Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

ઈરાનના હુમલામાં અમેરિકી પેટ્રિયોટ સિસ્ટમ અને ડ્રોનના કાફલાનો ખાત્મો

Mon, July 13 2026

જોર્ડન, કતાર, કુવૈત, બહેરીન અને ઓમાનના યુએસ બેઝ પર  ઈરાનના મિસાઇલ-ડ્રોન હુમલા

અમેરિકાએ હોર્મુઝ નજીક ઈરાનના મિસાઇલ, એર ડિફેન્સ અને આઈઆરજીસીના ઠેકાણાઓ પર કરેલા નવા હુમલાના કલાકોમાં જ ઈરાને ખાડીના વિવિધ દેશોમાં આવેલા અમેરિકી લશ્કરી મથકો પર સંકલિત મિસાઇલ અને ડ્રોન હુમલાઓ કર્યા હતા. ઈરાને પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમ, ડ્રોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, દારૂગોળાના ભંડારો અને રડાર સ્ટેશનનો નાશ કર્યો હોવાનો દાવો કર્યો છે.જો કે  અમેરિકા આ દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ કરતું નથી. તાજા હુમલાઓથી સમગ્ર ખાડી પ્રદેશમાં યુદ્ધ વધુ વ્યાપી ગયું છે અને હોર્મુઝ જળમાર્ગ અંગેનું સંકટ વધુ ઘેરું બન્યું છે.

મધ્ય પૂર્વમાં ફરી યુદ્ધ શરૂ થઈ ગયું છે. અમેરિકાની સતત સૈન્ય કાર્યવાહીના જવાબમાં કુવૈત, બહેરીન, કતાર, ઓમાન અને જોર્ડનમાં આવેલા અમેરિકી મથકો પર મિસાઇલ અને ડ્રોનથી હુમલા કરવામાં આવ્યા હોવાનું ઈરાનની ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ જણાવ્યું હતું. કુવૈતમાં પેટ્રિયોટ મિસાઇલ સિસ્ટમ, રડાર સ્ટેશન અને દારૂગોળાના ભંડારોને નિશાન બનાવવામાં આવ્યા હોવાનો પણ ઈરાને દાવો કર્યો છે. બીઓમાનના ડુકમ બંદરે અમેરિકી વિમાનવાહક જહાજોને સહાય કરતી સુવિધાઓ પર ભારે હુમલો કરાયો હોવાનો ઈરાનનો દાવો છે. બહેરીનના શેખ ઈસા એર બેઝના સંચાર તંત્ર અને રડાર સુવિધાઓને પણ નિશાન બનાવવામાં આવી હોવાનું જણાવાયું છે.

આ પણ વાંચો: ગયા વર્ષની ઘટના બાદ 18 હાથીઓ માટે પોલીસની નવી ‘સ્માર્ટ સિક્યુરિટી’ સિસ્ટમ અમલમાં મુકાશે

ઈરાની હુમલામાં કતારના અલ ઉદૈદ એર બેઝ પર બેલિસ્ટિક મિસાઇલ હુમલામાં ફાઇટર જેટના મેન્ટેનન્સ સેન્ટર અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સુવિધાને નુકસાન પહોંચ્યું હતું. જોર્ડનના પ્રિન્સ હસન એર બેઝ પર મિસાઇલ અને ડ્રોન હુમલાથી ઇંધણના ટાંકાઓ અને દારૂગોળાના ભંડાર આગમાં લપેટાઈ ગયા હતા.

અમેરિકાના તાજા હુમલાથી ઈરાનના અનેક શહેરો ધણધણ્યા

અમેરિકાએ રવિવારે ઈરાનના એર ડિફેન્સ નેટવર્ક, મિસાઇલ લોન્ચિંગ સુવિધાઓ, કોસ્ટલ રડાર, ડ્રોન બેઝ અને આઈઆરજીસીની સ્પીડ બોટ્સ પર વ્યાપક હુમલા કર્યા હતા  હોર્મુઝ નજીકના અનેક લશ્કરી વિસ્તારો ઉપરાંત બંદર અબ્બાસ અને કેશ્મ ટાપુ નજીક પણ વિસ્ફોટોના અહેવાલ મળ્યા. અમેરિકાનું કહેવું છે કે આ કાર્યવાહીનો હેતુ ઈરાનની દરિયાઈ હુમલા કરવાની ક્ષમતા ઘટાડવાનો હતો. અમેરિકાએ એક ઈરાની ક્રૂઝ મિસાઇલ અને એટેક ડ્રોનને પણ હવામાં જ તોડી પાડ્યાનો દાવો કર્યો.

ઘર્ષણ હવે આખા ખાડી પ્રદેશમાં વિસ્તર્યું

ઈરાનના હુમલાથી હવે યુદ્ધ માત્ર અમેરિકા અને ઈરાન સુધી મર્યાદિત રહ્યું નથી. કતાર, બહેરીન, કુવૈત, ઓમાન અને જોર્ડન સુધી તેની અસર પહોંચી છે. યુએઈએ પોતાના એર ડિફેન્સ દ્વારા મિસાઇલ અને ડ્રોનને અટકાવ્યાનો દાવો કર્યો છે. બહેરીને અનેક હવાઈ હુમલાઓ નિષ્ફળ બનાવ્યાનું જણાવ્યું, જ્યારે જોર્ડને મિસાઇલ હુમલાની પુષ્ટિ કરી હતી. કુવૈતમાં એક ઓઈલ ડ્રિલિંગ પ્લેટફોર્મને નુકસાન થતાં એક કર્મચારી ઘાયલ થયો હતો. કતારમાં પડેલા કાટમાળથી એક બાળક સહિત ત્રણ લોકો ઘાયલ થયા હોવાનું જણાવાયું છે.

હોર્મુઝ સંકટ વધુ ઘેરું બન્યું

તાજા હુમલાઓ બાદ હોર્મુઝ જળમાર્ગ અંગેનું સંકટ વધુ ગંભીર બન્યું છે. ઈરાને તાજેતરમાં રચેલી પર્શિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટીએ અમેરિકી સૈન્યની કાર્યવાહીને કારણે હાલ જળમાર્ગમાંથી સલામત અવરજવર શક્ય નથી એવો દાવો કર્યો છે. જોકે અમેરિકાએ આ દાવો ફગાવીને કહ્યું કે હોર્મુઝ પર ઈરાનનો કબજો નથી અને વેપારી જહાજોની અવરજવર ચાલુ છે. તેમ છતાં વેપારી જહાજો માટે સુરક્ષાનું જોખમ નોંધપાત્ર રીતે વધી ગયું છે અને સમગ્ર વિશ્વની નજર હવે હોર્મુઝ પર કેન્દ્રિત થઈ છે.

Tags:

AerialWarfareDefenseTechnologyDroneFleetDronesInWarfareGeopoliticsGlobalSecurityIranAttackIranianMilitaryMiddleEastConflictMilitaryNewsMilitaryStrategyNationalSecurityUSMilitaryUSPatriotSystemWarAnalysis

Share Article

Other Articles

Previous

સોફ્ટવેર એન્જિનિયરે સ્ત્રી મિત્રની હત્યા કર્યા પછી પોતે પણ કરી લીધો આપઘાત

Next

ગયા વર્ષની ઘટના બાદ 18 હાથીઓ માટે પોલીસની નવી ‘સ્માર્ટ સિક્યુરિટી’ સિસ્ટમ અમલમાં મુકાશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
દિલ્હીના કનોટ પ્લેસમાં તિરંગો લહેરાવવાનું એલાન, અભિજીત દિપકેએ કહ્યું – તિરંગો લહેરાવવો ગુનો નથી
7 કલાક પહેલા
ICC રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનું રાજ! શ્રેયસ ઐયરની મોટી છલાંગ, ગિલનું વર્ચસ્વ યથાવત, ટોપ-4માં 3 ભારતીય ખેલાડીઓ
8 કલાક પહેલા
મોદી કેબિનેટની દિવાળી ગિફ્ટ : 78 દિવસના બોનસની જાહેરાત, જાણો કોને મળશે લાભ
9 કલાક પહેલા
સૌરભ રાજપૂતને મળ્યો ન્યાય : મેરઠના બહુચર્ચિત હત્યાકાંડમાં મુસ્કાન અને તેના પ્રેમી સાહિલને ફાંસીની સજા
10 કલાક પહેલા
Categories

નેશનલ

3755 Posts

Related Posts

મહિલાની દરેક વાત સાચી માની શકાય નહીં : જાતીય સતામણીના કેસ અંગે કેરળ હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકો પર લક્ષ્મીજીની કૃપા થશે, નવા પ્રોજેક્ટની શરૂઆત તેમજ આર્થિક લાભ થશે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
યુપીમાં કેવી સર્જાઇ દુર્ઘટના ? વાંચો
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
લાયન સફારી પાર્ક ૩૧ જૂલાઈએ તૈયાર નહીં થાય: હવે વધુ છ મહિના લાગશે!
રાજકોટ
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર