Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ગ્રીમકોના પ્રયાસોથી સરકારી કચેરીઓ બની રહી છે વધુ આધુનિક અને નાગરિક-કેન્દ્રીત

Thu, August 13 2026

છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. ૫૪ કરોડથી વધુના ખર્ચે

રાજ્યના નાગરિકોને વધુ સુવિધા-સુશાસનની અનુભૂતિ કરાવવા સરકારી તથા અર્ધસરકારી કચેરીઓને આધુનિક, સુવ્યવસ્થિત અને નાગરિક કેન્દ્રિત બનાવવા માટે  ગુજરાત રૂરલ ઈન્ડસ્ટ્રિઝ માર્કેટિંગ કોર્પોરેશન લિમિટેડ એટલે કે ગ્રીમકો સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. ગ્રીમકોએ વર્ષ ૨૦૨૩-૨૪થી ૨૦૨૫-૨૬ એમ છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યની વિવિધ સરકારી કચેરીઓમાં કુલ રૂ. ૫૪.૯૭ કરોડના ખર્ચે ઈન્ટીરિયર ડિઝાઈનિંગના પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. વર્ષ ૨૦૨૬-૨૭માં અંદાજે રૂ. ૩૦ કરોડ કરતાં વધુના ખર્ચે વિવિધ કચેરીઓની આંતરિક માળખાકીય સુવિધાઓના કાર્યો પ્રગતિ હેઠળ છે.

વર્ષ ૨૦૨૫થી ૨૦૨૮ દરમિયાન હાથ ધરાનારા ઈન્ટીરિયર ડિઝાઈનિંગના વિવિધ કાર્યોનું ગુણવત્તાસભર અને સમયબદ્ધ અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે પાંચ અલગ-અલગ શ્રેણીઓમાં પ્રતિષ્ઠિત આર્કિટેક્ટ્સની પેનલની રચના કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ પહેલના પરિણામે દરેક પ્રોજેક્ટમાં ઉચ્ચ ગુણવત્તા, વ્યાવસાયિક અભિગમ અને પારદર્શિતા વધુ સુદૃઢ બનશે, તેમજ પ્રોજેક્ટ્સના ઝડપી, કાર્યક્ષમ અને અસરકારક અમલીકરણને પણ વેગ મળશે.

ગ્રીમકોની મહત્વપૂર્ણ કામગીરી:

વર્ષ ૨૦૨૩-૨૪ 

કુલ રૂ. ૨૦.૪૩ કરોડના ખર્ચે વિવિધ સરકારી કચેરીઓમાં આંતરિક માળખાકીય સુવિધાઓના કાર્યો કરવામાં આવ્યા હતા. જેમાં ભારત સરકારના વિશિષ્ટ પ્રોજેક્ટ અંતર્ગત ૧૨ જી.એસ.ટી. સુવિધા કેન્દ્રો ની કામગીરી માત્ર ૩૫ દિવસ જેવી ટૂંકી સમય મર્યાદામાં ગુણવત્તાસભર પૂર્ણ કરવામાં આવેલી હતી. અમદાવાદ હાટ (વસ્ત્રાપુર), ૧૭ સબ-રજિસ્ટ્રાર કચેરીઓ સહિતની કચેરીઓની વિવિધ કામગીરી કરવામાં આવેલી છે.

આ પણ વાંચો: શું ખરેખર યુએસ ડોલરની દાદાગીરીનો અંત નજીક છે?

વર્ષ ૨૦૨૪-૨૫

રાજ્યની ૩૫ સબ-રજિસ્ટ્રાર કચેરીઓ, નાણાં વિભાગ, શ્રમ આયુક્ત કચેરી, વિકાસ કમિશનરની કચેરી, ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી સહિતની કચેરીઓના કુલ રૂ. ૨૯.૨૪ કરોડના ઈન્ટીરિયર ડિઝાઈનિંગના પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા.

વર્ષ ૨૦૨૫-૨૬

ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) અને ગુજરાત સ્ટેટ બાયો ટેકનોલોજી મિશન (GSBTM) જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટના ઈન્ટીરિયર ડિઝાઈનિંગનું રૂ. ૫.૩૦ કરોડના ખર્ચે સમયસર અને ગુણવત્તાસભર અમલીકરણ કરવામાં આવ્યું હતું, જેની નોંધ રાજ્યના સર્વોચ્ચ સ્તરે પણ લેવામાં આવી હતી.

વર્ષ ૨૦૨૬-૨૭ (પ્રોજેક્ટ્સ પ્રગતિ હેઠળ)

હાલમાં, નાણા વિભાગ, સેટલમેન્ટ કમિશનર કચેરી, EQDC, RUDA, GPCB, GIL, GIDC, સહાયક રાજ્યવેરા કમિશનરની કચેરી, જામખંભાળીયા તેમજ ૪૯ સબ-રજિસ્ટ્રાર કચેરીઓ સહિતની કચેરીઓના વિવિધ આંતરિક સુશોભનના પ્રોજેક્ટની કામગીરી પ્રગતિ હેઠળ છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના દુરંદેશી નેતૃત્વ અને કુટીર, ખાદી, ગ્રામોદ્યોગ મંત્રી  નરેશ પટેલ તેમજ રાજ્ય મંત્રી  સ્વરૂપજી ઠાકોરના સક્ષમ માર્ગદર્શન હેઠળ ગ્રીમકો આગામી સમયમાં પણ ગુણવત્તા, સમયબદ્ધતા અને કાર્યક્ષમતાના ઉચ્ચ ધોરણો સાથે રાજ્યની કચેરીઓને આધુનિક, સુવ્યવસ્થિત અને નાગરિક- કેન્દ્રીત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપતી રહેશે.

Tags:

CitizenCentricCitizenEngagementDigitalTransformationE-GovernmentFutureOfGovernanceGovernmentEfficiencyGovernmentInnovationGovernmentTransparencyGRIMSModernGovernanceModernPublicServicesPublicServiceReformSmartCitiesSmartGovernmentTechForGood

Share Article

Other Articles

Previous

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભવ્ય ‘ડમરુ યાત્રા’ અને હેરિટેજ ઓટો રિક્ષા સેવાનો કરાવ્યો પ્રારંભ

Next

શું ખરેખર યુએસ ડોલરની દાદાગીરીનો અંત નજીક છે?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
એક જ ‘mAadhaar’ એપમાં ઉમેરી શકાશે 5 પ્રોફાઈલ, ફિઝિકલ કાર્ડ સાથે રાખવાની ઝંઝટ થઈ ખતમ
2 કલાક પહેલા
કેબ કંપનીઓને કેન્દ્ર સરકારનો કડક આદેશ, ઓલા-ઉબરના ગ્રાહકોને મોટી રાહત
2 કલાક પહેલા
રાજકોટમાં ભવ્ય ‘તિરંગા યાત્રા 2026’ સંપન્ન: 20 હજારથી વધુ લોકો જોડાયા, મંત્રીઓની ગેરહાજરી ચર્ચાના કેન્દ્રમાં
2 કલાક પહેલા
MCX પર સોના-ચાંદીના ભાવ ગગડ્યા, ડોલર અને બોન્ડ યીલ્ડ બન્યા મુખ્ય કારણ
2 કલાક પહેલા
Categories

નેશનલ

3435 Posts

Related Posts

રાજકોટની નર્સ ઉપર ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ અને પરિવારનો હુમલો
રાજકોટ
3 વર્ષ પહેલા
કોરોના વિરોધી વેક્સિન બનાવનાર બે વૈજ્ઞાનિકોને મેડીસીનનો નોબેલ પુરસ્કાર
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
વર્ચસ્વવાદી વિચારધારા કોઈના હિતમાં નથી, એકાધિકાર અને દબાણની નીતિ ખતરનાક, SCO સમિટમાં PM મોદીએ અમેરિકાને પણ ઝાટક્યું
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
ફટાકડાના વેચાણ માટે RMCના એક પ્લોટના 1 હજાર સામે 30500 ઉપજ્યા! સ્ટોલની હરાજીમાં 44.32 લાખની વિક્રમી આવક
ગુજરાત
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર