Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentટૉપ ન્યૂઝ

‘તારા પર નજર રાખી રહ્યા છીએ’, અભિનેતા રણવીર શોરીને જાનથી મારી નાખવાની ધમકી, મુંબઈ પોલીસમાં ફરિયાદ

Wed, October 14 2026

બોલિવૂડ અભિનેતા રણવીર શોરી ફરી એકવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં છે, પરંતુ આ વખતે મામલો તેની સુરક્ષા સાથે જોડાયેલો છે. અભિનેતાએ દાવો કર્યો છે કે તેને ઈમેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ ધમકી ભર્યા મેસેજમાં તેની સાથે મારપીટ અને હુમલાની ચેતવણી આપવામાં આવી છે. મામલાને ગંભીરતાથી લેતા રણવીરે મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને કાર્યવાહીની માંગ કરી છે.

રણવીર શોરીએ મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે માહિતી આપી હતી. તેણે કેટલાક ઈમેલના સ્ક્રીનશોટ શેર કર્યા હતા, જેમાં અપશબ્દો સાથે હિંસાની ધમકી આપવામાં આવી હતી. એક ઈમેલમાં ધમકી આપનારે દાવો કર્યો હતો કે તે રણવીરના લોકેશન અને તેની ગતિવિધિઓ પર સતત નજર રાખી રહ્યો છે. ઈમેલમાં લખ્યું હતું કે, ‘તારા પર નજર રાખી રહ્યા છીએ, યોગ્ય સમય આવ્યે હુમલો કરીશું.’ આ સ્ક્રીનશોટ સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો હતો.

આ ધમકીઓ સામે આવ્યા બાદ રણવીરે તાત્કાલિક મુંબઈ પોલીસનો સંપર્ક કર્યો અને સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. તેણે X પર લખ્યું, ‘સત્તાવાર ફરિયાદ નોંધાવી દીધી છે. હવે આગળની કાર્યવાહી મુંબઈ પોલીસના હાથે છે. મારી સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરનારા તમામ લોકોનો આભાર.’ અભિનેતાએ સાયબર સુરક્ષા એજન્સીઓનું પણ ધ્યાન આ તરફ દોર્યું હતું. હાલ મુંબઈ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે, જોકે ધમકી આપનારાઓની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.

આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે રણવીર શોરીના રાજકીય વિચારો અને CJPના વિરોધ પ્રદર્શનને લઈને આપેલી ટિપ્પણી પર સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા ચાલી રહી છે. ટિપ્પણી બાદ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરવામાં આવી રહ્યો હતો અને હવે સીધી જાનથી મારી નાખવાની ધમકી મળતા મામલો વધુ ગંભીર બન્યો છે.

આ પણ વાંચો : 8 મહિનાની મહેનત પર પાણી નહીં પણ કચરો ફરી ગયો..!! બિટ્ટુ તબાહીએ સફાઇ કરેલી અજનાર નદી ફરી કચરાથી ભરાઈ ગઈ

આ પહેલીવાર નથી જ્યારે કોઈ બોલિવૂડ સેલિબ્રિટીને આવી ધમકી મળી હોય. આ પહેલા પણ ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓને સોશિયલ મીડિયા કે ઈમેલ દ્વારા ધમકીઓ મળી ચૂકી છે. સેલિબ્રિટીઓના નિવેદનો બાદ તેમને નિશાન બનાવવાની ઘટનાઓ વધી રહી છે. આ મામલો ફરી એકવાર સેલિબ્રિટીઓની સાયબર સુરક્ષા અને સુરક્ષાના મુદ્દાને ઉજાગર કરે છે.

હાલ તો રણવીર શોરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી છે અને હવે તમામની નજર મુંબઈ પોલીસની કાર્યવાહી પર છે. પોલીસ આ ઈમેલનું ટેકનિકલ એનાલિસિસ કરીને ધમકી આપનાર સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. જો કે, જ્યાં સુધી આરોપીઓ પકડાતા નથી ત્યાં સુધી આ મામલો ચર્ચામાં રહેશે. રણવીર શોરીના ચાહકો ઈચ્છી રહ્યા છે કે પોલીસ ઝડપથી કાર્યવાહી કરે અને તેને સુરક્ષા પૂરી પાડવામાં આવે.

Tags:

BollywoodActorBollywoodControversyBollywoodNewsCJPProtestCyberCrimeDeathThreatMumbaiNewsMumbaiPoliceRanvirShoreyRanvirShoreyNewsRanvirShoreyThreatSecurityThreatThreatEmailvodvoiceofday

Share Article

Other Articles

Previous

‘ઉપરના રૂમમાં એકલામાં વિધિ કરવી પડશે’…..અમદાવાદના કુબેરનગરમાં ભુવાએ પરિણીતા પર આચર્યું દુષ્કર્મ

Next

8 મહિનાની મહેનત પર પાણી નહીં પણ કચરો ફરી ગયો..!! બિટ્ટુ તબાહીએ સફાઇ કરેલી અજનાર નદી ફરી કચરાથી ભરાઈ ગઈ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટમાં Dy.CM હર્ષ સંઘવીના હસ્તે આવતીકાલે ખેડૂતોને કરોડોની કિંમતના દસ્તાવેજો પરત અપાશે, શાપરમાં નવી પોલીસ કચેરીનું લોકાર્પણ
9 મિનિટutes પહેલા
‘ઉપરના રૂમમાં એકલામાં વિધિ કરવી પડશે’…..અમદાવાદના કુબેરનગરમાં ભુવાએ પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
31 મિનિટutes પહેલા
‘તારા પર નજર રાખી રહ્યા છીએ’, અભિનેતા રણવીર શોરીને જાનથી મારી નાખવાની ધમકી, મુંબઈ પોલીસમાં ફરિયાદ
2 કલાક પહેલા
8 મહિનાની મહેનત પર પાણી નહીં પણ કચરો ફરી ગયો..!! બિટ્ટુ તબાહીએ સફાઇ કરેલી અજનાર નદી ફરી કચરાથી ભરાઈ ગઈ
3 કલાક પહેલા
Categories

નેશનલ

3751 Posts

Related Posts

રાજકોટમાં 4 મહિનામાં 200 ટન ખજૂરનો વેપાર
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટ ઝોનની ફી નિયમન સમિતિના ચેરમેન પી.જે. અગ્રાવતે આપ્યું રાજીનામું: અનેક શાળાઓની ફી વધારાની દરખાસ્ત હવે પેન્ડિંગ રહી
Breaking
2 વર્ષ પહેલા
આજે રાજકોટ સહિત પાંચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
રાજકોટ
2 વર્ષ પહેલા
મહાકુંભમાં ભાગદોડને કારણે 15થી વધુ લોકોના મોતની આશંકા : PM મોદીએ રાહત અને બચાવ અંગે CM યોગી સાથે 3 વાર કરી વાતચીત
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર