Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingગુજરાતબ્રેકિંગ ન્યૂઝ

ગિરનાર પર્વત પરથી પરિવારની નજર સામે જ બાળકને સિંહ ઉઠાવી ગયો: જંગલમાંથી માત્ર અવશેષો મળ્યા

Sat, July 11 2026

જૂનાગઢના આસ્થાના કેન્દ્ર ગિરનાર પર્વત પરથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. વહેલી સવારે દર્શન માટે આવેલા મહેમદાવાદના એક પરિવાર પર સિંહે હુમલો કર્યો. ગિરનારની મુખ્ય સીડીના માત્ર 50 પગથિયાં ચડ્યા હતા ત્યારે જ અંધારામાંથી આવેલા સિંહે 12 વર્ષના બાળક મયૂરસિંહને મોંમાં દબાવીને જંગલમાં ખેંચી ગયો. કલાકોની શોધખોળ બાદ જંગલમાંથી બાળકના કપડાં અને શરીરના અવશેષો જ મળી આવ્યા છે. ઘટના બાદ વન વિભાગે મુખ્ય સીડી બંધ કરી દીધી છે અને સિંહને પકડવા પાંજરા ગોઠવવામાં આવ્યા છે.

50 પગથિયાં પર જ સિંહે કર્યો હુમલો 

આ ઘટના ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામના પરિવાર સાથે બની. પરિવાર વહેલી સવારે ગિરનાર દર્શન માટે આવ્યો હતો. બાળકના કાકા અનિલકુમારસિંહ ચૌહાણના જણાવ્યા મુજબ, “અમે મુખ્ય ગેટથી અંદર માત્ર 50 પગથિયાં ઉપર જ પહોંચ્યા હતા. આ દરમિયાન અંધારામાંથી અચાનક એક સિંહે આવીને પાછળથી મારા 12 વર્ષના ભત્રીજા મયૂરસિંહ પર તરાપ મારી. સિંહ તેને મારા હાથમાંથી જ ખેંચીને સેકન્ડોમાં જંગલ તરફ ભાગી ગયો.”

જંગલમાંથી મળ્યા માત્ર અવશેષો 

બાળકની ચીસ સાંભળીને પરિવાર અને અન્ય યાત્રિકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક વન વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી. જંગલમાં ભારે શોધખોળ કરતા મયૂરસિંહના બૂટ, લોહીથી લથબથ કપડાં અને શરીરના કેટલાક અવશેષો જ મળી આવ્યા.

આ પણ વાંચો: અમદાવાદમાં તમામ 13 પોર્ટલ બીમનું લોન્ચિંગ સફળ: 1,640 ટનનો બીમ માત્ર 3 કલાકમાં ગોઠવાયો

તંત્ર એક્શનમાં, મુખ્ય સીડી બંધ 

આ કરુણ ઘટના બાદ વહીવટી તંત્ર દોડતું થયું છે: 

1. સુરક્ષા માટે પગલાં: યાત્રિકોની સુરક્ષા માટે ગિરનારની મુખ્ય સીડી પર અવરજવર તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે. 

2. વૈકલ્પિક રસ્તો: શ્રદ્ધાળુઓને હવે જટાશંકર નજીકની જૂની સીડીનો ઉપયોગ કરવા માટે સૂચના આપવામાં આવી છે. 

3. સિંહની શોધ: વન વિભાગની અનેક ટીમો બનાવીને જંગલમાં સિંહની શોધખોળ શરૂ કરવામાં આવી છે. હુમલાખોર સિંહને પકડવા માટે વિવિધ સ્થળોએ પાંજરા પણ ગોઠવવામાં આવ્યા છે.

પરિવાર અને સ્થાનિકોનો આક્રોશ 

મૃતક બાળકના પરિવારે વહીવટી તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. તેમની મુખ્ય માંગ છે કે ગિરનારની સીડીઓ પર પૂરતી લાઈટની વ્યવસ્થા નથી. અંધારાના કારણે વન્યજીવ બેઠો હોય તો પણ દેખાતો નથી. પરિવારે માંગ કરી છે કે તાત્કાલિક સીડી પર લાઈટ લગાવવામાં આવે અને અમુક અંતરે ફોરેસ્ટના કર્મચારીઓ તહેનાત કરવામાં આવે.

ગિરનાર એશિયાટિક સિંહનું ઘર ગણાય છે. અગાઉ પણ અહીં વન્યજીવ અને માણસના સંઘર્ષના કિસ્સા સામે આવ્યા છે. આ ઘટના બાદ વન વિભાગે યાત્રિકોને સવાર વહેલા અને સાંજ મોડા એકલા પ્રવાસ ન કરવાની અપીલ કરી છે.

Tags:

AnimalBehaviorChildSafetyFamilyTragedyForestMysteryGirnarMountainHumanWildlifeConflictLionAttackLionEncounterNatureAwarenessNatureDocumentarySurvivalStoryWildlifeConservationWildlifeIncidentWildlifeProtection

Share Article

Other Articles

Previous

સિંહે યુવાનને ફાડી ખાધો તેમાં વાંક જંગલના રાજાનો છે કે બેશરમ મનુષ્યની ગેરશિસ્તનો?

Next

અમદાવાદમાં તમામ 13 પોર્ટલ બીમનું લોન્ચિંગ સફળ: 1,640 ટનનો બીમ માત્ર 3 કલાકમાં ગોઠવાયો 

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
4000 કરોડની ભવ્યતા સાથે આવી રહી છે પ્રભુ શ્રીરામની ભવ્ય ગાથા
37 મિનિટutes પહેલા
હોર્મુઝનો રસ્તો બંધ થયો તો પેટ્રોલ-ડીઝલ 10 રૂપિયા મોંઘા થઈ શકે: IEAની ચેતવણી
1 કલાક પહેલા
મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન, અમદાવાદ દ્વારાસંગઠિત-અસંગઠિત શ્રમિકોને વિશ્વસ્તરીય તાલીમ
2 કલાક પહેલા
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મહત્વના 18 કરાર, 2030 સુધી સાત અબજ ડોલરના વેપારનું લક્ષ્ય
2 કલાક પહેલા
Categories

નેશનલ

3251 Posts

Related Posts

રાજકોટ : લોકોના કામ માટે 24X7 ‘એક્ટિવ’ રહેતાં જયમીન ઠાકરનું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે એક વર્ષ પૂર્ણ
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈની બદલી : ઔડામાં મુકાયા : રાજકોટના કમિશનર તરીકે ભરૂચના કલેકટર તુષાર સુમેરાની નિમણુંક
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આ વખતે વેલેન્ટાઈન ડેને હિંસક બનાવવા આવી રહી છે શહીદ કપૂરની ફિલ્મ ‘દેવા’ : પોસ્ટર રીલીઝ
Entertainment
2 વર્ષ પહેલા
તમે જે ક્રિકેટ જૂઓ છો તે એકદમ ‘ક્લિન’ છે !!
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર