Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

રાજસ્થાનની શાળાઓમાં બહારના લોકો માટે પ્રવેશબંધીનું ફરમાન જારી

Mon, August 17 2026

સરકારે પાણી પહેલાં પાળ બાંધી, રાતોરાત અનેક પ્રકારના પ્રતિબંધો લાગુ

સરકારી શાળાઓની દયનીય હાલત અને મૂળભૂત સુવિધાઓના અભાવ અંગે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા રાજ્યવ્યાપી નિરીક્ષણ અભિયાનની જાહેરાત થતાં જ રાજસ્થાન સરકારે તાત્કાલિક અસરથી સરકારી શાળાઓમાં બહારના લોકોના પ્રવેશ પર નિયંત્રણો લાદી દીધા છે. નવા આદેશ મુજબ પ્રિન્સિપાલ અથવા સંસ્થાના વડાની પૂર્વ મંજૂરી વિના કોઈપણ બહારની વ્યક્તિને શાળા પરિસરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. શેડોમાં માત્ર અધિકૃત સરકારી કામગીરી માટે આવતા સરકારી અધિકારીઓને જ છૂટ મળશે.

તાજેતરમાં શિક્ષકોની અછત, જર્જરિત ઇમારતો અને અન્ય સુવિધાઓના અભાવને લઈને રાજ્યની અનેક સરકારી શાળાઓમાં વિરોધ પ્રદર્શન થયા હતા. આ સંબંધિત વિડિયો અને અહેવાલો સોશિયલ મીડિયા પર પણ વ્યાપક રીતે વાયરલ થયા હતા. એ દરમિયાન CJPના સહ-સંયોજક આશુતોષ રાંકાએ જયપુર, અજમેર, જોધપુર, ઉદયપુર, ધોલપુર, ભરતપુર, કોટા, બાડમેર અને હનુમાનગઢ સહિતના જિલ્લાઓમાં શાળાઓનું નિરીક્ષણ કરવાની જાહેરાત કરી હતી.

તેના થોડા જ કલાકોમાં માધ્યમિક શિક્ષણ નિયામક લલિત કુમારે પરિપત્ર જાહેર કરીને બાળકોની સુરક્ષા, ગોપનીયતા અને ગૌરવ જાળવવાનું કારણ આપ્યું હતું. આદેશમાં બંધારણની કલમ-21 હેઠળના ગોપનીયતાના અધિકાર, સુપ્રીમ કોર્ટના ચુકાદા તથા બાળ અધિકાર સુરક્ષા આયોગની માર્ગદર્શિકાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાત પોલીસે શરૂ કર્યું 28 દિવસનું વ્યાપક ‘સુરક્ષિત શક્તિ’ અભિયાન

નવા નિયમો અનુસાર તમામ મુલાકાતીઓએ વિઝિટર રજિસ્ટરમાં નોંધ કરાવવી ફરજિયાત રહેશે. પ્રિન્સિપાલ, શિક્ષક અથવા અધિકૃત કર્મચારીની હાજરી વિના કોઈપણ વ્યક્તિ વર્ગખંડ, પ્રયોગશાળા, પુસ્તકાલય, છાત્રાલય, રમતગમત મેદાન કે વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓ ચાલી રહી હોય તેવા વિસ્તારોમાં જઈ શકશે નહીં. શાળાના વડાને શાળાની સુરક્ષા, શિસ્ત અથવા ગોપનીયતાને અસર થતી હોય તો કોઈપણ મુલાકાતીને પ્રવેશ નકારવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે. અનધિકૃત પ્રવેશ, શાળાકાર્યમાં વિક્ષેપ અથવા નિયમોના ભંગની સ્થિતિમાં પોલીસ કાર્યવાહી પણ થઈ શકશે.

ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી, ઇન્ટરવ્યુ પર પણ પાબંદી

નવી માર્ગદર્શિકા હેઠળ વિદ્યાર્થીઓ, શિક્ષકો અથવા શાળાની પ્રવૃત્તિઓ સાથે સંબંધિત ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી, ઓડિયો રેકોર્ડિંગ, ઇન્ટરવ્યુ તેમજ લાઇવ સ્ટ્રીમિંગ પર પણ નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. આવા કોઈપણ કાર્ય માટે પ્રિન્સિપાલની પૂર્વ લેખિત મંજૂરી લેવી ફરજિયાત રહેશે અને તે પણ માત્ર કાયદેસર હેતુ માટે જ માન્ય ગણાશે. ઉપરાંત, માતા-પિતા અથવા વાલીની સંમતિ વિના વિદ્યાર્થીઓના ફોટા, વિડિયો અથવા વ્યક્તિગત માહિતી એકત્રિત, પ્રકાશિત કે શેર ન થાય તેની ખાસ તકેદારી રાખવા શાળાઓને સૂચના આપવામાં આવી છે.

કોંગ્રેસ દ્વારા ફતવાનો વિરોધ

વિપક્ષના નેતા ટિકા રામ જુલીએ સરકારના આ નિર્ણયની કડક ટીકા કરી છે. ભાજપ સરકારે તૂટેલી છતો, વરસાદમાં ટપકતા વર્ગખંડો અને શિક્ષકોની ગંભીર અછત જેવી સમસ્યાઓ દૂર કરવાને બદલે તેને લોકોની નજરથી છુપાવવાનો રસ્તો અપનાવ્યો હોવાનો અક્ષરો કરી તેમણે આ આદેશને લોકશાહી વિરોધી ગણાવી તેને પાછો ખેંચવાની માંગ કરી છે. તેમણે જો સરકાર આ નિર્ણય રદ નહીં કરે તો કોંગ્રેસ રાજ્યભરમાં નાગરિક અવજ્ઞા આંદોલન શરૂ કરવાની અને આ પ્રતિબંધોનો જોરદાર વિરોધ કરવાની ચેતવણી આપી હતી.

Share Article

Other Articles

Previous

ભારતના એક એકાઉન્ટ પરની ફેક પોસ્ટથી યુએસ -ઇઝરાયલમાં મચી ગયો ખળભળાટ

Next

ગુજરાત પોલીસે શરૂ કર્યું 28 દિવસનું વ્યાપક ‘સુરક્ષિત શક્તિ’ અભિયાન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
સ્પોર્ટ્સ
એશિયન ગેમ્સમાં ભારતના 504 ખેલાડી જશે: આ વખતે 157નો ઘટાડો
2 કલાક પહેલા
બિગ બોસ-20માં નહીં જોવા મળે લલિત મોદી
2 કલાક પહેલા
રાહુલ ગાંધી સામેના સંપત્તિ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટ, ઈડી અને સીબીઆઈની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટની રોક
2 કલાક પહેલા
ઇથેનોલ માટે ખેતી વધશે તો અન્ય પાકો માટે જમીન અને પાણીની અછત સર્જાવાનો ખતરો
2 કલાક પહેલા
Categories

નેશનલ

3468 Posts

Related Posts

એક સાયબર ક્રાઈમ આવું પણ…એક મોબાઈલે રાજકોટ-કોલકત્તા પોલીસને ધંધે લગાડી દીધી! વાંચો શું છે સમગ્ર મામલો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
PPF સહિત નાની બચત યોજનાના વ્યાજ દરને લઈ મોટું અપડેટ : સરકારે મધ્યમ-નબળા વર્ગને આપી રાહત
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ જિ. પં.નાં બજેટમાં રૂ.958.60 કરોડની જોગવાઈ : ખાસ કારોબારી સમિતિની બેઠક કારોબારી ટેન્ડર અને વિકાસનાં કામોને મંજુરી
ગુજરાત
1 વર્ષ પહેલા
યે રાજનીતિ હૈ .. બાપ બેટે કા નહિ ! જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર