Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ભાવનગરના ઉખરલા ગામે જુગાર રમતી વખતે ભાગદોડ મચતા કૂવામાં પડવાથી ત્રણ યુવકોના મોત

Tue, August 18 2026

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ઉખરલા ગામના વાડી વિસ્તારમાં મોડી રાત્રે એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાડીમાં કેટલાક લોકો દ્વારા જુગાર રમવામાં આવી રહ્યો હતો, તે દરમિયાન અચાનક ‘ભાગો-ભાગો’ ની બૂમો પડતાં સર્જાયેલી નાસભાગમાં ત્રણ યુવકો કૂવામાં પડી ગયા હતા, જેના કારણે ત્રણેયના કરૂણ મોત નીપજ્યાં છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ઘટનાની વિગતો અને નાસભાગ

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉખરલા ગામની એક વાડીમાં આશરે 11 જેટલા યુવકો ભેગા મળીને જુગાર રમી રહ્યા હતા. મોડી રાત્રે અચાનક કોઈ કારણસર ‘ભાગો’ ની બૂમો પડતાં પોલીસ આવી હોવાના કે અન્ય કોઈ ડરથી જુગારીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. આ અંધાધૂંધી અને દોડાદોડ વચ્ચે અંધારામાં ત્રણ યુવકો અચાનક કૂવામાં ખાબક્યા હતા, જેમના ડૂબી જવાથી કમનસીબ મોત થયા હતા.

મૃતક યુવકોના નામ

આ કરૂણ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર યુવકોની વિગતો નીચે મુજબ છે:

રાહુલ પોપટભાઈ ચૌહાણ

નિલેશ ડાભી

અજીતસિંહ

આ પણ વાંચો: બ્રેસ્ટ કેન્સરના કેસ બે વર્ષમાં 12% વધ્યા, અમદાવાદ સિવિલમાં 10 વર્ષમાં 17,600થી વધુ કેસ

પરિવારજનોનો આક્રંદ અને હોસ્પિટલ દ્રશ્યો

ઘટનાની જાણ થતાં જ મૃતકોના પરિવારજનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોના હૈયાફાટ રૂદન અને આક્રંદથી વાતાવરણ ખૂબ જ ગમગીન બની ગયું હતું.

પરિવારજનોના આક્ષેપ: મૃતક અજીતસિંહના દીકરાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, “સવારે જુગાર રમવા ગયા હતા અને પડી ગયા હતા. કોઈ માણસ આમ જ થોડી ભાગે? જો પોલીસની રેડ પડી હોય તો જ માણસ ભાગે.”

પોલીસ પ્રશાસનનું નિવેદન અને તપાસ

આ મામલે વરતેજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ (PSI) એ જણાવ્યું હતું કે:

ઘોઘા તાલુકાના ઉખરલા ગામે રાત્રે વાડીમાં કેટલાક માણસો ભેગા થયા હતા. સવારે ફોન દ્વારા માહિતી મળી હતી કે વાડીમાં લાશ પડી છે.

માહિતી મળતા જ તાત્કાલિક પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાંથી કૂવા ૧-બાય-૧ કરીને ત્રણેય યુવકોના શબ બહાર કાઢવામાં આવ્યા હતા.

તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પોલીસની સ્પષ્ટતા: પરિવારજનો દ્વારા પોલીસ રેડના આક્ષેપ અંગે પીએસઆઈએ સ્પષ્ટ કર્યું હતું કે, પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હોવાનું હાલ ધ્યાનમાં નથી આવ્યું અને પોલીસ ત્યાં ગઈ જ નહોતી. યુવકો શા માટે ભેગા થયા હતા અને કયા સંજોગોમાં આ દુર્ઘટના ઘટી તે હાલ ઊંડાણપૂર્વકનો તપાસનો વિષય છે.

પોલીસ દ્વારા આ મામલે આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Share Article

Other Articles

Previous

બિહાર વિદ્યાર્થી આંદોલન મામલે સુપ્રીમ કોર્ટમાં સરકારની સ્પષ્ટતા, પ્રદર્શન દરમિયાન AK-47 અને પિસ્તોલથી ફાયરિંગની કબૂલાત

Next

બ્રેસ્ટ કેન્સરના કેસ બે વર્ષમાં 12% વધ્યા, અમદાવાદ સિવિલમાં 10 વર્ષમાં 17,600થી વધુ કેસ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
વાયરલ તાવમાં એન્ટીબાયોટિક્સનો આડેધડ ઉપયોગ ટાળો, ફંગલ ઇન્ફેક્શન હવે સામાન્ય મલમથી નહીં મટે – CIDSCONમાં નિષ્ણાતોની ચેતવણી
5 કલાક પહેલા
ન્યૂનતમ પગાર ₹69,000, 6% ઇન્ક્રીમેન્ટ, 64 રજાઓ, પેન્શન અને ફિટમેન્ટ ફેક્ટર સહિતની મોટી માંગણીઓ પર દિલ્હીમાં ચર્ચા
6 કલાક પહેલા
ભાગવતની અમેરિકાની મુલાકાત દરમિયાન પ્રતિબંધો લાદવા માંગ
6 કલાક પહેલા
દિલ્હીમાં પાકિસ્તાન રાજદૂત કચેરીને પણ મળી ગયો બુલડોઝરનો પરચો !
6 કલાક પહેલા
Categories

નેશનલ

3488 Posts

Related Posts

પાકમાં શાહબાઝને ઉથલાવી દેવાનું મુનિર, નકવીનું મોટું કાવતરું
ઇન્ટરનેશનલ
2 સપ્તાહs પહેલા
માણસ નહીં હેવાન , 10 વર્ષી બાળા સાથે 10 બદમાશોનું દુષ્કર્મ, ક્યાં બન્યું ? વાંચો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
લશ્કર એ તૈયબાના વધુ એક આતંકી ની પાકિસ્તાનમાં હત્યા
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
વ્હાઇટ હાઉસના ભાગને કારણે યમન પરના હુમલા ની વિગતો લીક થઈ ગઈ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર