Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલનેશનલ

34 વર્ષના અંતરાલ બાદ ફરી મજબૂત બન્યા ભારત-સેશેલ્સ સંબંધો

Wed, July 1 2026

વડાપ્રધાનની તાજેતરની સેશેલ્સ મુલાકાત માત્ર એક કૂટનીતિક ઔપચારિકતા નથી, પરંતુ હિંદ મહાસાગરમાં ચીનની ઘેરાબંધી તોડવા માટેનું ભારતનું એક અત્યંત વ્યૂહાત્મક પગલું છે. દુનિયાના નકશામાં ટપકા સમાન દેખાતા આ ટાપુ દેશનો ઈતિહાસ અને ભારત સાથેના તેના સંબંધો ભૌગોલિક રાજકારણનો એક અદભુત પદાર્થપાઠ છે.

અહીં સ્વાભાવિક પ્રશ્ન થાય કે જે દેશની કુલ વસ્તી માંડ ૧ લાખ ૩૦ હજારની આસપાસ છે ત્યાં ભારતના વડાપ્રધાન પોતે જાય, સેશેલ્સની સંસદને સંબોધિત કરનાર પ્રથમ ભારતીય નેતા બને અને ૧૨૫૦ કરોડ રૂપિયાની ‘લાઈન ઓફ ક્રેડિટ’ (ધિરાણ) થી લઈને ડિફેન્સ અને સ્પેસ સુધીના કરારો કરે, તે શું દર્શાવે છે?

સેશેલ્સ એ હિંદ મહાસાગરમાં પથરાયેલા ૧૧૫ નાના-મોટા ટાપુઓનો સમૂહ છે. આ દેશનો ઈતિહાસ અન્ય દેશો કરતા એકદમ અલગ છે, કારણ કે ૧૮મી સદી સુધી આ ટાપુઓ પર કોઈ કાયમી માનવ વસાહત જ નહોતી! સદીઓ સુધી આ વિસ્તાર માત્ર દરિયાઈ ચાંચિયાઓ માટે સમુદ્રમાં આરામ કરવાનું અને છુપાવવાનું આશ્રયસ્થાન હતો. ૧૭૫૬ માં ફ્રેન્ચ લોકોએ આ ટાપુઓ પર સત્તાવાર કબજો જમાવ્યો અને ફ્રાન્સના રાજા લૂઈ પંદરમાના નાણામંત્રી ‘જીન મોરો ડી સેશેલ્સ’ ના નામ પરથી આ દેશનું નામ ‘સેશેલ્સ’ રાખવામાં આવ્યું. ત્યારબાદ ૧૯મી સદીની શરૂઆતમાં બ્રિટિશરોએ ફ્રેન્ચોને હરાવીને સેશેલ્સ પર પોતાનો કબજો જમાવ્યો. દાયકાઓ સુધી બ્રિટિશ શાસન હેઠળ રહ્યા પછી આખરે ૨૯ જૂન, ૧૯૭૬ ના રોજ આ દેશને બ્રિટિશરોની ગુલામીમાંથી મુક્તિ મળી. આજે સેશેલ્સ આફ્રિકા ખંડમાં સૌથી વધુ માથાદીઠ આવક  ધરાવતો દેશ છે, જેનું અર્થતંત્ર સંપૂર્ણપણે હાઈ-એન્ડ ટુરિઝમ અને ફિશિંગ પર નભે છે.

ભારત અને સેશેલ્સ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો ઘણા જૂના છે. આજે સેશેલ્સની વસ્તીમાં ૧૦% થી વધુ લોકો ભારતીય મૂળના (ખાસ કરીને તમિલ અને ગુજરાતી) છે. ૧૯૭૬ માં સેશેલ્સ આઝાદ થયું કે તરત જ ભારતે ત્યાં પોતાનું રાજદ્વારી મિશન શરૂ કરીને એક મજબૂત દોસ્તીનો પાયો નાખ્યો હતો.

આ પણ વાંચો : પાકિસ્તાનની ‘સિંધુ જળ સંધિ’ મુદ્દે ખોખલી ધમકી અને ભારતનું ભૌગોલિક ‘જળ-બ્રહ્માસ્ત્ર’

૧૯૮૧ માં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ સેશેલ્સની મુલાકાત લીધી હતી. છેક ૩૪ વર્ષના લાંબા રાજકીય અંતરાલ પછી ૨૦૧૫ માં ભારતીય વડાપ્રધાને સેશેલ્સની મુલાકાત લઈને આ શૂન્યાવકાશ ભર્યો હતો. તાજેતરમાં ૨૦૨૫ માં સેશેલ્સમાં પેટ્રિક હર્મિનીના નેતૃત્વમાં નવી સરકાર આવી અને સંબંધોએ નવી ગતિ પકડી. પશ્ચિમ એશિયાના યુદ્ધોને કારણે જ્યારે ખાડીના સમુદ્રી માર્ગો ખોરવાયા અને સેશેલ્સમાં જીવનજરૂરી ચીજોની અછત સર્જાઈ, ત્યારે ભારતે કોઈ પણ શરત વિના ચોખા અને સિમેન્ટનો વિશાળ જથ્થો મોકલીને પોતાને સેશેલ્સના ‘ફર્સ્ટ રિસ્પોન્ડર’ તરીકે સ્થાપિત કરી દીધું. જૂન ૨૦૨૬ ની વર્તમાન મુલાકાત એ જ સંબંધોને એક કાયમી સંસ્થાકીય માળખામાં ઢાળવાનો પ્રયાસ છે.

ભારત માટે સેશેલ્સનું મહત્ત્વ તે શું ‘ઉત્પાદન’ કરે છે તેમાં નથી, પરંતુ તે નકશામાં ક્યાં ‘સ્થિત’ છે તેમાં છે. ભૌગોલિક રાજકારણમાં આને ‘લોકેશનલ પાવર’ કહેવાય છે.

હિંદ મહાસાગરમાં પશ્ચિમ તરફ આવેલો આ દેશ મિડલ-ઇસ્ટ (અખાતી દેશો), પૂર્વ આફ્રિકા અને દક્ષિણ એશિયાને જોડતા સૌથી વ્યસ્ત સમુદ્રી માર્ગો પર બેઠો છે. સેશેલ્સ પાસે જમીન ભલે ઓછી હોય, પણ તેનો સમુદ્રી વિસ્તાર (Exclusive Economic Zone) લગભગ ૧૪ લાખ ચોરસ કિલોમીટર જેટલો વિશાળ છે. વડાપ્રધાને ત્યાંની સંસદમાં એટલે જ યોગ્ય શબ્દપ્રયોગ કરતા કહ્યું હતું કે, “સેશેલ્સ કોઈ નાનો ટાપુ દેશ નથી, તે એક વિશાળ સમુદ્રી દેશ છે.”

ભારત પોતાના દરિયાકિનારે બેસીને આખા પશ્ચિમી હિંદ મહાસાગર પર નજર રાખી શકે નહીં. તેથી જ ભારતે વર્ષોથી સેશેલ્સના ટાપુઓ પર પોતાની ‘આંખો’ પ્રસ્થાપિત કરી છે. ભારતે ત્યાં કોસ્ટલ રડાર સિસ્ટમ સ્થાપ્યું છે, ડોર્નિયર એરક્રાફ્ટ અને પેટ્રોલિંગ જહાજો ભેટમાં આપ્યા છે, અને ભારતીય નૌકાદળના જવાનોને તૈનાત કર્યા છે. આ આખું સેટઅપ ડ્રગ્સની હેરાફેરી, સમુદ્રી ચાંચિયાગીરી અને આ વિસ્તારમાં ગેરકાયદેસર માછલી પકડવા આવતા વિદેશી જહાજો પર બાજ નજર રાખવા માટે છે.

આ આખી મુલાકાત અને કરોડોના કરારો પાછળનો અદ્રશ્ય પણ સૌથી મોટો ખેલાડી ચીન છે. ચીન છેલ્લા એક દાયકાથી હિંદ મહાસાગરમાં ‘સ્ટ્રિંગ ઓફ પર્લ્સ’ની નીતિ હેઠળ શ્રીલંકાથી લઈને માલદીવ્સ અને આફ્રિકાના જીબુટી સુધી પોતાના નૌકાદળના અડ્ડા બનાવી રહ્યું છે. જો ભારત સેશેલ્સ જેવા વ્યૂહાત્મક દેશોને પોતાના પક્ષમાં ન રાખે, તો ચીન ત્યાંની અર્થવ્યવસ્થાને દેવાની જાળમાં ફસાવીને પોતાની સબમરીનો માટેનો નવો અડ્ડો બનાવી શકે છે. ભારતે પોતાની નવી સમુદ્રી નીતિ — ‘વિઝન મહાસાગર’ (MAHASAGAR – Mutual and Holistic Advancement for Security and Growth Across Regions) — દ્વારા એ સ્પષ્ટ કરી દીધું છે કે હિંદ મહાસાગરની સુરક્ષા એ ભારતની પ્રથમ પ્રાથમિકતા છે. તાજેતરની મુલાકાતમાં થયેલા UPI પેમેન્ટ સિસ્ટમના કરારો અને સંરક્ષણ ભાગીદારી એ દર્શાવે છે કે ભારત માત્ર સત્તાનો રોફ નથી જમાવતું, પણ એક ભાગીદાર તરીકે નાના દેશોના અર્થતંત્ર અને સુરક્ષાને આધુનિક ટેકનોલોજીથી મજબૂત કરી રહ્યું છે.

Tags:

34YearsLaterBilateralCooperationCulturalExchangeDiplomaticRelationsEconomicPartnershipGeopoliticalAlliesGlobalDiplomacyIndianDiplomacyIndianOceanRegionIndiaSeychellesIndiaSeychellesRelationsInternationalRelationsSeychellesVisitSouthAsiaStrengtheningBonds

Share Article

Other Articles

Previous

ટ્રમ્પને મોટો ફટકો; અમેરિકાની સુપ્રીમ કોર્ટે જન્મજાત નાગરિકતા માન્ય રાખી

Next

પાકિસ્તાનની ‘સિંધુ જળ સંધિ’ મુદ્દે ખોખલી ધમકી અને ભારતનું ભૌગોલિક ‘જળ-બ્રહ્માસ્ત્ર’

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં શ્વાનોને ખવડાવવા પર બેન, રાત્રે 8-9 દૂધની છૂટ
4 મિનિટutes પહેલા
આજથી કોમર્શિયલ LPG 183 રૂ. સસ્તો, ઘરેલુ સિલિન્ડરનો ભાવ યથાવત
1 કલાક પહેલા
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર બસ-ટ્રેલરની ટક્કર બાદ બસ ખાઈમાં ખાબકી
2 કલાક પહેલા
દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં મોડીરાતે મેઘરાજાની પધરામણી
2 કલાક પહેલા
Categories

નેશનલ

3184 Posts

Related Posts

અગ્નિવીર બનવાની સોનેરી તક: સંરક્ષણ મંત્રાલયે ભરતી માટેની વય મર્યાદા 21 વર્ષથી વધારી 22 વર્ષ કરી
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
પોલીસ, SRP, જેલ અને વન વિભાગમાં વર્ગ-3 સંવર્ગોની સીધી ભરતીમાં 20% અનામત
ગુજરાત
1 સપ્તાહ પહેલા
ગુટખા-પાન મસાલાનું સેવન કરનારની ખેર નહીં !! આ આ રાજ્યમાં તમાકુ પર પ્રતિબંધ, સરકાર દ્વારા લેવાયો મોટો નિર્ણય
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ઠો -ઠો ! શહેરમાં શરદી-ઉધરસના ઢગલો કેસ, 5ને ડેન્ગ્યુ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર