Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingગુજરાતનેશનલબ્રેકિંગ ન્યૂઝ

16 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને 80 કિમીની ઝડપે તોફાની પવનનું એલર્ટ

Fri, July 3 2026

ગરમીથી ત્રસ્ત દેશ પર હવે મેઘરાજા મહેરબાન થવા સાથે કહેર પણ બની શકે છે. હવામાન વિભાગે આજે 3 જુલાઈએ ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ સાથે વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે. કેટલીક જગ્યાએ 80 કિમીની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળી પડવાની પણ શક્યતા છે.

લો પ્રેશર સિસ્ટમથી ચોમાસું સક્રિય 

IMDના જણાવ્યા મુજબ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી અને તેને અડીને આવેલા ઉત્તરી ઓડિશા પશ્ચિમ બંગાળના તટ પર લો પ્રેશર એરિયા સર્જાયું છે. તેની અસરથી આગામી 5 થી 6 દિવસ સુધી દેશના મધ્ય ભાગોમાં ચોમાસું સક્રિય રહેશે. આગામી 2 થી 3 દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશના બાકીના ભાગો, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના કેટલાક વધુ વિસ્તારોમાં આગળ વધવા માટે સ્થિતિ સાનુકૂળ છે.

ક્યાં ક્યાં અતિભારે વરસાદની આગાહી 

2 થી 5 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને કોંકણમાં, 2 થી 4 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં, 3 અને 4 જુલાઈએ પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ઓડિશામાં તેમજ 3 થી 5 જુલાઈ દરમિયાન મધ્ય મહારાષ્ટ્રમાં કોઈ કોઈ જગ્યાએ અત્યંત ભારે વરસાદની સંભાવના છે.

રાજ્યવાર હવામાનનો ચિતાર

દિલ્હી: આજે હળવાથી ભારે વરસાદ સાથે વાવાઝોડાનું એલર્ટ છે. 70 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. તાપમાન 30 થી 36 ડિગ્રી વચ્ચે રહેશે.

ઉત્તર પ્રદેશ: મેરઠ, આગ્રા, કાનપુર, બાંદા સહિત અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 3 થી 8 જુલાઈ વચ્ચે વરસાદ વધશે અને 5 જુલાઈથી ગતિવિધિ તેજ થશે.

બિહાર: ભોજપુર, પૂર્ણિયા, કટિહાર, કિશનગંજ સહિતના જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ છે. 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

રાજસ્થાન: જયપુર, કોટા, ઉદયપુર, જોધપુર, બિકાનેર સહિતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે 40 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે. પશ્ચિમ રાજસ્થાનમાં ધૂળની ડમરીઓ સાથે વાવાઝોડાની શક્યતા છે. 5 થી 7 જુલાઈ દરમિયાન પશ્ચિમ રાજસ્થાન અને 7 થી 8 જુલાઈએ પૂર્વ રાજસ્થાનમાં ભારે વરસાદનું એલર્ટ છે.

ઉત્તરાખંડ: દેહરાદૂન, નૈનીતાલ, હરિદ્વાર સહિતના જિલ્લાઓમાં આજે હળવાથી મધ્યમ વરસાદ પડશે. 4 થી 8 જુલાઈ વચ્ચે ભારે વરસાદનું એલર્ટ છે અને પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન તથા અચાનક જળભરાવનો ખતરો છે.

હિમાચલ પ્રદેશ: શિમલા, કુલ્લુ, કાંગડા સહિતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 5 થી 8 જુલાઈ વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદથી ભૂસ્ખલન અને ફ્લેશ ફ્લડનો ખતરો વધી શકે છે.

જમ્મુ કાશ્મીર: શ્રીનગર, જમ્મુ, અનંતનાગ સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 40 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે. 7 અને 8 જુલાઈએ વરસાદનો રાઉન્ડ ફરી તેજ થશે.

ઝારખંડ: રાંચી, જમશેદપુર, ધનબાદ સહિતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ અને 40 થી 60 કિમીની ઝડપે પવનની શક્યતા છે. 4 થી 8 જુલાઈ વચ્ચે વરસાદની પ્રવૃત્તિ તેજ થશે.

હવામાન વિભાગે ટ્રાવેલ કરનાર લોકોને વેધર અપડેટ ચેક કરીને જ ઘરેથી નીકળવાની સલાહ આપી છે.

Tags:

ClimateAlertEmergencyPreparednessFloodWatchheavyrainNaturalDisasterrainfallSevereWeatherStateOfEmergencyStaySafeStormWarningWeatherForecastWeatherNewsWeatherUpdateWindAlertWindSpeed

Share Article

Other Articles

Previous

સરદાર સરોવર ડેમ 64 ટકા ભરાયો, માછીમારોને દરિયો ખેડવા પર બ્રેક

Next

ચીખલી 4 કલાકમાં 8 ઈંચથી તરબતર, ગણદેવી પણ 6 ઈંચથી જળબંબાકાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
એનર્જી ડ્રિંક્સને લાગી FSSAI ની બ્રેક: Red Bull, Sting પર ખોટા દાવાનો આરોપ, ‘ઉર્જા આપે છે’ લખવું ભારે પડશે
46 મિનિટutes પહેલા
8 જુલાઈથી ખુલશે 650 કરોડનો IPO, ગ્રે માર્કેટમાં નફાનો ગણગણાટ
1 કલાક પહેલા
ગુજરાત અને MPમાંથી પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીની ધરપકડ
2 કલાક પહેલા
ઉપલેટાનો વેણુ ડેમ-2 છલકાયો, 2 દરવાજા ખોલતા નીચાણવાળા ગામોને એલર્ટ
4 કલાક પહેલા
Categories

નેશનલ

3205 Posts

Related Posts

રાજકોટમાં આજથી નેશનલ સ્વિમિંગ કોમ્પિટિશન : 3500 તરવૈયાઓ જીત માટે મારશે ધુબાકા
ગુજરાત
2 વર્ષ પહેલા
World Autism Day 2025 : શું તમારું બાળક પણ છે ઓટીઝમનો શિકાર ?? જાણો ઓટીઝમ એટલે શું ? કઈ રીતે ઓળખી શકાય ?
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
દિલ્હી : 4 માળની બિલ્ડિંગમાં આગ લાગી : 3 ના મોત
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
હું આ પરિવારથી કંટાળી…રાજકોટની આત્મીય સ્કૂલની ધો.10ની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત,પોલીસે સ્યુસાઈડ નોટ કબ્જે કરી
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર