Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingગુજરાતબ્રેકિંગ ન્યૂઝ

ગુજરાત પોલીસે શરૂ કર્યું 28 દિવસનું વ્યાપક ‘સુરક્ષિત શક્તિ’ અભિયાન

Mon, August 17 2026

ગુજરાત પોલીસે મહિલાઓ અને યુવતીઓની સલામતી અને સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે 28 દિવસનું વ્યાપક ‘સુરક્ષિત શક્તિ’ અભિયાન શરૂ કર્યું છે. ગુન્હા નિવારણ, રક્ષણ, જાગૃતિ, સશક્તિકરણ અને કાયદાના અમલ પર કેન્દ્રિત સંકલિત અભિગમ દ્વારા મહિલાઓ માટે વધુ સુરક્ષિત વાતાવરણ ઊભું કરવાનો આ અભિયાનનો ઉદ્દેશ છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષામાં કોઈપણ પ્રકારની બાંધછોડ ન થાય તેમજ તેમની સામેના ગુનાઓને રોકવા માટે તમામ જરૂરી કડક પગલાં લેવામાં આવે તે સુનિશ્ચિત કરવા પોલીસને સૂચના આપી છે.

રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકના માર્ગદર્શન હેઠળ રાજ્ય પોલીસ મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે વિવિધ પગલાં લઈ રહી છે, જેમાં ડિજિટલ પ્લેટફોર્મ પર ઊભા થતા જોખમોથી રક્ષણનો પણ સમાવેશ થાય છે.

CID ક્રાઇમ અને રેલવેઝના ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવના નેતૃત્વ હેઠળ આ પહેલમાં પોલીસ કાર્યવાહી સાથે સામુદાયિક ભાગીદારી, ટેક્નોલોજી, જનજાગૃતિ અભિયાનો અને પીડિતાકેન્દ્રિત સહાય વ્યવસ્થાના સંયોજન દ્વારા મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણ ઊભું કરવાની બહુઆયામી વ્યૂહરચના ઘડવામાં આવી છે.

આ પણ વાંચો: અંગ્રેજોએ ભારતની સંપત્તિ લૂંટી, પણ ભારતે બ્રિટનના આત્મા પર કબજો કરી લીધો!

અધિક પોલીસ મહાનિર્દેશક (CID ક્રાઇમ, મહિલા સેલ) અજય ચૌધરીએ જણાવ્યું કે, “આ અભિયાનનાં ચાર મુખ્ય આધારસ્તંભો—ગુન્હા નિવારણ અને રક્ષણ, જાગૃતિ અને સશક્તિકરણ, સહાય, કાયદાનો અમલ અને ટકાઉપણું— છે.  કામગીરી પર નજર રાખવા અને પરિણામો માપવા માટે વિગતવાર વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પહેલની અસરકારકતા ચકાસવા પુરાવા આધારિત પોલીસિંગ અને માપી શકાય તેવા મુખ્ય કામગીરી સૂચકાંકો (KPIs) સૂચવવામાં આવ્યા છે.”

નિવારણ અને રક્ષણ પર ભાર

નિવારણ અને રક્ષણના ભાગરૂપે મહિલાઓને અસર કરતા ગુન્હાઓ અને હેરાનગતિ સામે વધુ કડક કાર્યવાહી કરવાની યોજના છે. પોલીસ એકમોને સંવેદનશીલ વિસ્તારો ઓળખવા, પેટ્રોલિંગ વધારવા અને ગુનાઓને રોકવા માટેના આગોતરા પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

જવાબદારી વધારવા અને પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવા માટે વિઝિબલ પોલીસિંગ, બોડી-વોર્ન કેમેરા તથા અન્ય ટેક્નોલોજીકલ સાધનોના વધુ ઉપયોગ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

મહિલાઓને ઓનલાઈન જોખમો અંગે જાગૃત કરાશે

અજય ચૌધરીએ જણાવ્યું કે, “અભિયાનમાં જાગૃતિ અને ડિજિટલ સુરક્ષા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પોલીસ મહિલાઓ અને યુવતીઓને સાયબરબુલિંગ, ઓનલાઈન ગ્રૂમિંગ, સેક્સટોર્શન, ડીપફેક, OTP ફ્રોડ અને QR-કોડ કૌભાંડ જેવા ઉભરતા ઓનલાઈન જોખમો અંગે માહિતગાર કરશે.”

આ કાર્યક્રમ અંતર્ગત 181, 112, 1930 અને વન સ્ટોપ સેન્ટરો જેવી કટોકટી અને સહાય વ્યવસ્થાઓ અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવશે. મહિલાઓને સ્વરક્ષણ કૌશલ્ય વિકસાવવા તેમજ પોતાના કાયદાકીય અધિકારો સમજવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

મહિલા સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવા માટે શાળાઓ, કોલેજો, સમુદાયો, NGO, NCC, NSS અને અન્ય હિતધારકોને પણ જોડવામાં આવશે. વધુમાં વધુ સામુદાયિક ભાગીદારી સુનિશ્ચિત કરવા સુરક્ષા સંકલ્પ, સામુદાયિક બેઠકો, સ્વરક્ષણ તાલીમ કાર્યક્રમો અને અન્ય જાગૃતિ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.

પોલીસ અપનાવશે પીડિતા કેન્દ્રિત અભિગમ

સહાય અને કાયદાના અમલના ભાગરૂપે ફરિયાદોના અનુસરણ, પ્રતિબંધાત્મક આદેશો, વન સ્ટોપ સેન્ટર્સ તથા અન્ય સહાય સેવાઓ સાથે સંકલન અને પીડિતાઓને સમયસર મદદ પહોંચાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

આ સમગ્ર માળખામાં પીડિત-કેન્દ્રિત અભિગમ પર વિશેષ ભાર મૂકાયો છે, જેથી પોલીસનો સંપર્ક કરતી મહિલાઓને યોગ્ય સહાય મળી રહે અને તેમના કેસનું અસરકારક રીતે અનુસરણ કરવામાં આવે.

KPI આધારિત કામગીરીનું મૂલ્યાંકન

ગુજરાત પોલીસે આ પહેલ માટે KPI આધારિત કામગીરી મૂલ્યાંકન વ્યવસ્થા પણ વિકસાવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ગુન્હાને લગતા સૂચકાંકોમાં સુધારાને 40 ટકા વેઇટેજ આપવામાં આવ્યું છે, જ્યારે જાહેર પ્રતિસાદ, પોલીસની પ્રતિસાદ ક્ષમતા અને અન્ય માપદંડોને પણ મૂલ્યાંકનમાં સ્થાન આપવામાં આવ્યું છે.

નવીનતા અને શ્રેષ્ઠ પદ્ધતિઓના અમલને પણ મૂલ્યાંકન માળખામાં સામેલ કરવામાં આવ્યા છે. આ કામગીરી પ્રણાલી પોલીસ એકમોની કામગીરીના પરિણામોને માપી શકાય, ચકાસી શકાય અને એકમો વચ્ચે સરખાવી શકાય તે રીતે તૈયાર કરવામાં આવી છે.

‘સુરક્ષિત શક્તિ’ પહેલથી પોલીસ એકમો અને ભાગીદાર એજન્સીઓ વચ્ચે વધુ સારું સંકલન મજબૂત થવાની સાથે પુરાવા આધારિત પોલીસિંગ અને સામુદાયિક ભાગીદારીને પણ પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.

28 દિવસના આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સતત નિવારણાત્મક પગલાં, ઝડપી અને સંવેદનશીલ પોલીસિંગ, વધુ જાગૃતિ તથા મહિલાઓના સશક્તિકરણ દ્વારા તેમના માટે વધુ સુરક્ષિત વાતાવરણનું નિર્માણ કરવાનો છે.

Share Article

Other Articles

Previous

રાજસ્થાનની શાળાઓમાં બહારના લોકો માટે પ્રવેશબંધીનું ફરમાન જારી

Next

અંગ્રેજોએ ભારતની સંપત્તિ લૂંટી, પણ ભારતે બ્રિટનના આત્મા પર કબજો કરી લીધો!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
સ્પોર્ટ્સ
એશિયન ગેમ્સમાં ભારતના 504 ખેલાડી જશે: આ વખતે 157નો ઘટાડો
7 મિનિટutes પહેલા
બિગ બોસ-20માં નહીં જોવા મળે લલિત મોદી
8 મિનિટutes પહેલા
રાહુલ ગાંધી સામેના સંપત્તિ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટ, ઈડી અને સીબીઆઈની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટની રોક
10 મિનિટutes પહેલા
ઇથેનોલ માટે ખેતી વધશે તો અન્ય પાકો માટે જમીન અને પાણીની અછત સર્જાવાનો ખતરો
13 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3468 Posts

Related Posts

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે ઉદ્ધવ ઠાકરે ને સ્પીડ પોસ્ટ દ્વારા આમંત્રણ મળ્યું
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
અક્ષય તૃતીયા 2024 ક્યારે છે, જાણો શું છે અક્ષય તૃતીયાનું મહત્વ ??
ધાર્મિક
2 વર્ષ પહેલા
પાકિસ્તાન આતંકી હુમલા બંધ કરે, નિર્દોષ લોકોની લાશ પર વાતચીત થઈ શકે નહીં, કાશ્મીર ક્યારેય પાકિસ્તાન નહીં બને, ફારૂક અબ્દુલ્લાનું નિવેદન
Breaking
2 વર્ષ પહેલા
કાર સેવક હજારે લાલે 1990થી અત્યાર સુધીમાં કેવી બદલાઈ અયોધ્યા એ અંગે શું કહ્યું..
ધાર્મિક
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર