સાયલા પાસે હાઇ-વે પર કટિંગ થાય તે પહેલાં વિદેશી દારૂ સહિત ૯૩ લાખનો મુદ્દામાલ જપ્ત
હરિયાણાના ટ્રક ડ્રાઇવરની ધરપકડ
ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે. દેશી દારૂ તો ઠીક વિદેશી દારૂ પણ આસાનીથી મળી જાય છે. દારૂબંધીની કડક અમલવારી માટે સ્થાનિક પોલીસ ઉપરાંત સ્ટેટ મોનિટરિંગ સેલની રચના કરવામાં આવી છે પરંતુ બોર્ડર પરથી બેરોકટોક દારૂનો જથ્થો જોતા સ્થાન સુધી પહોંચી જાય છે જેમાં ગઈકાલે રાત્રે રાજકોટ-લીંબડી હાઈ-વે પર સાયલા નજીક દારૂનું કટિંગ થાય તે પહેલાં એસએમસીએ ૬૩ લાખનો વિલાયતી દારૂ ભરેલો ટ્રક ટોરસ સાથે ડ્રાઈવરની ધરપકડ કરી ૯૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ અંગેની મળતી માહિતી મુજબ બે દિવસ પહેલાં રાજકોટ પંથકમાં એસએમસીએ ત્રણ સ્થળે દરોડા પાડી લાખોનો દારૂ જપ્ત કર્યા બાદ ફરી સૌરાષ્ટ્રમાં મોટાપાયે દારૂ ઘૂસાડવામાં આવી રહ્યો હોવાની બાતમી પરથી સાયલા નજીક પોલીસે વોચ ગોઠવી હતી.
આ પણ વાંચો: અમદાવાદના જૂના સુભાષબ્રિજની જગ્યાએ બનશે નવો સુપર બ્રિજ
દરમિયાન સાયલાના ઢેઢુકી ગામ પાસે હાઈ-વે પર આવેલ હોટલ નાગરાજના કમ્પાઉન્ડમાં દારૂ ભરેલો ટ્રક ટે્રલર પડ્યું હોવાની માહિતીના આધારે એસએમસીએ દરોડો પાડી ટ્રક ટે્રલરની તલાશી લેતાં તેમાંથી જુદી જુદી બ્રાન્ડની રૂા.૬૩,૦૧,૩૦૦ની કિંમતની ૨૧૫૭૪ બોટલ વિદેશી દારૂ મળી આવતા હરિયાણા ટ્રક ડ્રાઈવર કરણસીંગ કલુરામ ચમારની ધરપકડ કરી હતી.
પોલીસે ૩૦ લાખનું ટ્રક ટે્રલર, બે મોબાઈલ, તાલપત્રી મળી કુલ ૯૩,૨૬,૫૦૦નો મુદ્દામાલ કબજે કરી ટ્રક ડ્રાઈવરની પૂછપરછ કરતાં દારૂનો જથ્થો હરિયાણાના ઈન્દ્રજીત જાટે ભરી આપ્યો હતો. જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર અને ટ્રક ટે્રલરના માલિલક સહિતના શખસો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
