એક જ મેચમાં રમાઈ ત્રણ સુપર ઓવર !
નેપાળ-નેધરલેન્ડ વચ્ચેની મેચે રોમાંચની તમામ હદ કરી પાર
નેપાળ-નેધરલેન્ડસ વચ્ચે ગ્લાસ્ગોમાં ટી-૨૦ ટ્રાઈ સિરીઝની એક મેચ રમાઈ હતી. આ મેચ ટાઈ રહી હતી જેથી પરિણામ માટે સુપર ઓવર રમાઈ હતી. આશ્ચર્યજનક રીતે સુપર ઓવર પણ ટાઈ રહી હતી. આવામાં વધુ એક સુપર ઓવર રમાઈ તે પણ ટશઈ રહી હતી. અત્યાર સુધી ક્યારેય પણ પુરુષ ક્રિકેટમાં બે વખત સુપર ઓવર ટાઈ રહી છે પરંતુ આ મેચમાં ત્રીજી ઓવર રમાઈ જે બાદ પરિણામ આવ્યું હતું.
આ પણ વાંચો: મેસ્સીની `મેજિક હેટ્રિક’થી આર્જેન્ટીના, એમ્બાપ્પેના બે ગોલથી ફ્રાન્સ જીત્યું
નેપાળ વિરુદ્ધ નેધરલેન્ડે પહેલાં બેટિંગ કરતા સાત વિકેટે ૧૫૨ રન બનાવ્યા હતા. જવાબમાં નેપાળે આઠ વિકેટ ગુમાવી ૧૫૨ રન બનાવ્યા હતા. આ પછી નેપાળની ટીમે પહેલી સુપર ઓવરમાં એક વિકેટે ૧૯ રન બનાવ્યા તો નેધરલેન્ડ પણ વિનાવિકેટે એક ઓવરમાં ૧૯ રન જ બનાવી શક્યું હતું. બીજી સુપર ઓવરમાં નેધરલેન્ડે પહેલાં બેટિંગ કરતાં એક વિકેટ ગુમાવી ૧૭ રન બનાવ્યા જેના જવાબમાં નેપાળે વિનાવિકેટે ૧૭ રન બનાવતા બીજી સુપર ઓવર પણ ટાઈ રહી હતી.
ત્રીજી સુપર ઓવરમાં નેપાળે પહેલાં બેટિંગ કરી જેમાં ટીમ એક પણ રન બનાવી ન શકી. તેણે બન્ને વિકેટ ચાર બોલમાં ગુમાવી દીધી હતી. નેધરલેન્ડે બેટથી એક પણ રન બનાવ્યા વગર મેચ જીતી લીધી હતી કેમ કે નેપાળના બોલરે પ્રથમ બોલ નો-બોલ ફેંક્યો હતો.
