યુધ્ધ બંધ થવાથી દેશમાં અનેક જરૂરી ચીજ વસ્તુઓ સસ્તી થશે, ફુગાવો ઘટશે
કઙૠ, ઈગૠ અને ખાતર, પ્લાસ્ટિક અને પેકેજિંગ સમગ્રીઓ, હવાઈ સફર, સ્ક્રેપ મેટલના ભાવ ઘટશે
અમેરિકા, ઈરાન વચ્ચે હાલ તુરત સમાધાન થયું છે અને ટ્રમ્પે જાહેરાત કરી છે કે સ્ટે્રટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલવામાં આવશે અને અમેરિકા ઈરાનના બંદરો પર લાદવામાં આવેલી નૌસેનાની નાકેબંધી તાત્કાલિક અસરથી હટાવી લેશે.. હવે વૈશ્વિક સ્તરે જહાજો ફરીથી ફરી શકશે અને ઓઇલનો પ્રવાહ શરૂ થશે.’ ઉલ્લેખનીય છે કે, આ એ જ હોર્મુઝ વિસ્તાર છે જ્યાંથી દુનિયાનો આશરે ૨૦% ઓઇલ અને એલએનજીનો સપ્લાય પસાર થાય છે, જે યુદ્ધ દરમિયાન સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. જો કે ભારતને આ સમાધાનથી સૌથી વધુ ફાયદો થશે.
આવનારા દિવસોમાં દેશમાં એલપીજી, સીએનજી અને ખાતર સહિતની જરૂરી ચીજો સસ્તી થઈ જવાની આશા છે. તેમજ ડ્રાઈફ્રૂટ પ્લાસ્ટિક અને પેકેજિગ સમગ્રીઓ, હવાઈ સફર, સ્ક્રેપ મેટલ અને ઇન્ડસ્ટ્રી ઉત્પાદન ક્ષેત્રમાં અનેક જરૂરી ચીજો સસ્તી થશે અને સપ્લાઈ પણ સામાન્ય થઈ જશે.
આ પણ વાંચો: કાળા ઉનાળે તો આમેયે મચ્છરો ઓછા થઇ જાય છતાં મનપાની ઓનપેપર મજબૂત કામગીરી
ભારત પોતાની જરૂરિયાતનું આશરે ૮૦થી ૮૫% ક્રૂડ ઓઇલ વિદેશથી આયાત કરે છે, જેમાં અખાતી દેશોનો હિસ્સો સૌથી મોટો છે. આ શાંતિ કરાર લાગુ થતાં જ અને ઈરાનનું ઓઇલ ફરી વૈશ્વિક માર્કેટમાં આવવાના કારણે બ્રેન્ટ ક્રૂડના ભાવોમાં મોટો ઘટાડો થયો છે. આનાથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો પરનું દબાણ ઘટશે અને મોંઘવારીને નિયંત્રિત કરવામાં મોટી મદદ મળશે.
આ કરારના ડ્રાફ્ટ મુજબ ઈરાનના ઓઇલ નિકાસ પરના પ્રતિબંધોમાં અસ્થાયી રાહત આપવામાં આવશે અને તેની ફ્રીઝ થયેલી ૨૫ અબજ ડૉલરની સંપત્તિ પણ મુક્ત કરાશે. ભારત ભૂતકાળમાં ઈરાન પાસેથી મોટા પ્રમાણમાં સસ્તું ઓઇલ ખરીદતું હતું, પરંતુ અમેરિકન પ્રતિબંધોના કારણે આ વેપાર બંધ થઈ ગયો હતો. મહત્ત્વની વાત એ છે કે ઈરાન સાથે ઓઇલનો વેપાર ડૉલરના બદલે રૂપિયામાં થતો હતો. હવે જો પ્રતિબંધો ધીમે-ધીમે હટશે તો ભારત ફરીથી ઈરાન પાસેથી સસ્તું ક્રૂડ ઓઇલ ખરીદી શકશે, જે ભારતીય અર્થતંત્ર માટે બૂસ્ટર સાબિત થશે. આ ડીલની બીજી સૌથી મોટી અને હકારાત્મક અસર ભારતના વ્યૂહાત્મક ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ પર પડશે. ઈરાનના ચાબહાર બંદરમાં ભારતે મોટું રોકાણ કરેલું છે, જેના દ્વારા ભારત પાકિસ્તાનને બાયપાસ કરીને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી સીધી પહોંચ મેળવે છે. અમેરિકા અને ઈરાનના સંબંધો સુધરતાં ચાબહાર પોર્ટ પરથી અમેરિકન દબાણ દૂર થશે. આનાથી ભારત માટે પોર્ટનો વિસ્તાર કરવો, નવું રોકાણ લાવવું અને વેપાર વધારવો ખૂબ જ સરળ બની જશે. આ સાથે જ ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોરના કામમાં પણ ઝડપ આવશે.
