Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingગુજરાતબ્રેકિંગ ન્યૂઝહેલ્થ

બ્રેસ્ટ કેન્સરના કેસ બે વર્ષમાં 12% વધ્યા, અમદાવાદ સિવિલમાં 10 વર્ષમાં 17,600થી વધુ કેસ

Tue, August 18 2026

ગુજરાતમાં બ્રેસ્ટ કેન્સરના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 10 વર્ષમાં અમદાવાદ સિવિલમાં 17,682થી વધુ કેસ નોંધાયા છે, જેમાં 41-50 વર્ષની મહિલાઓનું પ્રમાણ 32% છે. છેલ્લા 2 વર્ષમાં 11.50% કેસ વધ્યા છે. દર 12માંથી 1 ગુજરાતી મહિલાને બ્રેસ્ટ કેન્સરનું જોખમ છે. વહેલું નિદાન જ બચાવનો ઉપાય છે.

દર વર્ષે 18 ઓગસ્ટના રોજ ‘વર્લ્ડ બ્રેસ્ટ કેન્સર રીસર્ચ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. આ નિમિત્તે સામે આવેલા આંકડા ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 10 વર્ષમાં બ્રેસ્ટ કેન્સરના 17,682થી વધુ કેસો નોંધાઈ ચૂક્યા છે. આ પૈકી સૌથી વધુ 32% કેસ 41થી 50 વર્ષની વયજૂથની મહિલાઓમાં જોવા મળ્યા છે. વધુ ચિંતાજનક બાબત એ છે કે છેલ્લા બે વર્ષમાં જ બ્રેસ્ટ કેન્સરના કેસોમાં 11.50%નો વધારો નોંધાયો છે.

વિશ્વ, ભારત અને ગુજરાતમાં કેન્સરનું ભારણ

ગ્લોબોકેનના અહેવાલ મુજબ સમગ્ર વિશ્વમાં દર વર્ષે કેન્સરના અંદાજે 1.99 કરોડથી વધુ નવા કેસ નોંધાય છે, જેની સામે ભારતમાં વાર્ષિક અંદાજે 14.13 લાખ નવા કેસ સામે આવે છે. રાષ્ટ્રીય કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામના અંદાજ મુજબ ગુજરાતમાં વર્ષ 2024 સુધીમાં કેન્સરના કુલ કેસોની સંખ્યા વધીને 77,205 સુધી પહોંચી હતી. ગુજરાતમાં મહિલાઓમાં થતા તમામ પ્રકારના કેન્સરમાં બ્રેસ્ટ  કેન્સર 31.20% સાથે મોખરે છે. અમદાવાદના ‘પોપ્યુલેશન બેઝ્ડ કેન્સર રજિસ્ટ્રી’ના ડેટા મુજબ 0થી 74 વર્ષની વયજૂથ ધરાવતી દર 12માંથી 1 મહિલાને કેન્સર થવાનું જોખમ રહેલું છે.

સિવિલ કેન્સર હોસ્પિટલના વાર્ષિક આંકડા અને દર્દીઓની સ્થિતિ

‘ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ’ના અહેવાલ અનુસાર, વર્ષ 2025માં બ્રેસ્ટ  કેન્સરના 1541 નવા કેસો નોંધાયા હતા. જેમાં 41થી 50 વર્ષની વયજૂથના 469 કેસ અને 51થી 60 વર્ષની વયજૂથની મહિલાઓના 436 કેસ સામે આવ્યા છે. વર્ષ 2025 દરમિયાન સિવિલ હોસ્પિટલ ખાતે નોંધાયેલા કુલ 26,812 કેન્સરના દર્દીઓમાંથી 17,665 દર્દીઓ ગુજરાતના હતા, જ્યારે 9147 દર્દીઓ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા દેશના અન્ય રાજ્યોમાંથી સારવાર અર્થે આવ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતના પ્રભારી બન્યા તરુણ ચુગ, UP અને પંજાબમાં પણ નવી નિમણૂકો

સિવિલની કેન્સર હોસ્પિટલમાં બ્રેસ્ટ કેન્સરના કેસ


વર્ષકેસ
20191766
2020957
20211403
20221466
20231382
20241476
20251541

વર્ષ 2015થી 2025 વચ્ચે વયજૂથ અનુસાર નોંધાયેલા કેસ

વયજૂથકેસ
20થી ઓછી11
21થી 30603
31થી 403099
41થી 505730
51થી 604771
60થી વધુ3468

ગુજરાતમાં પુરુષો અને મહિલાઓમાં કેન્સરનું પ્રમાણ

પુરુષો

મોંઢું: 21.50%

જીભ: 11.50%

ફેફસાં: 8.10%

જઠર: 5.20%

પ્રોસ્ટેટ: 3.50%

મહિલાઓ

બ્રેસ્ટ (બ્રેસ્ટ  કેન્સર): 31.20% (સૌથી વધુ)

સર્વિક્સ (ગર્ભાશયનું મુખ): 9.20%

ઓવરી: 5.60%

મોંઢું: 5.60%

જીભ: 4.40%

બ્રેસ્ટ કેન્સરના લક્ષણો અને તબીબોની સલાહ

બ્રેસ્ટ કેન્સરના મુખ્ય લક્ષણોમાં બ્રેસ્ટ માં નવી ગાંઠ કે કઠણપણું આવવું, બ્રેસ્ટ ના કદ કે આકારમાં અચાનક બદલાવ થવો, બગલમાં ગાંઠ કે સોજો આવવો, ચામડી જાડી થવી અને બ્રેસ્ટ  આસપાસ સતત દુખાવો થવો સામેલ છે.

તબીબોના મતે 40 વર્ષથી વધુ વયની મહિલાઓએ નિયમિતપણે બ્રેસ્ટ કેન્સરનું સ્ક્રિનિંગ કરાવવું જોઈએ. જો કોઈ નવી ગાંઠ કે અસામાન્ય ફેરફાર જણાય તો તુરંત ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. ગાંઠમાં દુખાવો ન થતો હોય તો પણ તપાસ કરાવવી હિતાવહ છે, કારણ કે વહેલું નિદાન એ જ કેન્સર સામેની લડાઈમાં સૌથી મોટું શસ્ત્ર છે.

Share Article

Other Articles

Previous

ભાવનગરના ઉખરલા ગામે જુગાર રમતી વખતે ભાગદોડ મચતા કૂવામાં પડવાથી ત્રણ યુવકોના મોત

Next

ગુજરાતના પ્રભારી બન્યા તરુણ ચુગ, UP અને પંજાબમાં પણ નવી નિમણૂકો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસ લોનની વાર્ષિક આવક મર્યાદા રૂ. 6 લાખથી વધારી રૂ. 10 લાખ કરાઈ
47 મિનિટutes પહેલા
CIDSCON 2026: ગાંધીનગરમાં ચેપી રોગોનાં અગ્રણી નિષ્ણાતોને એક મંચ પર લાવશે
1 કલાક પહેલા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ડેલિગેશને યુ.એસ.માં માઈક્રોન અને ગુગલની લીધી મૂલાકાત
1 કલાક પહેલા
સરકારની પૂર્વ મંજૂરી વિના કોઈ ઉદ્યોગ નહીં ચલાવી શકે ૧૨ કલાકની શિફ્ટ; કર્મચારીઓની લેખિત સંમતિ ફરજિયાત
3 કલાક પહેલા
Categories

નેશનલ

3478 Posts

Related Posts

26/11 Mumbai Attack : મુંબઈ હુમલાની એક એક ક્ષણ લોકોને યાદ છે, ખૂની ખેલથી ધ્રુજી ઉઠી હતી દેશની આર્થિક રાજધાની
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
બાબા સાહેબ આંબેડકરના મુદ્દા પર સંસદના બંને ગૃહોમાં જબરી ધમાલ બાદ રાજ્યસભા આખા દિવસ માટે મુલતવી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાહુલ ગાંધીના ભક્ત અને ચેલાઓએ સંઘ પરિવારની કચેરી પર જવા બદલ પિતાજીને સંઘી કહ્યા હતા, પ્રણવ મુખરજીના સુપુત્રી શર્મિષ્ઠાનો ફરી હુમલો
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આસારામ બાપુને કેટલા વર્ષે જેલની બહાર આવવાની તક મળી ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર