Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલરાજકોટ

રાજકોટની યુવતીએ લંડનમાં વડાપ્રધાન માટે બોલેલા શબ્દોથી વિવાદ સર્જાયો

Mon, August 10 2026

ઇમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસ વુમને લંડન પ્રોટેસ્ટ સ્પીચમાં ગુંડા શબ્દ પ્રયોગ બાદ સોશિયલ મીડિયામાં અમર્યાદિત ટિપ્પણીઓ થઇ

નીટ પેપર લીકનો વિવાદ અને વિરોધ સાથે દિલ્હીના જંતર-મંતરમાં યોજાયેલા પ્રોટેસ્ટ સાથે આ વિરોધ વૈશ્વિક બની ગયો હતો અને અન્ય દેશમાં રહેતા  ભારતીયો દ્વારા પણ જે તે શહેરમાં પ્રોટેસ્ટ યોજીને દેખાવો કરાયા હતા. ગત ૨૬ જુલાઈના રોજ લંડનમાં ટ્રફલગર સ્કવેર પાસે યોજાયેલા પ્રોટેસ્ટમાં રાજકોટની મયુરી પુરોહિત નામની યુવતીએ પોતાની સ્પીચમાં વડાપ્રધાન વિશે ઉચ્ચારેલા શબ્દો હવે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

લંડનમાં સ્ટુડન્ટ્સ પ્રોટેસ્ટમાં યુવતીએ વડાપ્રધાન વિશે `ગુંડા’ શબ્દ પ્રયોજ્યા હતા જેને લઈને આ વીડિયો વાયરલ થયા બાદ હવે સોશિયલ મીડિયામાં વિરોધમાં અને તરફેણમાં મેસેજ કોમેન્ટનો મારો ચાલી રહ્યો છે. કોઈ આ યુવતીને કોઈએ પાકિસ્તાની ગણાવી, કોઈએ રાજકોટની મુસ્લિમ યુવતીએ લંડનમાં પહોંચીને વિરોધ દાખવ્યો. વળી કોઈએ આ યુવતી લંડનમાં પાકિસ્તાન હાઈકમિશનની મીટિંગ એટેન્ડ કરતી હોવાનો જેવા વિચારો આવ્યા તેવા શબ્દો લખીને યુવતીને ટ્રોલ કરી હતી.

કાજલ હિન્દુસ્તાનીએ પણ આ યુવતી અંગે પોસ્ટ કરીને લખ્યું હતું કે, આ એક આખું ષડયંત્ર છે. આવી અન્ય ઘણી પોસ્ટો થઈ હતી. રાજકોટનું નામ આવતા આ યુવતી ખરેખર કોણ છે તે તપાસનો વિષય બન્યો હતો અને અંતે એવું સ્પષ્ટ થયું છે કે, મયુરી પુરોહિત કોઈ પાકિસ્તાની યુવતી નથી કે લંડનમાં પાકિસ્તાન હાઈકમિશનની મીટિંગમાં નહોતી ગઈ. આ યુવતી મુળ વિસાવદરની વતની અને રાજકોટમાં યુનિવર્સિટી રોડ વિસ્તાર પર રહે છે. ઈમ્પોર્ટ-એક્સપોર્ટના બિઝનેસ સાથે જોડાયેલી છે અને સમયાંતરે વિદેશ બિઝનેસ ટૂરમાં જતી હોય છે તે સંદર્ભે જ તે ગત માસે ત્રણ મહિના માટે લંડન બિઝનેસ ટૂરમાં ગઈ હતી અને ત્યાં ભારતીય દેખાવકારોની પ્રોટેસ્ટમાં જોડાઈને પોતાનો અંગત મત વ્યક્ત કર્યો હતો.

હા, હું કોંગ્રેસની કાર્યકર્તા છું સાથે દેશની સ્વતંત્ર જવાબદાર નાગરિક છું: મયુરી પુરોહિત

સોશિયલ મીડિયામાં થયેલા સમગ્ર વિવાદ સંદર્ભે હાલ લંડન સ્થિત મયુરી પુરોહિત સાથે `વોઈસ ઓફ ડે’એ વાતચીત કરતાં તેણે એવું જણાવ્યું હતું કે, તે ત્રણ માસની બિઝનેસ ટૂર માટે લંડન આવી છે અને જે તે સમયે નીટ પેપરને લઈને વિદ્યાર્થીઓ પર પોલીસે કરેલી બર્બરતાને લઈને લંડનમાં થયેલી પ્રોટેસ્ટમાં પોતે જોડાઈ હતી. મોદી સાહેબને કોઈ અપશબ્દો કે ગાળો નથી આપી, પોલીસે જે રીતે યુવતીઓની મર્યાદા મુકીને ક્રુરતા આચરી હતી તે સંદર્ભે પોતાને આક્રોશ હતો. આમાં જે લોકો ખોટી રીતે મુસ્લિમ-પાકિસ્તાની ચીતરી રહ્યા છે તેઓને મારે એટલું જ કહેવું છે કે, પોતે બ્રાહ્મણ, ચૂસ્ત હિન્દુ છે, હિન્દુસ્તાની છે, ભારત દેશની સ્વતંત્ર નાગરિક છે. હા, હું કોંગ્રેસ સાથે છેલ્લા બે વર્ષથી જોડાયેલી છું, એક કાર્યકર્તા છું પરંતુ લંડન પોતાના બિઝનેસ અર્થે જ ગઈ છે અને કોઈપણના કહેવાથી પોતે આવું કંઈ બોલી નથી. મારા વીડિયો એડિટ કરીને નેગેટિવ રીતે ચલાવાઈ રહ્યા છે, હું જરૂર પડ્યે લિગલ એક્શન પણ લઈશ.

Tags:

CivicEngagementEmpowermentGlobalDialogueIndiaPoliticsLondonSpeechPMControversyPoliticalDebatePublicSpeakingRajkotGirlRajkotNewsSocialIssuesViralVideoWomenInLeadershipYouthActivismYouthVoices

Share Article

Other Articles

Previous

15 જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું: ખેડૂતોમાં ખુશીની લહેર

Next

છેલબટાઉ યુવાનોમાં કેડે ફટાકડી લટકાવવાનો ગજબનો ક્રેઝ: મહિનામાં 70 હથિયાર પકડાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
શિવોહમ….શિવોહમ…: શિવ અને જીવના એકત્વનો આધ્યાત્મિક અનુભવ
22 મિનિટutes પહેલા
ઉકાઈ-કાકરાપાર યોજના: સિંચાઈથી વીજ ઉત્પાદન સુધી દક્ષિણ ગુજરાતની જીવાદોરી
42 મિનિટutes પહેલા
સોના-ચાંદીમાં ભડકો: સોનું 1.52 લાખને પાર તો ચાંદી 2.34 લાખની નજીક
52 મિનિટutes પહેલા
ઉત્પાદન ખર્ચ ઊંચો રહેવાથી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દરરોજ વપરાશમાં આવતી અનેક ચીજોના ભાવ ફરી આકાશે જશે
2 કલાક પહેલા
Categories

નેશનલ

3416 Posts

Related Posts

છત્તીસગઢઃ દંતેવાડા અને નારાયણપુર વિસ્તારમાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, 7 નક્સલી ઠાર
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ઑસ્ટે્રલિયા સામે પાકિસ્તાન ૩૧૩ રનમાં ઓલઆઉટ
સ્પોર્ટ્સ
3 વર્ષ પહેલા
અંતરિક્ષમાંથી આવું દેખાય છે શ્રી રામ મંદિર.. જુઓ..
ટ્રેન્ડિંગ
3 વર્ષ પહેલા
અમદાવાદ: નરોડા GIDCમાં કંપનીના રિએક્ટર વેસલમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, અફરાતફરી
Breaking
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર