જે રાજ્યમાં વિધાનપરિષદ છે ત્યાં બિલ લાગુ નહીં થાય
મહિલા બિલની કેટલીક હકીકતો અને જરૂરી વિધિ જાણવા જેવી છે. રાજ્યસભા અને જે રાજ્યોમાં વિધાન પરિષદની વ્યવસ્થા છે ત્યાં મહિલા આરક્ષણ લાગૂ નહીં પડે. જો આ બિલ કાયદો બને છે તો તે માત્ર લોકસભા અને વિધાનસભા પર જ લાગૂ થશે.
રોટેશનની વ્યવસ્થા
સંસદ અને વિધાનસભાની સીટોમાં મહિલા આરક્ષણ રોટેશનલ આધાર પર લાગૂ થશે. એટલે કે એક કાર્યકાળ પૂર્ણ થયા બાદ બીજા કાર્યકાળમાં મહિલાઓ માટે આરક્ષિત થયેલ સીટોને બદલવામાં આવશે. પરિણામે દેશભરની લોકસભા અને વિધાનસભાની સીટો પર મહિલાઓને ચૂંટાઈને આવવાનો મોકો મળશે.
ક્યારે લાગૂ થશે બિલ?
જો આ બિલ કાયદો બની ગયો તો તેને લાગૂ થવામાં સમય લાગશે. 2026 બાદ દેશમાં લોકસભા સીટોનું સીમાંકન થશે જે બાદ આ કાયદો લાગૂ થશે. એટલે કે 2024ની ચૂંટણી સમયે આ કાયદો લાગૂ નહીં થઈ શકે.