Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ગુજરાતમાં સેમિકન્ડક્ટર ડિઝાઇન ક્ષેત્રે ક્રાંતિ: ChipIN એક્સ્ટેન્શન સેન્ટર અને VLSI સેન્ટર ઑફ એક્સેલન્સની ભેટ

Fri, August 7 2026

ગુજરાત સરકાર,GTU અને C-DAC બેંગલુરુ વચ્ચે સહયોગથી ગુજરાતમાં સેમિકન્ડક્ટર ડિઝાઇન ક્ષમતાઓને મળશે નવી દિશા

ભારતના ઝડપથી વિકસતા સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ગુજરાતનું અગ્રણી સ્થાન વધુ મજબૂત બને તે દિશામાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના દૂરંદેશી માર્ગદર્શનમાં તથા વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી  અર્જુન મોઢવાડિયાના નેતૃત્વમાં ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ અંતર્ગત ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન (GSEM) દ્વારા ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) અને સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઑફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ (C-DAC), બેંગલુરુના સહયોગથી આજે પ્રસ્તાવિત ChipIN એક્સ્ટેન્શન સેન્ટર તથા VLSI ડિઝાઇન માટેના સેન્ટર ઑફ એક્સેલન્સ (CoE) માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ અને કિક-ઓફ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ  મતી પી. ભારતી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. મતી નેહા કુમારી, IAS, મિશન ડિરેક્ટર, GSEM સહિત પ્રતિષ્ઠિત શિક્ષણવિદો, સંશોધકો, ઉદ્યોગ અગ્રણીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

C-DAC બેંગલુરુના નિષ્ણાતોએ રાષ્ટ્રીય ChipIN પહેલ તથા તેના માધ્યમથી ઉપલબ્ધ અદ્યતન સેમિકન્ડક્ટર ડિઝાઇન સુવિધાઓ અંગે માહિતી આપી હતી. આ સુવિધાઓમાં Electronic Design Automation (EDA) ટૂલ્સ, High Performance Computing (HPC) સંસાધનો, સેમિકન્ડક્ટર IPs અને Tape-out Support જેવી અદ્યતન સુવિધાઓનો સમાવેશ થાય છે.

આ ઓરિએન્ટેશન કાર્યક્રમમાં ગુજરાતની 30થી વધુ શૈક્ષણિક સંસ્થાઓએ ભાગ લીધો હતો. સંસ્થાઓને સેમિકન્ડક્ટર સંશોધન, ચિપ ડિઝાઇન, નવીનતા, પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને કુશળ માનવબળના વિકાસ માટે ChipIN પ્લેટફોર્મનો લાભ લેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: 4 વર્ષમાં 14,925 દર્દીઓને રૂ. 14 કરોડથી વધુની સહાય

ગુજરાતને સેમિકન્ડક્ટર ડિઝાઇનનું અગ્રણી હબ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ

પ્રસ્તાવિત ChipIN એક્સ્ટેન્શન સેન્ટર અને VLSI માટેનું CoE ગુજરાતમાં અદ્યતન સેમિકન્ડક્ટર ડિઝાઇન ક્ષમતાઓ વિકસાવવા માટે મહત્વપૂર્ણ માળખાકીય પહેલ બનશે. આ સેન્ટર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ, MSMEs, સંશોધન સંસ્થાઓ અને ઉદ્યોગો વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવામાં આવશે.

આ પહેલથી સંશોધનને પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને વ્યાવસાયિકીકરણ સાથે જોડવામાં મદદ મળશે તથા AI Accelerators, Automotive Electronics, RISC-V Processors, Embedded Systems અને IoT જેવા ઉભરતા ક્ષેત્રોમાં નવીનતા અને ચિપ ડિઝાઇનને પ્રોત્સાહન મળશે.

ગુજરાતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે થઈ રહેલા ઝડપી વિકાસને ધ્યાનમાં રાખીને, ડિઝાઇન ક્ષમતાઓ અને કુશળ માનવબળનું નિર્માણ રાજ્યના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે.

GSEMની મહત્વપૂર્ણ ભૂમિકા

ગુજરાતના ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના વિકાસ માટેની નોડલ એજન્સી તરીકે GSEM આ પહેલના અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. GSEM દ્વારા શૈક્ષણિક સંસ્થાઓનું ઓનબોર્ડિંગ, હિતધારકો સાથે સંકલન, ઇકોસિસ્ટમ ડેવલપમેન્ટ અને ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગને સુદૃઢ બનાવવા માટે જરૂરી સહયોગ પૂરો પાડવામાં આવી રહ્યો છે.

આ પહેલ ગુજરાતને સેમિકન્ડક્ટર ડિઝાઇન, નવીનતા, સંશોધન અને પ્રતિભા વિકાસના અગ્રણી હબ તરીકે સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. સાથે સાથે, તે ગુજરાતના વિકસતા મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને પૂરક બનશે અને ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં અગ્રણી સ્થાન અપાવવાના રાષ્ટ્રીય લક્ષ્યને વેગ આપશે.

બે દિવસીય કાર્યક્રમ દરમિયાન સેમિકન્ડક્ટર ડિઝાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, HPC, સ્વદેશી પ્રોસેસર ઇકોસિસ્ટમ, IoT સોલ્યુશન્સ અને ચિપ ડેવલપમેન્ટ અંગે વિવિધ તકનીકી સત્રો યોજાશે.

આ પહેલ દ્વારા ગુજરાતમાં “Design to Innovation” અને “Research to Product” તરફની યાત્રાને વેગ મળશે તથા રાજ્યમાં સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે ભવિષ્યલક્ષી અને કુશળ માનવબળ તૈયાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન મળશે.

આ કાર્યક્રમમાં IIT ગાંધીનગરના ડિરેક્ટર ડૉ. રજત મૂના, SETS ચેન્નાઈના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. એન. સુબ્રમણિયન, GTUના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ડૉ. વૈભવ ભટ્ટ, GTUના પૂર્વ વાઇસ ચાન્સેલર ડૉ. રાજુલ કે. ગજ્જર, C-DAC બેંગલુરુના  સેન્ટિલ કુમાર આર., GTUના રજિસ્ટ્રાર ડૉ. કે. એન. ખેર, GSETના ડિરેક્ટર ડૉ. માધુરી ભાવસાર અને CoE-AIના એડવાઇઝર ડૉ. આર. એ. ઠક્કર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

Share Article

Other Articles

Previous

વિકસિત ગુજરાત સમિટ-2026: FDI માં ટોપ પર રહેલું ગુજરાત બન્યું દેશનું ‘ગ્રોથ એન્જિન’

Next

4 વર્ષમાં 14,925 દર્દીઓને રૂ. 14 કરોડથી વધુની સહાય

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાતમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર
28 મિનિટutes પહેલા
રાજકોટમાં ઓછા વરસાદે ચિંતા કરાવી: આજી-ન્યારીમાં ૩૪ દિ’ ચાલે તેટલુ જ પાણી
45 મિનિટutes પહેલા
સતત ત્રીજા દિવસે સોનામાં 1500 અને ચાંદીમાં 8500નો ઉછાળો
1 કલાક પહેલા
મોરબી નજીક બંધ ફેક્ટરીમાંથી શંકાસ્પદ 804 બેગ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો
1 કલાક પહેલા
Categories

નેશનલ

3409 Posts

Related Posts

દિલ્હીમાં ગઈકાલે થયેલા ત્રીપલ મર્ડર કેસમાં ચોકાવનારો ખુલાસો, પુત્ર જ નીકળ્યો હત્યારો
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
નર્મદે સર્વદે : સરદાર સરોવર છલકતા નર્મદા મૈયાના વધામણાં કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
ગુજરાત
2 વર્ષ પહેલા
SGST પબ્લીક ગ્રીવેન્સ રિડ્રેસલ કમિટિમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રેસિડેન્ટ વી.પી.વૈષ્ણવ અને વાઇસ પ્રેસિડેન્ટ પાર્થ ગણાત્રાની નિયુક્તિ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
પોરબંદરના દરિયામાં સતત બીજા દિવસે ઓપરેશન: વધુ ૧૭૩ કિલો ડ્રગ્સ પકડાયું
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર