Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

બે નકલી પોલીસ 50 હજારનો તોડ કરતા પકડાયા

Mon, June 15 2026

યુનિવર્સિટી વિસ્તારમાં માલવિયાના સ્ટાફે કાર્યવાહી કરતા શંકા ગઈ

પેટા..શાંતિનગર ગેઇટ નજીક ક્રિકેટ ગ્રાઉન્ડમાં રાતે બેઠેલા યુવકોને ધમકાવી 50 હજારનો તોડ કરવાનો પ્રયાસ નિષ્ફળ : યુનિવર્સિટી પોલીસે બંનેની ધરપકડ કરી

શહેરમાં નકલી પોલીસ બનીને તોડબાજી કરવાના પ્રયાસનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રૈયાધાર શાંતિનગર ગેઇટ નજીક ક્રિકેટ ગ્રાઉન્ડમાં મોડી રાત્રે મિત્રો સાથે બેઠેલા એક યુવાનને ડરાવી-ધમકાવી 50 હજારનો તોડ કરવા નીકળેલા બે શખ્સોને યુનિવર્સિટી પોલીસે ઝડપી લીધા છે. ‘યુનિવર્સિટી પોલીસની હદમાં માલવીયાનગર પોલીસ શું કરે છે?’ તેવી ભોગ બનનારના મિત્રને શંકા જતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, વાવડીમાં ઘરઘંટીના બોક્સ બનાવવાના કારખાનામાં મજૂરી કરતા અને મવડી પ્લોટ મધુરમ્ સોસાયટીમાં રહેતા કિરીટભાઇ મનસુખભાઇ પીઠડીયા (ઉ.વ.૩૧) ગત તા. ૧૨/૬ના રોજ રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ પોતાના મિત્રો નરેશભાઈ પાંચાલ, રવિભાઈ ચાવડા અને ભાર્ગવભાઈ જોગર સાથે રૈયાધાર શાંતિનગર ગેટથી આગળ સોપાન લક્ઝરીયસની પાછળ આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં બેઠા હતા. આ સમયે બ્લુ કલરના ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર પર બે અજાણ્યા શખ્સો ત્રાટક્યા હતા. જેમાંથી સ્કૂટર ચલાવનાર શખ્સે પોલીસના લોગોવાળું જેકેટ પહેર્યું હતું.

આ પણ વાંચો: લજાઈ ચોકડી પાસે હિટ એન્ડ રનમાં યુવકનું મોત

“અમે પોલીસ છીએ, તમે અહીં ખુલ્લા પટ્ટમાં કેમ બેઠા છો?” તેમ કહી આ શખ્સોએ યુવાનોને ડરાવ્યા હતા. પોલીસના ડરથી કિરીટભાઈના મિત્રો ભાગી ગયા હતા, પરંતુ આ બંનેએ કિરીટભાઈને પકડી લીધા હતા. પોલીસનું જેકેટ પહેરેલા શખ્સે પોતે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાંથી આવતો હોવાનું કહી ધમકી આપી હતી કે, “તારા મિત્રોને પાછા બોલાવ, નહીંતર બંને મોટરસાયકલ ડિટેઈન કરી લઈશ. પોલીસ કેસ ન કરવો હોય અને માર ન ખાવો હોય તો ૫૦ હજાર રૂપિયા આપવા પડશે.” મિત્રો પરત ફર્યા બાદ નરેશભાઈને આ બંને શખ્સોની વર્તણૂક પર શંકા ગઈ હતી. તેમણે બંનેના નામ પૂછતાં બાઈક ચાલકે પોતાનું નામ આર્યન ફળદુ અને સાથીદારે પરમરાજ માંજરીયા જણાવ્યું હતું. જે બાદ માલવિયાનગર પોલીસ મથકના પોતાના પરિચિત પોલીસમેનને ફોન કરીને પૂછતા આવું કોઈ નામના પોલીસકર્મી માલવિયાનગર પોલીસ મથકમાં ન હોવાનું સામે આવ્યું હતું.

આ ઘટના બાદ રાતનો સમય હોવાથી યુવાનો ઘરે જતા રહ્યા હતા. પરંતુ બીજા દિવસે હિંમત ભેગી કરી યુનિવર્સિટી પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. પીઆઈ સી. એન. દવે સમક્ષ ઘટના વર્ણવતા, તેમની સૂચનાથી પીએસઆઈ વી. જી. ડોડીયાએ ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ ડી-સ્ટાફની ટીમે તાત્કાલિક એક્શન લઈ બંને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, મુખ્ય આરોપી આર્યન ફળદુ ગાંધીનગર ખાતે ‘જનરક્ષક સેવા-૧૧૨’માં ડ્રાઈવર તરીકે ભરતી થવાની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે’ જ્યારે પરમરાજ અગાઉ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો અને હાલ બેરોજગાર છે.

Tags:

CaughtOnCameraCaughtRedHandedCrimeAlertCrimePreventionCriminalJusticeFakePoliceHometownNewsInvestigatingCrimeJusticeServedLawAndOrderLootingPoliceFraudPoliceImpersonationPublicSafetyRs50000SurveillanceFootageTwoImpostersViralVideo

Share Article

Other Articles

Previous

રાજકોટના હરિહર ચોકમાં વોંકળો પાક્કો કરવાનું કામ હજુ દોઢ મહિનો ચાલશે

Next

લજાઈ ચોકડી પાસે હિટ એન્ડ રનમાં યુવકનું મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
રાજકોટ
રાજકોટના હરિહર ચોકમાં વોંકળો પાક્કો કરવાનું કામ હજુ દોઢ મહિનો ચાલશે
3 કલાક પહેલા
બે નકલી પોલીસ 50 હજારનો તોડ કરતા પકડાયા
3 કલાક પહેલા
લજાઈ ચોકડી પાસે હિટ એન્ડ રનમાં યુવકનું મોત
3 કલાક પહેલા
ચુનારવાડ ચોકના ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપના કર્મચારી પર બે શખ્સોનો હુમલો 
3 કલાક પહેલા
Categories

નેશનલ

3093 Posts

Related Posts

રાજકોટ માંથી ૫૮ સાઇકલ ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઈ
રાજકોટ
3 વર્ષ પહેલા
Mahakumbh 2025 : મહાકુંભમાં મહાજામ !! પ્રયાગરાજ સંગમ સ્ટેશન 14 ફેબ્રુઆરી સુધી બંધ, લાખો શ્રદ્ધાળુઓ થયા પરેશાન
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
જ્ઞાનવાપી મસ્જિદના વ્યાસજી ભોયરામાં પૂજા વિધિ ચાલુ રહેશે કે નહીં તેના પર આજે અલ્હાબાદ હાઇકોર્ટનો ફેસલો
Breaking
2 વર્ષ પહેલા
ગુજરાત સરકારનો મોટો નિણર્ય: આવશ્યક દવાઓની યાદીમાં કર્યો વધારો, કેન્સર, હ્રદયરોગ સહિતની મહત્વપૂર્ણ 150 દવાનો કરાયો ઉમેરો
ગુજરાત
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર