Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલનેશનલ

પડોશી દેશમાં સર્જાયેલી કુદરતી આફતની સીધી અસર ભારતના સરહદી વિસ્તારો પર: તંત્ર એલર્ટ મોડ પર

Wed, August 26 2026

પ્રકૃતિ ક્યારે કેવું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લે તેનો કોઈ ભરોસો નથી. પડોશી દેશ નેપાળમાં અચાનક ફાટી નીકળેલી જળપ્રલય જેવી સ્થિતિએ હવે ભારતની સરહદ પર પણ ચિંતાના વાદળો ઘેરાયા છે, જેના કારણે બિહાર અને ઉત્તર પ્રદેશના સરહદી વિસ્તારોમાં વહીવટીતંત્ર સાવચેત થઈ ગયું છે.

ત્રિશૂલી નદીનું વઘતું જળસ્તર અને ગ્લેશિયર તૂટવાની આશંકા

ભારત-નેપાળ સરહદથી આશરે ૧૬૦ કિલોમીટર દૂર આવેલા નેપાળના ફુર્કે ખોલા વિસ્તારમાં ત્રિશૂલી નદીનું જળસ્તર એકાએક ખૂબ જ ઊંચી સપાટીએ પહોંચી ગયું છે. નેપાળ-ચીન બોર્ડર પાસે કોઈ ગ્લેશિયર તૂટવાને કારણે આ ભારે જળપ્રલય સર્જાયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઘાતક પ્રવાહ હવે ધીમે-ધીમે ગંડક નદી તરફ આગળ વધી રહ્યો છે, જેના લીધે બિહારના નીચાણવાળા વિસ્તારો પર ખતરો તોળાઈ રહ્યો છે.

નેપાળના રસુવામાં ભારે તબાહી અને નુકસાન

નેપાળના રસુવા જિલ્લામાં સવારે તિબેટ તરફથી ભોટેકોશી નદીમાં અચાનક પાણીનું પૂર આવતા ભયાનક તબાહી મચી ગઈ છે. ત્યાંના ટીમૂરે બજાર તેમજ આસપાસના વિસ્તારોમાં અનેક ઘરો, વાહનો, રસ્તાઓ અને પુલો પાણીમાં ધોવાઈ ગયા છે. બેત્રાવતીથી રસુવાગઢી બોર્ડર સુધીનો આશરે ૪૨ કિલોમીટર લાંબો મહત્વનો માર્ગ ક્ષતિગ્રસ્ત થયો છે. હાલ પરિસ્થિતિની ગંભીરતાને જોતાં નેપાળી સેના અને સુરક્ષા દળો દ્વારા હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: ટ્રમ્પ પ્રશાસનની કડક ઇમિગ્રેશન નીતિ: ગ્લોબલ ટ્રેનિંગ પ્રોગ્રામના કારણે વિશ્વભરમાં વિઝા ઇન્ટરવ્યૂ પર અચોક્કસ મુદતની રોક

બિહારના ૬ જિલ્લાઓમાં હાઈ એલર્ટ અને એસએસબીની તૈનાતી

સંભવિત પૂરના જોખમને પહોંચી વલવા માટે બિહારના ૬ જેટલા સંવેદનશીલ જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગંડક બેસિનના પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ગોપાલગંજ, સારણ, વૈશાલી તેમજ કોસી બેસિનના સુપૌલ, સહરસા, મધેપુરા અને અરરિયા જિલ્લાઓમાં સતત નજર રાખવામાં આવી રહી છે. સરહદ પર સુરક્ષા માટે સશસ્ત્ર સીમા બળ (SSB) ની ૧૧ બચાવ ટીમોને ગ્રાઉન્ડ પર ઉતારી દેવાઈ છે અને અન્ય ૭ ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

નદીઓનું પહેલેથી જ ઊંચું જળસ્તર અને ગંડક બેરેજ પર વિશેષ નજર

બિહારમાં અગાઉથી જ ગંગા, કોસી અને ગંડક જેવી નદીઓનું પાણી ભયજનક સપાટીની આસપાસ વહી રહ્યું છે. ગંગા નદીના વધેલા પાણી સુલતાનગંજ સ્થિત નમામિ ગંગે ઘાટ સુધી પહોંચી ગયા છે. આવી નાજુક સ્થિતિમાં નેપાળ તરફથી આવનારા વધારાના પાણીને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ગંડક બેરેજના દરવાજા યોગ્ય રીતે ઓપરેટ કરવાના કડક આદેશો આપવામાં આવ્યા છે, જેથી આસપાસના વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ ન સર્જાય.

નેપાળમાં સર્જાયેલી આ કુદરતી આપત્તિએ ઉત્તર ભારતના સરહદી રાજ્યોની ચિંતા વધારી દીધી છે. જોકે, પ્રશાસન અને સુરક્ષા દળોની સજ્જતાથી કોઈ પણ મોટી દુર્ઘટનાને ટાળવા માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ કરી લેવામાં આવી છે, પરંતુ આગામી સમય હવામાનની સ્થિતિ પર જ નિર્ભર રહેશે.

Share Article

Other Articles

Previous

Gen Zએ સંદેશ આપ્યો છે કે ભારતમાં લોકશાહીને હરગીઝ મરવા નહીં દઈએ

Next

ટ્રમ્પ પ્રશાસનની કડક ઇમિગ્રેશન નીતિ: ગ્લોબલ ટ્રેનિંગ પ્રોગ્રામના કારણે વિશ્વભરમાં વિઝા ઇન્ટરવ્યૂ પર અચોક્કસ મુદતની રોક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
‘લદ્દાખ ભારતનું અવિભાજ્ય અંગ છે’: ચીનને ભારતનો સ્પષ્ટ પ્રત્યુત્તર, 28 સ્થળોના સત્તાવાર માનક નામો જાહેર
3 કલાક પહેલા
‘વર્દી પહેરવાનો અર્થ કાયદાથી ઉપર હોવું નથી’: આરોપીઓના સરઘસ અને કસ્ટોડિયલ ટોર્ચર સામે ગુજરાત હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન
3 કલાક પહેલા
‘સ્ટારલિંક ભારતની સુરક્ષા સામે મોટો ખતરો’: એલોન મસ્કને મંજૂરી ન આપવા સ્વદેશી જાગરણ મંચની કેન્દ્ર સરકારને માંગ
3 કલાક પહેલા
શેરબજારમાં તેજીનો જબરદસ્ત ‘રાસ’: સેન્સેક્સ 1,100 પોઇન્ટ ઉછળી 73 હજારને પાર, રોકાણકારોની સંપત્તિમાં ₹4 લાખ કરોડનો વધારો
4 કલાક પહેલા
Categories

નેશનલ

3750 Posts

Related Posts

અયોધ્યાના રામ મંદિરમાં જુઓ કેટલા કિલોનું તાળું લાગશે
ટ્રેન્ડિંગ
3 વર્ષ પહેલા
અમદાવાદના બાપુનગરમાં ગાળો બોલવાની ના પાડતાં 3 વિદ્યાર્થિનીઓ પર વિદ્યાર્થીનો હુમલો: સ્કૂલે LC આપી હાંકી કાઢ્યો, DEOએ તપાસના આદેશ આપ્યા
Breaking
2 સપ્તાહs પહેલા
Elon Musk બન્યા Kekius Maximus : શા માટે X પર પોતાનું નામ બદલ્યું ?? કારણ જાણીને તમે પણ ચોંકી જશો
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
Ind vs NZ, T20 World Cup final: રાજકોટ સહિત ભારતમાં ફાઇનલની ટિકિટો માટે પડાપડી,હોટલના ભાડામાં રાતોરાત ધરખમ વધારો
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર