સોનાનો સપાટો, ચાંદીનો કડાકો: 3 દિવસમાં સોનું 7500 અને ચાંદી 11,300 તૂટી
પ્રસોના-ચાંદી ખરીદનારાઓ માટે ગુરુવાર આંચકાભર્યો રહ્યો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર સોના-ચાંદીના ભાવમાં ધડામ પડ્યો. માત્ર 3 દિવસમાં સોનું પ્રતિ 10 ગ્રામ 7,482 અને ચાંદી પ્રતિ કિલો 21,728 સસ્તી થઈ ગઈ. ઓલ-ટાઇમ હાઈથી સોનું 52,000 થી વધુ તૂટી ગયું છે તો ચાંદી તો અડધી કિંમતે આવી પહોંચી છે. ડોલરની મજબૂતી, વ્યાજ દર વધવાની શક્યતા અને ETFમાંથી વેચવાલીને કારણે વાયદા બજારમાં કડાકાનો દોર શરૂ થયો છે. જે લોકો ઓલ-ટાઇમ હાઈ પર ખરીદી કરી બેઠા હતા તેમના માટે આ ઘટાડો મોટો ફટકો સાબિત થયો છે.
MCX પર ભાવમાં મોટો ઘટાડો
આજે ગુરુવારે MCX પર સોનાનો ભાવ 1,478 તૂટીને 1,40,700 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો. છેલ્લા 3 દિવસની વાત કરીએ તો સોનામાં કુલ 7,482 નો ઘટાડો થયો છે. ચાંદીની હાલત તો વધુ ખરાબ છે. આજે ચાંદી 11,298 ના કડાકા સાથે 2,10,737 પ્રતિ કિલો પર આવી ગઈ. 3 દિવસમાં ચાંદી કુલ 21,728 સસ્તી થઈ ચૂકી છે.
ઓલ-ટાઇમ હાઈથી ધડામ
વર્ષની શરૂઆતમાં 29 જાન્યુઆરીએ સોનું 1,93,096 ના રેકોર્ડ હાઈ પર હતું. આજના ઘટાડા બાદ સોનું તેના સર્વોચ્ચ સ્તરથી 52,396 સસ્તું થઈ ગયું છે. ચાંદી પણ 4,20,048 ના ઓલ-ટાઇમ હાઈથી 2,09,311 તૂટી ચૂકી છે. એટલે કે ચાંદીના ભાવ હવે તેના હાઈથી લગભગ અડધા રહી ગયા છે.
આંતરાષ્ટ્રીય બજારમાં પણ કડાકો
આંતરાષ્ટ્રીય બજારમાં પણ સોના-ચાંદીની કિંમતો લપસી છે. બુધવારે સોનું 3.8% તૂટીને $3,960 પ્રતિ ઔંસની નીચે આવી ગયું. 3 વર્ષમાં પહેલીવાર સોનું $4,000 ની નીચે સરક્યું છે. ચાંદી પણ ડિસેમ્બર પછી પહેલીવાર $60 પ્રતિ ઔંસની નીચે પહોંચી ગઈ છે.
ઘટાડા પાછળના 5 મુખ્ય કારણો
1. ડોલર મજબૂત: આ સપ્તાહે US ડોલર ઇન્ડેક્સ 1% વધ્યો. ડોલર મજબૂત થતા ભારત જેવા દેશો માટે સોનું મોંઘું પડે, જેથી માંગ ઘટે.
2. વ્યાજ દરનો ખતરો: US ફેડ ચેરમેન કેવિન વાર્શ ફુગાવા સામે લડવા માટે વ્યાજ દર વધુ કડક કરવાની વાત કરી રહ્યા છે. ઊંચા વ્યાજ દરે સોનામાં રોકાણ આકર્ષક રહેતું નથી.
3. બોન્ડ તરફ વળાંક: US-ઈરાન તણાવથી ક્રૂડ અને ગેસ મોંઘા થયા, ફુગાવો વધ્યો. આ સ્થિતિમાં રોકાણકારો સોનાને બદલે ટ્રેઝરી બોન્ડ જેવા સેફ વિકલ્પ પસંદ કરી રહ્યા છે.
4. બેંકોનું નકારાત્મક અનુમાન: ગોલ્ડમેન સેક્સે સોનાનો ટાર્ગેટ $500 ઘટાડીને વર્ષના અંતે $4,900 રાખ્યો. ડોઇશ બેંકે પણ ચોથા ક્વાર્ટરનો અંદાજ 17% ઘટાડ્યો.
5. ETFમાં વેચવાલી: સોના સાથે જોડાયેલા ETFમાંથી સત પ્રોફિટ બુકિંગ ચાલી રહ્યું છે. ચીનમાં ચાંદી પર પણ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જે આયાતને સપોર્ટ આપી રહ્યું નથી.
ટૂંકમાં, જે સોનું-ચાંદીને “સેફ હેવન” કહેવાતું હતું તે જ હવે રોકાણકારો માટે માથાનો દુખાવો બની ગયું છે. હવે સવાલ એ છે કે આ ઘટાડો ખરીદીની તક છે કે હજુ વધુ કડાકો આવવાનો છે?
