Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

વીજ કંપનીની જોહુકમી સામેના ખેડૂત આંદોલનમાં જેતપરમાં નારીશક્તિનો જનસેલાબ ઉમટી પડ્યો

Fri, June 26 2026

મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીની દાદાગીરી અને જોહુકમીના વિરોધમાં ચાલી રહેલ ખેડૂત આંદોલને આજે ૯મા દિવસમાં પ્રવેશ કર્યો છે. ગુરૂવારે સાંજે જેતપર ઉપવાસી છાવણી ખાતે વીજ કંપનીની તાનાશાહી સામે દીકરીઓએ એક નાટક રજૂ કર્યું હતું જે નાટક નિહાળવા અને ખેડૂત આંદોલને સમર્થન આપવા મોરબી જિલ્લામાંથી ૩૫ હજારથી વધુ નારી શક્તિ બહોળી સંખ્યામાં ઉમટી પડી રાજ્ય સરકાર અને ખાનગી વીજ કંપનીને ૪૮ કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું જે રાજ્ય સરકાર કોઈ નક્કર પગલાં નહીં લે તો મહિલાઓ બાઈક રેલી લઈ ગાંધીનગરને ઘેરાવ કરશે તેવી ચીમકી આપી છે.

મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ખાનગી વીજ કંપની હેવી ટેન્શનવાળી વીજલાઈન નાખી ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવતી ન હોય અને આડેધડ ખેતરમાં ખાડા કરી ખેડૂતોને નુકસાન કરતા હોય ખાનગી વીજ કંપનીના જોહુકમી અને દાદાગીરી સામે ખેડૂતો જંગે ચડ્યા છે.

મોરબીના જેતપર ખાતે ૮ દિવસથી ખેડૂતોની ઉપવાસી છાવણી શરૂ કરવામાં આવી છે અને દિવસે ને દિવસે ખેડૂત આંદોલનને સૌરાષ્ટ્રભરમાંથી સમર્થન મળી રહ્યું છે. બુધવારે ખેડૂતોએ ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ રાખ્યો હતો જેમાં રેકર્ડબ્રેક ૫૫૫૧ બોટલ રક્ત એકત્ર થયું હતું.

ગુરૂવારે સાંજે જેતપર ઉપવાસી છાવણી ખાતે મોરબી જિલ્લામાંથી મોટી સંખ્યામાં નારી શક્તિ ઉમટી પડી હતી જેના પગલે ઉપવાસી છાવણી ખાતે બેસવાની જગ્યા ઓછી પડી હતી. એકસાથે ૩૫ હજારથી વધુ મહિલાઓએ ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું હતું.

આ પણ વાંચો: અશાંત જંગલેશ્વર પાસેની ૩૦ સોસાયટીમાં આગામી પાંચ વર્ષ માટે અશાંતધારો લાગુ

આ તકે ખેડૂત નેતા નિલેષ એરવાડિયાએ રાજ્ય સરકારને ખેડૂતના પ્રશ્નનો નિવેડો લાવવા ૪૮ કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. રાજ્ય સરકાર ખેડૂતોની છ માંગણી સ્વીકારી જૂનો પરિપત્ર રદ કરવી અને વીજ કંપનીનું કામ અટકાવવા ચીમકી આપવામાં આવી છે. જો ૪૮ કલાકમાં રાજ્ય સરકાર કોઈ નિર્ણય નહીં લે તો મહિલાઓ બાઈક રેલી કાઢી ગાંધીનગરને ઘેરાવ કરશે તેવી ચીમકી આપી છે.

વીજ કંપનીની દાદાગીરી સામે કચ્છથી દ્વારકા ખેડૂત ન્યાય યાત્રા

મોરબી, સુરેન્દ્રનગર ખાનગી વીજ કંપનીની દાદાગીરીના વિરોધમાં ચાલી રહેલા આંદોલન દિવસે ને દિવસે ઉગ્ર બનતું જાય છે ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસ અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ પણ ખેડૂત આંદોલનને ટેકો આપી મહા આંદોલનનું એલાન કર્યું છે જેમાં ખેડૂતોના બંધારણિય હક્ક માટે ૨૬ જૂનના સવારે ૯ કલાકે કચ્છના રાપરથી ૫૦૦ કિલોમીટર લાંબી ખેડૂત ન્યાય યાત્રાનો પ્રારંભ કરશે જે પદયાત્રા દ્વારકા સુધી જશે.

આ પદયાત્રા કચ્છથી નીકળી મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર થઈને દ્વારકા પહોંચશે જ્યાં સરકારને સદ્બુધ્ધિ આપવા દ્વારકાધીશની ચરણોમાં પ્રાર્થના કરાશે. આ યાત્રાનું નેતૃત્વ ખેડૂત નેતા પાલભાઈ આંબલિયા, મહેશ રાજકોટીયા, જીજ્ઞેશ મેવાણી, લાલજી દેસાઈ સહિતના આગેવાનો જોડાશે.

Tags:

ActivismChangeMakersCommunityStrengthEmpowerWomenEnvironmentalJusticeFarmersMovementFightForRightsJetparPowerCompanyTyrannyRuralWomenSocialJusticeSolidaritySustainableFarmingWomenInLeadershipWomensPower

Share Article

Other Articles

Previous

રૂા.૫ની એક એવી દોઢ લાખ પાણીની બોટલ રૂા.૮ના ભાવે ખરીદી

Next

અશાંત જંગલેશ્વર પાસેની ૩૦ સોસાયટીમાં આગામી પાંચ વર્ષ માટે અશાંતધારો લાગુ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગૃહમંત્રી અમિત શાહનો 2 દિવસીય ગુજરાત પ્રવાસ
1 કલાક પહેલા
CBSEનો યુ-ટર્ન: 7થી 10 ધોરણને ત્રિભાષા સૂત્રમાંથી છૂટ, હવે માત્ર ધોરણ-6 પર જ NEPનો નિયમ
1 કલાક પહેલા
રૂા.૫ની એક એવી દોઢ લાખ પાણીની બોટલ રૂા.૮ના ભાવે ખરીદી
2 કલાક પહેલા
વીજ કંપનીની જોહુકમી સામેના ખેડૂત આંદોલનમાં જેતપરમાં નારીશક્તિનો જનસેલાબ ઉમટી પડ્યો
3 કલાક પહેલા
Categories

નેશનલ

3168 Posts

Related Posts

ભારતીય ક્રિકેટમાં ફરી ધૂણ્યું ફિક્સિંગનું ભૂત !
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
અલ ફ્લાહ યુનિ.ની માન્યતા જ નહોતી,છેતરપિંડી કરીને 410 કરોડ લૂંટી લીધા! આતંકનું કેન્દ્રનું બનેલી સંસ્થામાં EDની તપાસમાં ધડાકો
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
PM મોદીએ અજમેર શરીફ દરગાહ ભેટ કરી ચાદર
Breaking
2 વર્ષ પહેલા
યુપીમાં કનૌજ રેલવે સ્ટેશન પર નિર્માણાધીન છત તૂટી પડતા 14 મજુરો ઘાયલ, દટાયેલા અનેક મજૂરોને બચાવવા ઓપરેશન
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર