Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલનેશનલ

ભારત , અમેરિકા ટ્રેડ ડીલ માટે દિલ્હીમાં ફાઇનલ બેઠક

Mon, June 22 2026

જુલાઈમાં અમેરિકી વેપાર પ્રતિનિધિમંડળ ભારત આવશે, વચગાળાના

ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ કરવા માટેની ચર્ચા હવે વધુ ઝડપી બનશે. આગામી મહિને ટેક્સને લગતી સમયમર્યાદા પૂરી થઈ રહી છે, તે પહેલાં આ ડીલને આખરી ઓપ આપવા માટે અમેરિકાના વેપાર પ્રતિનિધિ જેમિસન ગ્રીયર નવી દિલ્હી આવી રહ્યા છે. અહીં તેઓ ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સાથે મહત્ત્વની બેઠકો કરશે. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી આપી હતી.

 સર્જિયો ગોરે જણાવ્યું કે, ‘નવી દિલ્હીમાં એમ્બેસેડર ગ્રીયરનું સ્વાગત કરવા માટે ઉત્સુક છું! ભારત-અમેરિકા વેપાર કરારને આગળ વધારવા માટે મંત્રી પિયુષ ગોયલ સાથે અનેક સત્રો નક્કી કરવામાં આવ્યા છે.’ વચગાળાના વેપાર કરારના પ્રથમ તબક્કાને આખરી ઓપ આપવાની તૈયારી થઈ રહી છે.

આ પણ વાંચો: ઈરાની પ્રતિનિધિઓ મુલાકાત પડતી મૂકી ચાલતા થયા, વેન્સ અને શરીફ અવાચક

અગાઉ પિયુષ ગોયલે પણ પત્રકારોને માહિતી આપતા કહ્યું હતું કે, ‘વેપાર કરાર પર ચર્ચા માટે અમેરિકન સમકક્ષ દિલ્હી આવી રહ્યા છે. આ બેઠકોનો મુખ્ય હેતુ વચગાળાના વેપાર કરારના પ્રથમ તબક્કાના માળખાને અંતિમ સ્વરૂપ આપવાનો છે, જે ભવિષ્યમાં મોટા વ્યાપક વેપાર કરાર માટે રસ્તો સાફ કરશે.’

જુલાઈમાં ટેરિફની સમયમર્યાદા સમાપ્ત થતાં વાટાઘાટો મહત્ત્વની બની

આ ચર્ચા ખૂબ જ મહત્ત્વની છે કારણ કે અમેરિકાએ અન્ય દેશો પર જે 10% કામચલાઉ ટેક્સ લગાવ્યો છે, તેની મુદત 24 જુલાઈએ પૂરી થઈ રહી છે. અમેરિકન વહીવટીતંત્ર દ્વારા ચાલુ વર્ષની શરૂઆતમાં આ 150 દિવસનો વધારાનો ટેક્સ લાદવામાં આવ્યો હતો. આ સમયમર્યાદા પૂરી થયા પછી અમેરિકા નવો ટેક્સ નિયમ લાગુ કરે તેવી શક્યતા છે. આ પરિસ્થિતિ વચ્ચે ભારત સરકાર આગામી મહિનાના મધ્ય સુધીમાં વેપાર કરારના પહેલા તબક્કાનું કામ પૂરું કરવા માટે આશાવાદી છે.

Tags:

BilateralRelationsDelhiMeetingDelhiSummitEconomicGrowthEconomicPartnershipFinalMeetingGlobalTradeIndiaUSRelationsIndiaUSTradeDealInternationalTradeTradeAgreementTradeNegotiationsTradePolicyTradeTalksUSIndiaCollaboration

Share Article

Other Articles

Previous

નીટ-યુજી રિ- ટેસ્ટ; બિહારમાં 9 મુન્નાભાઈ સહિત 30 ઝડપાયા

Next

ઈરાની પ્રતિનિધિઓ મુલાકાત પડતી મૂકી ચાલતા થયા, વેન્સ અને શરીફ અવાચક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
લખનૌની આગમાં 14 યુવાનોના મોત: જીવ બચાવવા યુવકો છત પરથી કૂદ્યા
2 કલાક પહેલા
નીટ-યુજી રિ- ટેસ્ટ; બિહારમાં 9 મુન્નાભાઈ સહિત 30 ઝડપાયા
3 કલાક પહેલા
ભારત , અમેરિકા ટ્રેડ ડીલ માટે દિલ્હીમાં ફાઇનલ બેઠક
3 કલાક પહેલા
ઈરાની પ્રતિનિધિઓ મુલાકાત પડતી મૂકી ચાલતા થયા, વેન્સ અને શરીફ અવાચક
3 કલાક પહેલા
Categories

નેશનલ

3137 Posts

Related Posts

જેવા સાથે તેવા: કેનેડાથી ભારતે હાઇકમિશ્નરને પાછા બોલાવ્યા
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
એસિડ એટેક કરનારા સામે હત્યાના પ્રયાસનો કેસ ચલાવોઃ સુપ્રીમ કોર્ટ
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
છત્તીસગઢઃ દંતેવાડા અને નારાયણપુર વિસ્તારમાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, 7 નક્સલી ઠાર
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
10 મહિના બાદ લાડાણી- ઓરબીટ ગ્રુપ પરના દરોડાનું ભૂત ઘૂણ્યું: 150થી વધુને નોટિસ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર