MP વિધાનસભામાં UCC બિલ પસાર: લગ્નથી લિવ-ઈન સુધી એકસમાન કાયદો: 404 કલમોવાળું બિલ, રજિસ્ટ્રેશન હવે ફરજિયાત
ગૃહમાં હંગામો, બહાર નારેબાજી અને અંદર પાટલીઓનો ગડગડાટ! ભારે વિપક્ષી વિરોધ વચ્ચે પણ મધ્ય પ્રદેશ સરકારે ઈતિહાસ રચી દીધો. મંગળવારે MP વિધાનસભામાં ‘યૂનિફોર્મ સિવિલ કોડ’ બિલ સર્વાનુમતે પસાર થઈ ગયું. આ સાથે જ ઉત્તરાખંડ બાદ MP દેશનું ચોથું રાજ્ય બન્યું જ્યાં એક દેશ-એક કાયદો લાગુ થવા જઈ રહ્યો છે. CM મોહન યાદવે કહ્યું – “કુદરતે બધાને સમાન બનાવ્યા તો કાયદો પણ સમાન જ હોવો જોઈએ.”
હંગામા વચ્ચે પસાર થયું UCC બિલ
મધ્ય પ્રદેશ વિધાનસભામાં મંગળવારે UCC બિલને લઈને જબરદસ્ત રાજકીય ઘમાસાણ જોવા મળ્યું. વિપક્ષે ભારે હોબાળો કર્યો અને બિલનો વિરોધ કર્યો. પરંતુ આ તમામ વિરોધ વચ્ચે CM મોહન યાદવ સરકારનો પક્ષ મજબૂતાઈથી રજૂ કર્યો.
વિપક્ષના આક્ષેપોનો જવાબ આપતા CMએ કહ્યું, _”જે લોકો હિંદુની વાત કરશે, રાજ તેમનું જ રહેશે.”_ તેમણે ઉમેર્યું કે _”જ્યારે કુદરત અને ઈશ્વરે તમામ મનુષ્યોને એક સમાન બનાવ્યા છે, તો પછી માણસો દ્વારા બનાવવામાં આવેલા કાયદામાં પણ દેશના તમામ નાગરિકો માટે સંપૂર્ણ સમાનતા હોવી જોઈએ.”_
CMના આ નિવેદન બાદ સત્તાપક્ષના સભ્યોએ પાટલીઓ થાપટીને બિલનું સ્વાગત કર્યું.
આ પણ વાંચો: રાહુલ-પ્રિયંકા સહિત કોંગ્રેસ નેતાઓ ધરણા પર, મોદી-શાહના રાજીનામાની માંગ
બિલની મુખ્ય જોગવાઈઓ – લગ્નથી લઈને સરોગેસી સુધી
આ બિલ નિવૃત્ત જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતાવાળી ખાસ કમિટી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તે ખૂબ જ વિસ્તૃત છે – 4 ભાગ, 404 કલમો અને 7 પરિશિષ્ટ. બિલ બનાવતા પહેલા 9.58 લાખથી વધુ જનતાના સૂચનો લેવામાં આવ્યા હતા.
નવા કાયદા હેઠળ MPના તમામ ધર્મ-જ્ઞાતિના નાગરિકો માટે પારિવારિક બાબતોમાં એકસમાન નિયમો લાગુ થશે:
– લગ્ન અને છૂટાછેડા: તમામ માટે લગ્ન નોંધણી અને છૂટાછેડાના નિયમો સમાન
– ભરણપોષણ: છૂટાછેડાના કિસ્સામાં ભરણપોષણના અધિકારો સમાન
– મિલકતનો ઉત્તરાધિકાર: જમીન-જાયદાદમાં પુત્ર અને પુત્રીને સમાન હક
– દત્તક અને સરોગેસી: પ્રક્રિયા પારદર્શી અને સર્વસમાવેશક બનાવાઈ
સૌથી મોટી જોગવાઈ: લિવ-ઈન અને IVF માટે કાયદો
આ બિલની સૌથી ક્રાંતિકારી જોગવાઈ લિવ-ઈન રિલેશનશિપને લઈને છે. હવે MPમાં લિવ-ઈનમાં રહેતા દરેક યુગલે સ્થાનિક પ્રશાસન સમક્ષ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે.
તેની સાથે જ IVF / ટેસ્ટ ટ્યુબ બેબીથી જન્મેલા બાળકોના અધિકારોને પણ કાનૂની રક્ષણ આપવામાં આવ્યું છે. આવા બાળકોને પણ સમાજમાં અને પિતાની મિલકતમાં અન્ય બાળકોની જેમ જ સમાન દરજ્જો મળશે.
દેશનું 4th રાજ્ય બન્યું MP
આ બિલ પસાર થતા જ મધ્ય પ્રદેશ ઉત્તરાખંડ બાદ UCC લાગુ કરનાર દેશનું ચોથું રાજ્ય બની ગયું છે. સરકારનું કહેવું છે કે આ કાયદો સમાજમાં સમાનતા લાવશે અને પારિવારિક વિવાદોને ઘટાડશે.
