રાજકોટમાં હાઇકોર્ટ બેન્ચની માંગ સાથે સૌરાષ્ટ્રભરના વકીલોની હડતાળ
વર્ષો જૂની માંગણી ન સંતોષાતા કલેક્ટરને આવેદનપત્ર અપાયું
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં વકીલોએ રાજકોટ ખાતે ગુજરાત હાઈકોર્ટની બેન્ચ ફાળવવાની માંગ સાથે ફરી આંદોલનનું રણશિગુ ફૂંક્યું છે. સૌરાષ્ટ્રભરના આશરે ૮૦ જેટલા બાર એસોસિએશનના વકીલોએ એક દિવસની પ્રતીક હડતાળ પાડીને અદાલતી કામગીરીથી અલિપ્ત રહીને વિરોધ નોંધાવ્યો હતો. માત્ર અરજન્ટ કામગીરી સિવાયના તમામ કામકાજ બંધ રહેતા કોર્ટની કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ હતી.
આ હડતાળના ભાગરૂપે રાજકોટમાં સવારે ૧૧ વાગ્યે વકીલોએ કોર્ટ પરિસરમાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને ત્યારબાદ મોટી સંખ્યામાં એકઠા થઈને જિલ્લા કલેક્ટર ઓમપ્રકાશને આવેદનપત્ર આપ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા, ઉપપ્રમુખ સિદ્ધરાજસિહ જાડેજા, સેક્રેટરી નિલેશ પટેલ, ગુજરાત બાર કાઉન્સિલના મેમ્બર દિલીપ પટેલ, અમૃતા ભારદ્વાજ, પરેશ મારૂ, જયેન્દ્ર ગોંડલિયા, યોગેશ ઉદાણી, પંકજ દોંગા, વિજય રૈયાણી, ભાર્ગવ પંડયા અને સમીર ખીરા સહિતના સિનિયર અને જુનિયર વકીલો જોડાયા હતા. રાજકોટ ઉપરાંત જૂનાગઢ, પોરબંદર, વકીલો 43 વર્ષથી માંગ કરી રહ્યા છે બદલામાં માત્ર વચનો જ મળ્યા સૌરાષ્ટ્ર-કચ્છ માટે રાજકોટમાં હાઈકોર્ટની બેન્ચની માંગ ૧૯૮૩થી થઈ રહી છે. ૪૩ વર્ષ વીતી ગયા છતાં આ માંગ સંતોષાઈ નથી. અગાઉ કેશુભાઈ પટેલની સરકાર વખતે અને ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપ દ્વારા આ અંગે વચનો આપવામાં આવ્યા હતા, છતાં આજદિન સુધી પરિણામ શૂન્ય છે.
અમરેલી, ગીર સોમનાથ, જામનગર અને મોરબીમાં પણ કલેક્ટર અને મામલતદારને આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. હાલમાં હાઈકોર્ટમાં નોંધાતા કુલ કેસોમાંથી ૪૦% કેસ સૌરાષ્ટ્ર-કચ્છના હોય છે. જો રાજકોટમાં બેન્ચ શરૂ થાય તો આવિસ્તારના લોકોને ઘરઆંગણે ઝડપી અને સસ્તો ન્યાય મળી શકે, સાથે જ મુસાફરીન સમય પણ બચે. નોંધનીય છે કે ગયા વર્ષે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે પણ સૌરાષ્ટ્રની વસ્તી અને ભૌગોલિક પરિસ્થિતિ-ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકાર-બેન્ચની જરૂરિયાત અંગેની વિધિવત દરખા કરી હતી.
અન્ય રાજ્યોમાં એકથી વધુ બેન્ચ, તો ગુજરાતને કેમ નહિ?
વકીલો દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કે અન્ય રાજ્યોમાં હાઈકોર્ટની એકથી વધુ બેન્ચ કાર્યરત છે, તો ગુજરાતને બીજી બેન્ચ કેમ આપવામાં નથી આવતી?
મહારાષ્ટ્ર : 4 બેન્ચ
આસામ : 4 બેન્ચ (માત્ર ૧.૪૦ કરોડની વસ્તી હોવા છતાં)
પશ્ચિમ બંગાળ : 3 બેન્ચ
મધ્યપ્રદેશ: 3 બેન્ચ
કર્ણાટક : 2 બેન્ચ
રાજસ્થાન : 2 બેન્ચ
