કિંગ્સ કપના સેમિફાઈનલમાં થાઈલેન્ડ સામે પરાજય થતાં બ્રોન્ઝ મળ્યો
ભારતે થાઈલેન્ડમાં આયોજિત પ્રતિષ્ઠિત કિંગ્સ કપ સેપાક ટેકરો ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. પુરુષ ક્વાડે્રન્ટ ઈવેન્ટમાં ભારતીય ટીમ સેમિફાઈનલ સુધી પહોંચી હતી જ્યાં યજમાન થાઈલેન્ડ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે અંતિમ-૪માં એન્ટ્રી થતાંની સાથે ભારતનો બ્રોન્ઝ મેડલ પાક્કો થઈ ગયો હતો.
૨૦૨૬ એશિયન ગેમ્સ પહેલાં આ પરિણામ ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્ત્વનું છે. પાછલા થોડા સમયમાં ભારતે સેપાક ટેકરો રમતમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઉમદા પરિણામ હાંસલ કર્યા છે અને હવે કિંગ્સ કપનું મેડલ પણ આ યાદીમાં ઉમેરાયું છે.
આ પણ વાંચો: IPL પહેલાં, દેશ પછી: ઈજાગ્રસ્ત હોવા છતાં ખેલાડીઓ રમે છે: કારણ: પૈસા-દબાણ
સેમિફાઈનલમાં ભારતે મજબૂત શરૂઆત કરતા પ્રથમ સેટ ૧૫-૯થી પોતાના નામે કર્યો હતો. બીજો સેટ થાઈલેન્ડે ૧૫-૯થી જીત્યો હતો. નિર્ણાયક સેટ પણ થાઈલેન્ડે જ જીત્યો હતો અને ભારતનો ૧૫-૯, ૯-૧૫, ૯-૧૫થી પરાજય થયો હતો.
શું છે સેપાક ટેકરો રમત ?
ભારતમાં ક્રિકેટ, ફૂટબોલ અથવા બેડમિન્ટનની તુલનાએ સેપાક ટેકરો ગેમની લોકપ્રિયતા ખૂબ ઓછી છે પરંતુ દક્ષિણ-પૂર્વ એશિયામાં આ રમતના પ્રેમીઓ મોટી સંખ્યામાં છે. આ રમત વોલીબોલ અને ફૂટબોલનું અનોખું મિશ્રણ છે. ખેલાડી પોતાના પગ, માથા અને ઘૂંટણની મદદથી બોલને નેટની પાર પહોંચાડે છે. આ રમતમાં હાથનો ઉપયોગ કરવાની પરવાનગી નથી હોતી. ઝડપી રફ્તાર સાથે હવામાં ઉછળીને લગાવવામાં આવતી કિક રમતને ખૂબ જ રોમાંચક બનાવે છે. રેગ ુફોર્મેટમાં એક ટીમ તરફથી ત્રણ ખેલાડી કોર્ટ પર હોય છે જ્યારે ક્વાટે્રન્ટમાં ચાર ખેલાડી ભાગ લે છે.
