Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

વૈષ્ણોદેવી મંદિરમાં રૂપિયા 550 કરોડની નકલી ચાંદીનું કૌભાંડ

Tue, July 14 2026

જમ્મુ-કાશ્મીરની કોર્ટે પોલીસને તપાસ કરી અહેવાલ માટે આપ્યો આદેશ

જમ્મુ-કાશ્મીરમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડમાં ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલા ચાંદીના ચઢાવામાં અંદાજે 550 કરોડ રૂપિયાથી વધુના નકલી ચાંદી અને મિલાવટના મામલે જમ્મુ કોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. જમ્મુના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ  મુનીશ કુમાર મન્હાસની અદાલતે ક્રાઈમ બ્રાન્ચના તપાસ અધિકારીને કેસના તમામ જરૂરી દસ્તાવેજો અને રેકોર્ડ સાથે આગામી સુનાવણીમાં વ્યક્તિગત રીતે હાજર રહેવાનો આદેશ કર્યો છે. આ હાઈપ્રોફાઈલ મામલાની આગામી સુનાવણી 29 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.

આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે શ્રાઈન બોર્ડમાં ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલી આશરે 20 ટન જેટલી જમા ચાંદીને શુદ્ધતાની તપાસ, ઓગળવા અને પ્રોસેસિંગ માટે મોકલવામાં આવી હતી. લેબ ટેસ્ટિંગના અહેવાલોમાં ચોંકાવનારો ખુલાસો થયો કે આ આખા જથ્થામાંથી માત્ર 5 થી 6 ટકા ચાંદી જ અસલી હતી. બાકીની અંદાજે 94 ટકા ચાંદી નકલી અથવા અત્યંત હલકી ગુણવત્તાની માલૂમ પડી હતી. જેમાં કેડમિયમ, લોખંડ અને અન્ય સસ્તા ધાતુઓની મોટા પાયે મિલાવટ કરવામાં આવી હતી. આ નકલી ચાંદીનું અંદાજિત મૂલ્ય 550 કરોડ રૂપિયાથી વધુ હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: નેપાળમાં હાથીએ 14 વર્ષમાં એક જ પરિવારના ચાર સભ્યોને મારી નાખ્યા

વરિષ્ઠ વકીલ દીપક શર્માએ આ મામલે સૌપ્રથમ 9 મેના રોજ આઈજીપી (ક્રાઈમ બ્રાન્ચ, જમ્મુ) અને એસએસપી (આર્થિક ગુના શાખા) સમક્ષ વિગતવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં ગુનાહિત કાવતરું, છેતરપિંડી, વિશ્વાસઘાત, સરકારી રેકોર્ડમાં હેરફેર અને કેડમિયમ યુક્ત સામગ્રીના ગેરકાયદેસર ઉપયોગ જેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કોઈ નક્કર એફઆઈઆર ન નોંધાતા, અરજદારે આખરે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતનો દરવાજો ખખડાવ્યો હતો.

ફરિયાદી વકીલે કહ્યું, તપાસ માત્ર કાગળ પર જ આગળ વધી રહી હતી

કોર્ટના આદેશ બાદ ક્રાઈમ બ્રાન્ચે એક સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો હતો, જેમાં જણાવાયું હતું કે ફરિયાદને વહીવટી મંજૂરી માટે શ્રીનગર હેડક્વાર્ટર મોકલવામાં આવી છે. આ રિપોર્ટ સામે વાંધો ઉઠાવતા વકીલ દીપક શર્માએ દલીલ કરી હતી કે ફરિયાદને માત્ર કાગળ પર આગળ ધપાવવી એ કાયદાકીય કાર્યવાહી નથી. ક્રાઈમ બ્રાન્ચ (ઇકોનોમિક ઓફેન્સ વિંગ) પોતે એક નોટિફાઇડ પોલીસ સ્ટેશન છે. જેના એસપી  સ્ટેશન હાઉસ ઓફિસર તરીકે કામ કરે છે. તેથી, ‘ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023 ’ BNSS મુજબ ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક એફઆઈઆર નોંધીને તપાસ કરવી કાયદાકીય રીતે ફરજિયાત છે અને તેઓ આ મામલો અન્ય પોલીસ વિભાગ પર ઢોળીને પોતાની જવાબદારીમાંથી બચી શકે નહીં.

Tags:

ConsumerProtectionCorruptionInIndiaCrimeNewsFakeSilverScamFinancialFraudFraudInvestigationIndianTemplesScamAlertScamAwarenessScamExposedScamInvestigationSilverScamTempleFraudVaishnoDeviVaishnoDeviTemple

Share Article

Other Articles

Previous

અનિલ મેનનની ઉડાન અને ‘ગગનયાન’ ની તૈયારી વચ્ચે આકાર લેતું ભારતનું નવું સ્પેસ-વિઝન!

Next

નેપાળમાં હાથીએ 14 વર્ષમાં એક જ પરિવારના ચાર સભ્યોને મારી નાખ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
દિલ્હીના કનોટ પ્લેસમાં તિરંગો લહેરાવવાનું એલાન, અભિજીત દિપકેએ કહ્યું – તિરંગો લહેરાવવો ગુનો નથી
13 કલાક પહેલા
ICC રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનું રાજ! શ્રેયસ ઐયરની મોટી છલાંગ, ગિલનું વર્ચસ્વ યથાવત, ટોપ-4માં 3 ભારતીય ખેલાડીઓ
14 કલાક પહેલા
મોદી કેબિનેટની દિવાળી ગિફ્ટ : 78 દિવસના બોનસની જાહેરાત, જાણો કોને મળશે લાભ
14 કલાક પહેલા
સૌરભ રાજપૂતને મળ્યો ન્યાય : મેરઠના બહુચર્ચિત હત્યાકાંડમાં મુસ્કાન અને તેના પ્રેમી સાહિલને ફાંસીની સજા
15 કલાક પહેલા
Categories

નેશનલ

3755 Posts

Related Posts

કયું સોનું લેવાય 22 કેરેટ કે 24 કેરેટ? જાણો સોનાનું સીક્રેટ-
બિઝનેસ
2 વર્ષ પહેલા
‘મમ્‍મી-પપ્પા માફ કરી દેજો’, ડોક્‍ટર બનવાનું સપનું હું પૂરું ન કરી શકી’ સ્યુસાઈડ નોટ લખી વિદ્યાર્થીનીનો આપઘાત
ક્રાઇમ
2 વર્ષ પહેલા
સૌરાષ્ટ્રમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો : સવા માસમાં જ પકડ્યો 6.65 કરોડનો 1 લાખ બોટલ દારૂ! 8.56 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે
ક્રાઇમ
10 મહિના પહેલા
પાકિસ્તાનની ‘સિંધુ જળ સંધિ’ મુદ્દે ખોખલી ધમકી અને ભારતનું ભૌગોલિક ‘જળ-બ્રહ્માસ્ત્ર’
ઇન્ટરનેશનલ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર