇ અબ્દુલહુશેનભાઇ વાળાએ પોલીસ ફરીયાદ નોંધાવી છે. ઘર પાસે રાખેલી કાર ટોયોટો ગ્લાન્ઝા જીજે૦૩એલબી-૩૩૪૬ તથા હોન્ડા સ્પ્લેન્ડર જીજે૦૩બીએસ-૦૬૫૦,કાકાના બજાજ પ્લેટીના જીજે૦૩સીડી-૭૮૪૮, એક્ટીવા જીજે૦૩એલડી-૮૪૩૮ માં મોડી રાતે કોઈએ આગ લગાડી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી અને આગ બુઝાવી હતી. કાર અને ત્રણ બાઇક સળગી જવાથી રૂા. ૭,૭૫,૦૦૦નું નુકસાન થયું છે. માલવિયાનગર પોલીસ દ્વારા આસપાસમાં સીસીટીવી કેમેરા તપાસી તેના આધારે તપાસ શરુ કરી છે.