Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

રેપ ન થયો હોવાનું જણાવ્યા બાદ છાત્રાઓએ કહ્યું, “અમને પરાણે એવું બોલવા જણાવ્યું હતું”

Mon, September 28 2026

વિદ્યાર્થિનીઓને મ્હોરું બનાવી ઢાંકપિછોડાનો પ્રયાસ?

યુનિવર્સિટીમાં દસ દિવસની રજા જાહેર, પરીક્ષાઓ રદ

પંજાબની લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (એલપીયુ)માં કથિત દુષ્કર્મની અફવાઓને લઈને સર્જાયેલા વિવાદમાં નવો વળાંક આવ્યો છે. યુનિવર્સિટી તંત્ર દ્વારા જાહેર કરાયેલા એક વિડિયોમાં ત્રણ વિદ્યાર્થિનીઓએ તેમના હોસ્ટેલના રૂમમાં કોઈ ઘટના બની ન હોવાનું જણાવ્યું હતું, પરંતુ બાદમાં એ જ વિદ્યાર્થિનીઓએ અલગ વિડિયો જાહેર કરીને દાવો કર્યો કે તેમને શું બોલવું તે અગાઉથી સમજાવવામાં આવ્યું હતું અને તેમની મંજૂરી વગર તેમનો વિડિયો સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો હતો. આ ઘટનાએ પહેલેથી જ ઉગ્ર બનેલા વિવાદને વધુ ગરમાવી દીધો છે.

એલપીયુમાં એક વિદ્યાર્થિની સાથે કથિત જાતીય અત્યાચાર અને ત્યારબાદ તેના આત્મહત્યાના અપ્રમાણિત દાવાઓને લઈને ભારે હોબાળો મચ્યો છે. એ દરમિયાન યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. મોનિકા ગુલાટીએ એક સ્પષ્ટીકરણ વિડિયો જાહેર કર્યો હતો. તેમાં ગર્લ્સ હોસ્ટેલ-3ના રૂમ નંબર 504માં રહેતી ત્રણ વિદ્યાર્થિનીઓને રજૂ કરવામાં આવી હતી.

વિડિયોમાં વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું કે તેમના રૂમમાં આવી કોઈ ઘટના બની નથી અને પોલીસ તેમજ અન્ય વિદ્યાર્થીઓએ તેમને પરેશાન ન કરવા જોઈએ. યુનિવર્સિટી તંત્રે આ નિવેદનોના આધારે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓને ખોટી ગણાવી હતી.જો કે બાદમાં એ વિદ્યાર્થીઓએ જ તેમની પાસે પરાણે બોલાવવામાં આવ્યું હોવાનો ખુલાસો કરતા મામલો ગંભીર બન્યો છે.

આ દરમિયાન પોલીસનું કહેવું છે કે અત્યાર સુધી તેમની પાસે કોઈ દુષ્કર્મની સત્તાવાર ફરિયાદ આવી નથી. જોકે વિદ્યાર્થીઓના નિવેદનોના આધારે કેટલાક મુદ્દાઓની તપાસ શરૂ કરવામાં આવી છે. યુનિવર્સિટી પ્રશાસને પણ ફરી એકવાર દાવો કર્યો છે કે કેમ્પસમાં વિદ્યાર્થીઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવું જોઈએ.

આ પણ વાંચો: CBSE ધો. 6 માં આ વર્ષે ત્રીજી ભાષા નહીં: સુપ્રીમ કોર્ટની વિદ્યાર્થીઓને રાહત

વિદ્યાર્થીઓના ઉગ્ર વિરોધ અને તોડફોડની ઘટનાઓ બાદ એલપીયુએ આગામી 10 દિવસ માટે વર્ગો સ્થગિત કરી દીધા છે તેમજ મધ્યસત્ર પરીક્ષાઓ પણ અનિશ્ચિત મુદત માટે મોકૂફ રાખી છે.

શું ખુલાસો કર્યો વિદ્યાર્થિનીઓએ ?

યુનિવર્સિટી સત્તાવાળાઓના વિડીયો બાદ જોકે બીજા એક વિડિયોમાં એ જ ત્રણ વિદ્યાર્થિનીઓએ દાવો કર્યો કે યુનિવર્સિટી તંત્રે તેમને ચોક્કસ પ્રકારનું નિવેદન આપવા કહ્યું હતું. એક વિદ્યાર્થિનીએ કહ્યું કે તેમને માત્ર એટલું કહેવા સૂચના અપાઈ હતી કે વિદ્યાર્થીઓ અને અન્ય લોકો તેમને હેરાન કરી રહ્યા છે. તેમના કહેવા મુજબ મૂળ વિડિયાનો એક ભાગ કાપીને ઇન્સ્ટાગ્રામ પર મૂકવામાં આવ્યો હતો અને તેની તેમને કોઈ જાણ પણ કરવામાં આવી નહોતી.બીજી વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે સમગ્ર મામલામાં તેમનો કોઈ સંબંધ નથી અને તેમના રૂમનો ઉલ્લેખ પણ કોઈ આધાર વગર કરવામાં આવ્યો હતો. આ નવા દાવાઓ બાદ સોશિયલ મીડિયા પર યુનિવર્સિટી તંત્રની ભૂમિકા અંગે અનેક સવાલો ઊભા થયા છે.

શું હતી ઘટના જેને પગલે ફાટી નીકળ્યા તોફાનો?

એલપીયુ કેમ્પસમાં એક વિદ્યાર્થિની સાથે કથિત જાતીય અત્યાચાર થયો હોવાની અને બાદમાં તેના આત્મહત્યાના સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા હતા. આ દાવાઓની કોઈ સત્તાવાર પુષ્ટિ ન હોવા છતાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કેમ્પસમાં એકત્ર થયા અને ન્યાયની માંગ સાથે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું. વિરોધ દરમિયાન કેટલાક તત્વોએ કેમ્પસમાં તોડફોડ કરી, બારીઓના કાચ અને અન્ય સામાનને નુકસાન પહોંચાડ્યું તેમજ કેટલીક જગ્યાએ આગચંપી પણ કરી હતી. જાલંધર-ફગવાડા નેશનલ હાઈવે પર વિદ્યાર્થીઓએ ચક્કાજામ કરતાં લાંબી ટ્રાફિક કતારો સર્જાઈ હતી. પોલીસની ગાડીઓને પણ નુકસાન થયું હતું. બીજી તરફ ,તોફાન અને તોડફોડમાં સામેલ બધા લોકો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ન હોવાનો પણ કેટલાક વિદ્યાર્થીઓ દાવો કર્યો છે . હાલમાં પોલીસ સમગ્ર ઘટનાક્રમની તપાસ કરી રહી છે.

Tags:

BelieveSurvivorsBreakTheSilenceCampusSafetyChangeTheNarrativeEmpowerWomenEndRapeCultureEndSexualAssaultJusticeForSurvivorsNoMeansNoProtectOurStudentsRaiseAwarenessSpeakOutSpeakYourTruthStandWithSurvivorsStopVictimBlamingSupportSurvivorsSurvivorStoriesSurvivorSupportTruthMattersWomenEmpowerment

Share Article

Other Articles

Previous

દિલ્હી-એનસીઆરના દુષ્કર્મ કાંડોમાં નિર્ભયા કેસ જેવી જ પીડાદાયક સમાનતા: સુપ્રીમ કોર્ટ

Next

CBSE ધો. 6 માં આ વર્ષે ત્રીજી ભાષા નહીં: સુપ્રીમ કોર્ટની વિદ્યાર્થીઓને રાહત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
દિલ્હી-એનસીઆરના દુષ્કર્મ કાંડોમાં નિર્ભયા કેસ જેવી જ પીડાદાયક સમાનતા: સુપ્રીમ કોર્ટ
9 મિનિટutes પહેલા
રેપ ન થયો હોવાનું જણાવ્યા બાદ છાત્રાઓએ કહ્યું, “અમને પરાણે એવું બોલવા જણાવ્યું હતું”
14 મિનિટutes પહેલા
CBSE ધો. 6 માં આ વર્ષે ત્રીજી ભાષા નહીં: સુપ્રીમ કોર્ટની વિદ્યાર્થીઓને રાહત
19 મિનિટutes પહેલા
IndusInd બેંકના CEO રાજીવ આનંદનું નામ પણ મતદાર યાદીમાંથી ‘અનમેપ્ડ’ જાહેર
24 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3668 Posts

Related Posts

હવે IT ક્ષેત્ર ટ્રમ્પના નિશાન પર : રેમીટન્સ ટેક્સનો પણ તોળાતો ખતરો, તમામ આઉટસોર્સીસ પર ટેરિફની વિચારણા
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
‘આતંકીઓના આકા, મારો અવાજ સાંભળો’…કારગીલ વિજય દિવસ પર PM મોદીએ પાકિસ્તાનને આપી ચેતવણી
નેશનલ
2 વર્ષ પહેલા
રાજકોટ શહેર ભાજપમાં વોર્ડના પ્રભારી,વિશેષ આમંત્રિતો, કારોબારી સભ્યોમાં ‘બધા’ને ‘સાચવી’ લેવાયા: ચૂંટણીના ટિકિટ વાંચ્છુકોએ આટલામાં જ માનવો પડશે સંતોષ
ગુજરાત
7 મહિના પહેલા
અમેરિકાના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરીશ : ભવ્ય જીત બાદ દેશને ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર