Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

ગારફીલ્ડ AI એ કોર્ટમાં ઈતિહાસ રચ્યો, માણસને હરાવી જીત્યો 8.79 લાખનો કેસ

Wed, June 24 2026

દુનિયાના કાયદાના ક્ષેત્રમાં પહેલીવાર એવું બન્યું કે રોબોટે માણસને હરાવી દીધો. બ્રિટનની વંડ્સવર્થ કાઉન્ટી કોર્ટમાં AI પાવર્ડ લો ફર્મ “ગારફીલ્ડ AI” નામના ચેટબોટે લગભગ ₹8.79 લાખ એટલે કે 7,000 પાઉન્ડનો કેસ જીતીને વકીલોની આખી સિસ્ટમને હચમચાવી દીધી. માત્ર ₹50,000 ચાર્જમાં આખું કાનૂની કામ પૂર્ણ કરી, ડોક્યુમેન્ટ બનાવીને માનવ જુનિયર વકીલ દ્વારા દલીલ કરાવી. કોર્ટમાં 3 કલાક સુધી ચાલેલી સુનાવણી બાદ ચુકાદો AIના ક્લાયન્ટ ફ્રીલાન્સર તામીરેસ શાનદારના પક્ષમાં આવ્યો. આ ઘટનાએ સાબિત કરી દીધું કે ભવિષ્યમાં કોર્ટમાં AIની ભૂમિકા હવે માત્ર મદની નહીં, પણ મુખ્ય પાત્રની બનશે.

કેવી રીતે AI એ વકીલને હરાવ્યો? 

ગયા મહિને બ્રિટનની વંડ્સવર્થ કાઉન્ટી કોર્ટમાં એક નાનો ક્લેમ કેસ ચાલી રહ્યો હતો. ફ્રીલાન્સ એઆર તામીરેસ શાનદારની તરફથી ગારફીલ્ડ AI નામનું લીગલ ચેટબોટ કેસ લડ્યું. AI એ કેસ સાથે જોડાયેલા બધા કાનૂની ડોક્યુમેન્ટ, દલીલો અને ફાઈલિંગ પોતે તૈયાર કરી દીધા. કોર્ટના નિયમ મુજબ AI સીધી દલીલ ન કરી શકે, એટલે ગારફીલ્ડે એક માનવ જુનિયર વકીલને હાયર કર્યો જે ફક્ત AI દ્વારા લખાયેલી સ્ક્રિપ્ટ વાંચતો ગયો. 3 કલાક સુધી ચાલેલી સુનાવણી બાદ જજે AIના ક્લાયન્ટની તરફેણમાં ચુકાદો આપ્યો. સામે પક્ષના વકીલે પણ કોર્ટમાં સ્વીકાર કર્યો કે “ગારફીલ્ડ AI દ્વારા તૈયાર કરેલા ડોક્યુમેન્ટ ખૂબ જ સચોટ અને સારા હતા”.

આ પણ વાંચો: ગારફીલ્ડ AI એ કોર્ટમાં ઈતિહાસ રચ્યો, માણસને હરાવી જીત્યો 8.79 લાખનો કેસ

50,000માં થયું કામ જેના લાખો લાગત 

સૌથી મોટી વાત ચાર્જની છે. સામાન્ય રીતે બ્રિટનમાં આવા કેસ માટે વકીલની ફી લાખોમાં જાય. પણ ગારફીલ્ડ AI એ આખું કામ માત્ર ₹50,000 એટલે કે 500 પાઉન્ડમાં કરી આપ્યું. કંપનીનો દાવો છે કે આનાથી સામાન્ય લોકોને ઓછા ખર્ચે ન્યાય મળશે. હાલ ગારફીલ્ડ AI ફક્ત ₹10 લાખ સુધીના નાના દાવાઓ વાળા કેસ જ હેન્ડલ કરે છે, પણ તેની ફી પરંપરાગત લો ફર્મ કરતા ઘણી ઓછી છે.

AIની મર્યાદા શું રહી? 

ઈતિહાસ રચવા છતાં AIની કેટલીક મર્યાદા સામે આવી. ગારફીલ્ડે કેસની ફાઈલ, કાનૂની સંશોધન અને ડોક્યુમેન્ટ 100% પોતે બનાવ્યા, પણ કોર્ટમાં જજ સામે મૌખિક દલીલો માનવ વકીલે જ કરી. હાલના કાયદા મુજબ AIને સીધો “વકીલ” તરીકે કોર્ટમાં ઊભા રહેવાની મંજૂરી નથી. એટલે માનવ + AIનું કોમ્બિનેશન હજુ જરૂરી છે. માનવ વકીલોએ આ ઘટનાનો વિરોધ પણ કર્યો છે અને દલીલ કરી છે કે કોર્ટરૂમમાં માનવીય સમજ અને લાગણીનું સ્થાન AI ન લઈ શકે.

ભવિષ્ય માટે શું સંકેત? 

આ પહેલી ઘટના છે જ્યારે AI એ માનવ વકીલને હરાવીને કેસ જીત્યો હોય. અમેરિકા સહિત દુનિયાના ઘણા દેશો પહેલાથી જ કોર્ટમાં AI ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા છે – ડોક્યુમેન્ટ ચેકિંગ, કેસ લો શોધવા, ડ્રાફ્ટ બનાવવા માટે. પણ ગારફીલ્ડનો આ કેસ એક નવી શરૂઆત છે જ્યાં AI માત્ર મદનીશ નહીં, પણ કેસ જીતાડનાર બની ગયો. નિષ્ણાતો કહે છે કે આવનારા 5-10 વર્ષમાં નાના કેસોમાં AI વકીલો સામાન્ય બની જશે, જેનાથી કાનૂની લડાઈ સસ્તી અને ઝડપી બનશે.

Tags:

AIChatbotAIJusticeAIRevolutionAIvsLawyerArtificialIntelligencecourtcaseCourtVictoryDisruptiveTechnologyFutureOfLawInnovationInLawLegalAILegalBattleLegalTechTechInCourtTechnews

Share Article

Other Articles

Previous

અમદાવાદના જૂના સુભાષબ્રિજની જગ્યાએ બનશે નવો સુપર બ્રિજ

Next

એક તરફ વ્યસન મુક્તિનાં સુત્રોચ્ચાર અને બીજી તરફ BRTS ઉપર ગુટખાની જાહેરાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
રાજકોટ
સ્ટેન્ડિંગ કમિટી દ્વારા લેવાયો નિર્ણય, હવે કામો, કોન્ટ્રાક્ટરના બિલો અટવાશે નહીં
34 મિનિટutes પહેલા
મહાપાલિકા દ્વારા ગ્રીનરી માટે લાખો રૂપિયામાં સલાહ, મચ્છરો શોધવા લાખોનો ધૂમાડો શાસકોને નથી મંજૂર
35 મિનિટutes પહેલા
સોનામાં અને ચાંદીમાં ૨૦૦૦નો કડાકો: પાંચ દિવસથી ડોલર સામે રૂપિયો સ્થિર: ૯૪.૬૬ પર જોવા મળ્યો
36 મિનિટutes પહેલા
જંગલેશ્વર ડિમોલિશનમાં સ્ટાફે ૨૭ લાખના ભાવતા ભોજનીયા કર્યા, શાસકોએ બીલને મારી બ્રેક
1 કલાક પહેલા
Categories

નેશનલ

3153 Posts

Related Posts

પરેશ ધાનાણી વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
ગુજરાત
2 વર્ષ પહેલા
સેન્ટ્રલ GSTના ઈન્સ્પેક્ટરને લાંચ લેતાં રંગેહાથે પકડતી CBI
રાજકોટ
2 વર્ષ પહેલા
ઈઝરાયેલના હુમલામાં ઘાયલ થયેલા ખામેનેઈના પત્નીનું પણ મૃત્યુ
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
ઉમદા કાર્ય: સુલતાનપુરના વ્યાજખોર પાસેથી રૂરલ પોલીસે ૨૪ વાહન, બે દસ્તાવેજ, ૨૩ ચેક પરત અપાવ્યા
ગુજરાત
4 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર