Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝ

અમદાવાદમાં તમામ 13 પોર્ટલ બીમનું લોન્ચિંગ સફળ: 1,640 ટનનો બીમ માત્ર 3 કલાકમાં ગોઠવાયો 

Sat, July 11 2026

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. અમદાવાદમાં 18 કિમી લાંબા એલિવેટેડ વાયાડક્ટ માટે જરૂરી તમામ 13 ભારે પોર્ટલ બીમનું લોન્ચિંગ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. સૌથી મોટી વાત એ છે કે સાબરમતી ખાતે ગોઠવાયેલા 1,640 મેટ્રિક ટન વજનના સૌથી ભારે બીમને વ્યસ્ત રેલવે લાઇન ઉપર માત્ર 3 કલાકમાં જ સ્થાપિત કરી દેવામાં આવ્યો. ખાસ વાત એ કે આખી કામગીરી દરમિયાન એક પણ ટ્રેન રદ કે ડાયવર્ટ કરવી પડી ન હતી.

અમદાવાદમાં પૂર્ણ થયું પોર્ટલ બીમનું લોન્ચિંગ 

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે અમદાવાદ શહેરમાં 18 કિલોમીટર લાંબો એલિવેટેડ વાયાડક્ટ બનાવવામાં આવી રહ્યો છે. આ વાયાડક્ટ હાલની વ્યસ્ત રેલવે લાઇનોની ઉપરથી પસાર થાય છે. તેના માટે ખાસ ડિઝાઇન કરાયેલા 13 ભારે પોર્ટલ બીમ લગાવવાના હતા, જેનું કામ હવે પૂર્ણ થયું છે.

ક્યાં ક્યાં લાગ્યા 13 બીમ? 

રેલવે લાઇનને ક્રોસ કરવા માટે કુલ 13 પોર્ટલ બીમનું આયોજન હતું: 

1. મણિનગર: મુંબઈ-અમદાવાદ મુખ્ય રેલવે લાઇન ઉપર 5 પોર્ટલ બીમ 

2. વટવા: મુંબઈ-અમદાવાદ મુખ્ય રેલવે લાઇન ઉપર 7 પોર્ટલ બીમ 

3. સાબરમતી: અમદાવાદ-દિલ્હી મુખ્ય રેલવે લાઇન ઉપર 1 પોર્ટલ બીમ – આ જ સૌથી છેલ્લો અને સૌથી ભારે બીમ હતો

3 કલાકમાં ગોઠવાયો 1,640 ટનનો ‘દાનવ’ 

સાબરમતી ખાતે લોન્ચ કરાયેલો અંતિમ પોર્ટલ બીમ આ પ્રોજેક્ટનો સૌથી ભારે અને મોટો બીમ છે. 

– વજન: 1,640 મેટ્રિક ટન 

– લંબાઈ: 34.5 મીટર 

– ક્રોસ-સેક્શન: 5.5 મીટર x 4.5 મીટર 

આટલા ભારે બીમને માત્ર 3 કલાકમાં રેલવે લાઇન ઉપર લોન્ચ કરવામાં આવ્યો. આ કામગીરી માટે 2,200 મેટ્રિક ટન ક્ષમતા ધરાવતી વિશાળ ક્રોલર ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

કેવી રીતે થયું આટલું મુશ્કેલ કામ? 

આ કામ સૌથી વધુ પડકારજનક હતું કારણ કે કામની જગ્યા ખૂબ મર્યાદિત હતી અને નીચે ભારતીય રેલવેની વ્યસ્ત ટ્રેનો દોડી રહી હતી. એન્જિનિયરોએ અત્યંત ઝીણવટપૂર્વક આયોજન કર્યું અને ભારતીય રેલવે સાથે નજીકથી સંકલન સાધ્યું. 

પરિણામે કામગીરી દરમિયાન રેલવેની તમામ ટ્રેન સેવાઓ સુરક્ષિત રીતે અને કોઈપણ વિક્ષેપ વિના ચાલુ રહી.

આગળ શું? 

અમદાવાદમાં પોર્ટલ બીમનું કામ પૂર્ણ થવા સાથે જ બુલેટ ટ્રેનના વાયાડક્ટનું બાંધકામ વધુ ઝડપે આગળ વધશે. આ બીમ ભવિષ્યમાં બુલેટ ટ્રેનના ટ્રેકને મજબૂત સપોર્ટ આપશે અને 350 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેનને સુરક્ષિત રીતે પસાર કરશે. પ્રોજેક્ટ ટીમના જણાવ્યા મુજબ આ સિદ્ધિ બુલેટ ટ્રેનને સમયસર પૂર્ણ કરવાની દિશામાં એક મોટું પગલું છે.

Tags:

AhmedabadBeamLaunchCivilEngineeringConstructionInnovationConstructionSuccessEngineeringMarvelFastTrackProjectHeavyLiftingInfrastructureDevelopmentInnovativeConstructionPortalBeamsProjectCompletionSmartCityTransportationInfrastructureUrbanDevelopment

Share Article

Other Articles

Previous

ગિરનાર પર્વત પરથી પરિવારની નજર સામે જ બાળકને સિંહ ઉઠાવી ગયો: જંગલમાંથી માત્ર અવશેષો મળ્યા

Next

રાજકોટ TRP કાંડ મામલે 6 અધિકારીઓને સજા, ફાયર-TPOના મોટા અધિકારીઓ નોકરીમાંથી બરતરફ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
4000 કરોડની ભવ્યતા સાથે આવી રહી છે પ્રભુ શ્રીરામની ભવ્ય ગાથા
5 મિનિટutes પહેલા
હોર્મુઝનો રસ્તો બંધ થયો તો પેટ્રોલ-ડીઝલ 10 રૂપિયા મોંઘા થઈ શકે: IEAની ચેતવણી
34 મિનિટutes પહેલા
મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન, અમદાવાદ દ્વારાસંગઠિત-અસંગઠિત શ્રમિકોને વિશ્વસ્તરીય તાલીમ
1 કલાક પહેલા
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મહત્વના 18 કરાર, 2030 સુધી સાત અબજ ડોલરના વેપારનું લક્ષ્ય
1 કલાક પહેલા
Categories

નેશનલ

3251 Posts

Related Posts

દરેક ભારતીયને AI સાથે જોડવા માટે જીઓ બ્રેઈનના નામથી AI લાવશું અને તેનું ડેટા સેન્ટર જામનગરમાં હશે, દિવાળી સુધીમાં જીઓ AI કલાઉડ પણ લોન્ચ કરાશે : મુકેશ અંબાણીની મહત્વની જાહેરાત
Breaking
2 વર્ષ પહેલા
સેલ્ફી લેવા જતા 71 વર્ષીય તબીબનો જીવ ગયો
રાજકોટ
2 વર્ષ પહેલા
મુનીરલાલ કે હસીન સપને, પાકિસ્તાનના CDF બન્યા બાદ આસીમ મુનીરે કહ્યું, હવે ભારત હુમલો કરશે તો અમે કડક જવાબ આપશું
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
રાજકોટમાં ચાંદીપુરા વાઇરસને લઈને આરોગ્ય વિભાગ દોડતું થયું
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર