11 વર્ષના પ્રેમ બાદ રોનાલ્ડોએ જોર્જિના સાથે લગ્ન કર્યા, 5 બાળકો બન્યા સાક્ષી
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ મેદાન પર અનેક ટ્રોફી જીતી, પણ જીવનનો સૌથી મોટો “હા” તેમણે 11 ઓગસ્ટ, 2026ના રોજ કહ્યો. પોર્ટુગલના દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતાની લોંગટાઈમ પાર્ટનર જોર્જિના રોડ્રિગેઝ સાથે પોર્ટુગલના કાસકૈસમાં ખાનગી સમારોહમાં લગ્ન કરી લીધા. 11 વર્ષના સંબંધને હવે સત્તાવાર નામ મળ્યું અને આ સરપ્રાઈઝથી ફેન્સ પણ ખુશીથી ઝૂમી ઉઠ્યા.
કાસકૈસમાં ખાનગી સમારોહ, તારીખે પણ ખાસ
રોનાલ્ડો અને જોર્જિનાએ પોતાના લગ્નને સંપૂર્ણપણે પ્રાઇવેટ રાખ્યા. અગાઉ કોઈ સંકેત ન હોવાથી ફેન્સ માટે આ એક મોટું સરપ્રાઈઝ હતું.
બંનેએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરીને લગ્નની પુષ્ટિ કરી. ફોટોમાં બંનેના ડાબા હાથમાં રિંગ્સ સ્પષ્ટ દેખાઈ રહી હતી. લગ્નમાં પરિવારના નજીકના સભ્યો અને તેમના પાંચેય બાળકો હાજર રહ્યા હતા.
રસપ્રદ વાત એ છે કે બરાબર એક વર્ષ પહેલા એટલે કે 11 ઓગસ્ટ, 2025ના રોજ જ આ કપલે સગાઈ કરી હતી. એટલે આ તારીખ તેમના માટે ડબલ સ્પેશિયલ બની ગઈ.
આ પણ વાંચો: હાર્દિક પંડ્યા GTમાં વાપસી કરવા માંગતો હતો, પરંતુ કેપ્ટનશીપની શરતે ડીલ રદ થઈ!
લગ્ન પહેલાં જ 5 બાળકોના માતા-પિતા
રોનાલ્ડો અને જોર્જિના લગ્નથી પહેલા જ 5 બાળકોના માતા-પિતા છે. તેમના બાળકોના નામ છે:
ક્રિસ્ટિયાનો જુનિયર, જોડિયા ઈવા અને માટેઓ, અલાના માર્ટિના અને બેલા એસ્મેરાલ્ડા
આ કપલે 2017માં અલાનાનું સ્વાગત કર્યું હતું. 2022માં જોર્જિનાએ ફરી જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. પરંતુ તે સમયે તેમના પુત્ર એન્જલનું જન્મના થોડા સમય બાદ જ અવસાન થયું હતું, જ્યારે તેની જોડિયા બહેન બેલા સુરક્ષિત છે.
ફેન્સ માટે સૌથી મોટું સરપ્રાઈઝ
41 વર્ષીય રોનાલ્ડોએ ક્યારેય લગ્ન અંગે ખુલ્લેઆમ વાત નહોતી કરી. એટલે આ અચાનક આવેલા સમાચારથી ફૂટબોલ જગત અને સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓનો વરસાદ થયો છે.
11 વર્ષની સફર, 5 બાળકો અને હવે લગ્નની વીંટી સાથે Siuuu સેલિબ્રેશન હવે વધુ ખાસ બની ગયું છે.
