Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

વડોદરાની MSMEએ રચ્યો ઇતિહાસ: વપરાયેલા ઇંધણના સ્ટોરેજ માટે સ્વદેશી સોલ્યુશન બનાવનારી ગુજરાતી કંપની

Mon, June 15 2026

‘વિવિધ’ હાય-ફેબ પ્રાઈવેટ લિમિટેડ ભારતના પરમાણુ ઊર્જા કાર્યક્રમમાં મુખ્ય યોગદાનકર્તા તરીકે ઉભરતી વડોદરા સ્થિત MSME

રેલ્વે, પેટ્રોલિયમ, પેટ્રોકેમિકલ્સ, કેમિકલ્સ, કોપર ઉદ્યોગો અને સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં કંપનીનો બહોળો અનુભવ

વિવિધ હાય-ફેબ પ્રાઈવેટ લિમિટેડ (Vividh Hi-Fab Private Limited) કલ્પક્કમ ખાતેના દેશના પ્રતિષ્ઠિત ૫૦૦ મેગાવોટ પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર (PFBR) પ્રોજેક્ટમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવીને, ભારતના વધતા જતા સ્વદેશી ડિઝાઇન, ફેબ્રિકેશન, નિરીક્ષણ, પરીક્ષણ અને પરમાણુ ઉપકરણોના કમિશનિંગની ક્ષમતાનું એક ગૌરવશાળી પ્રતીક બનીને ઉભરી છે. ભારતની ત્રિ-સ્તરીય પરમાણુ ઇંધણ ચક્ર પ્રક્રિયા હેઠળ વિકસિત PFBR પ્રોજેક્ટ, રાષ્ટ્રની લાંબા ગાળાની ઊર્જા સુરક્ષા અને અદ્યતન પરમાણુ ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા માટે એક મોટું સીમાચિહ્નરૂપ છે.

૧૯૮૩માં ભાગીદારી પેઢી તરીકે સ્થાપિત, વિવિધ હાય-ફેબ કંપનીએ વડોદરાના GIDC મકરપુરા ખાતે આધુનિક ટેકનોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે અદ્યતન એન્જિનિયરિંગ સોલ્યુશન્સ પ્રદાન કરવાના વિઝન સાથે તેની સફર શરૂ કરી હતી. વર્ષો જતાં, કંપની પ્રાઈવેટ લિમિટેડમાં રૂપાંતરિત થઈ અને ભારતની પ્રતિષ્ઠિત સંસ્થાઓ માટે ભારે અને અત્યાધુનિક એન્જિનિયરિંગ સાધનોના ઉત્પાદનમાં એક વિશ્વસનીય નામ બની ગઈ છે.

તેના શરૂઆતના વર્ષોથી જ કંપનીએ પરમાણુ સાધનો અને માળખાના નિર્માણ દ્વારા પરમાણુ ઊર્જા વિભાગ (DAE), ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC), ન્યુક્લિયર ફ્યુઅલ કોમ્પ્લેક્સ (NFC), ઈન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ (IGCAR), હેવી વોટર પ્લાન્ટ્સ, અને ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NPCIL) જેવા મહત્વના સરકારી ક્ષેત્રો તેમજ અતુલ લિમિટેડ જેવા પ્રતિષ્ઠિત ખાનગી ક્ષેત્રોમાં સેવા આપી છે. દાયકાઓના અનુભવ સાથે, કંપનીએ રેલ્વે, પેટ્રોલિયમ, પેટ્રોકેમિકલ્સ, કેમિકલ્સ, કોપર ઉદ્યોગો અને સંરક્ષણ ક્ષેત્રોમાં પણ પોતાનો વિસ્તાર કર્યો છે.

આ પણ વાંચો: દિલ્હી-NCRમાં કાળા વાદળોની ધમાલ: દિવસે રાતનો માહોલ, IMDએ રેડ-ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ

વડોદરા સ્થિત આ MSME એ ‘ભાવિની’ BHAVINI માટે અનેક જટિલ સિસ્ટમો અને ઘટકો સફળતાપૂર્વક સપ્લાય અને કમિશન કર્યા છે. કંપનીએ સેલ ટ્રાન્સફર મશીન્સ, ફ્રેશ સબ-એસેમ્બલી સ્ટોરેજ બેઝ, ટ્રાન્સફર ચેમ્બર કેરેજ, શીલ્ડેડ ગેટ્સ, સોડિયમ પ્યુરિફિકેશન સિસ્ટમ્સ માટે લીડ શીલ્ડિંગ સિસ્ટમ્સ અને થર્મલ ઇન્સ્યુલેશન સિસ્ટમ્સ જેવા અત્યાધુનિક સાધનોની બનાવટમા અગત્યનો ફાળો આપ્યો છે.

PFBR પ્રોજેક્ટમાં તેના સીધા યોગદાન ઉપરાંત કંપની IGCAR સાથે પણ સક્રિયપણે જોડાયેલી છે. વિવિધ હાય-ફેબ દ્વારા રિએક્ટર માટે ૪.૮ મીટર વ્યાસ ધરાવતું લાર્જ બેરિંગ, કંટ્રોલ પ્લગ મોડલ્સ, સોડિયમ ટેસ્ટ વેસેલ્સ અને નાઈટ્રોજન-ટુ-એર હીટ એક્સચેન્જર્સ જેવી અદ્યતન સિસ્ટમો પૂરી પાડવામાં આવી છે.

કંપનીની સૌથી નોંધપાત્ર સિદ્ધિઓમાંની એક છે વપરાયેલા ઈંધણ (Spent Fuel Assemblies) ના સુરક્ષિત પરિવહન અને સંગ્રહ માટેના સાધનોનો સફળ વિકાસ છે. લગભગ ત્રણ વર્ષના સઘન એન્જિનિયરિંગ પ્રયાસો બાદ આ સફળતા મળી છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “મેક ઇન ઇન્ડિયા” અને “આત્મનિર્ભર ભારત” ના વિઝનને મજબૂત બનાવે છે.

અત્યાર સુધી, ભારત TAPS-૧ અને ૨ તથા KKNPP જેવા લાઇટ વોટર રિએક્ટર્સના વપરાયેલા ઈંધણના સંગ્રહ અને પરિવહન માટેની જટિલ સિસ્ટમો માટે મોટાભાગે આયાત પર નિર્ભર હતું. વિવિધ હાય-ફેબ કદાચ વિશ્વની પ્રથમ એવી MSME ફેસિલિટી બની છે જે વડોદરામાં એક જ છત નીચે આ ત્રણેય જટિલ સિસ્ટમોનું ઉત્પાદન, પરીક્ષણ અને સપ્લાય કરે છે.

ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NPCIL) ના માર્ગદર્શન હેઠળ, કંપનીએ આ અદ્યતન પરમાણુ હેન્ડલિંગ સિસ્ટમ્સનું ઉત્પાદન શરૂ કર્યું. તેણે પહેલેથી જ બોરેટેડ સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરીને સ્પેન્ટ ફ્યુઅલ સ્ટોરેજ રેક્સ (SFSR) બનાવ્યા છે, જે ન્યુટ્રોન ઉત્સર્જન અટકાવવા સક્ષમ છે. આ સિદ્ધિ માત્ર ગુજરાત અને વડોદરાના ઔદ્યોગિક ઇકોસિસ્ટમ માટે જ નહીં, પરંતુ ભારતના વધતા જતા સ્વદેશી પરમાણુ એન્જિનિયરિંગ ક્ષેત્ર માટે પણ ગૌરવની બાબત છે.

ઉત્પાદન ઉપરાંત, વિવિધ હાય-ફેબ મોટા પાયાના ઔદ્યોગિક પ્રોજેક્ટ્સના અમલીકરણમાં પણ આગળ વધી છે. કંપનીએ લાર્સન એન્ડ ટુબ્રો (L&T), વેસ્ટર્ન રેલ્વે અને નિક્કો કોર્પોરેશન જેવી સંસ્થાઓ માટે કામ કર્યું છે. કેનેડિયન અને યુએસ કંપનીઓ સાથેના વ્યૂહાત્મક સહયોગ દ્વારા તે ભારતની ઔદ્યોગિક વિકાસ ગાથામાં એક ભરોસાપાત્ર ભાગીદાર તરીકે પોતાની સ્થિતિ મજબૂત કરી રહી છે.

કંપની કડક ગુણવત્તાના ધોરણોનું પાલન કરે છે અને તેનું સંચાલન ASME, TEMA, IS અને BS જેવા આંતરરાષ્ટ્રીય કોડ્સ મુજબ થાય છે. વિવિધ હાય-ફેબ એક ISO-પ્રમાણિત કંપની છે. જે ગુણવત્તા વ્યવસ્થાપન પ્રત્યે તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

જુન માસના આગામી દિવસોમાં વડોદરા શહેરમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમીટ યોજાવાની છે, તેવા સમયે ‘વિવિધ’ હાય-ફેબ પ્રાઈવેટ લિમિટેડનું યોગદાન એ દર્શાવે છે કે કેવી રીતે ભારતીય MSME પરમાણુ ઊર્જા, સંરક્ષણ અને અદ્યતન એન્જિનિયરિંગ જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. કંપનીની નવીનતા અને આત્મનિર્ભર ઉત્પાદન પ્રત્યેની પ્રતિબદ્ધતા વૈશ્વિક મંચ પર ભારતની એન્જિનિયરિંગ શ્રેષ્ઠતાનું ઉદાહરણ પૂરું પાડે છે.

Tags:

CircularEconomyCleanEnergyEnvironmentallyFriendlyFuelStorageGreenTechnologyGujaratiInnovationIndianEntrepreneursIndigenousSolutionsIndustry20InnovationInMSMEMakeInIndiaMSMERenewableResourcesSocialImpactStartupIndiaSustainablePracticesvadodaraWasteManagement

Share Article

Other Articles

Previous

રાજકોટના પૂર્વ મેયર જનકભાઈ કોટકનું 80 વર્ષની વયે નિધન

Next

દિલ્હી-NCRમાં કાળા વાદળોની ધમાલ: દિવસે રાતનો માહોલ, IMDએ રેડ-ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ભેળસેળખોરોની હવે ખેર નહીં: રાજકોટમાં મેયર નેહલ શુક્લાનો ‘મેગા વોર પ્લાન’, 1 વર્ષ સુધી સત દરોડા
1 કલાક પહેલા
કુમકુમ ભાગ્ય સિરિયલથી જાણીતી ટીવી અભિનેત્રી સંચિતા ઉગલેએ કર્યો આપઘાત
1 કલાક પહેલા
રાજકોટના પિઝા શોખીનો ચેતજો! PAPA LOUIE’S માંથી ઝડપાયો અખાદ્ય ચીજવસ્તુઓનો જથ્થો
2 કલાક પહેલા
રાજકોટના પૂર્વ મેયર જનકભાઈ કોટકનું 80 વર્ષની વયે નિધન
3 કલાક પહેલા
Categories

નેશનલ

3093 Posts

Related Posts

૪૪ વર્ષના ખેલાડીએ ૧૬ દડામાં ઝૂડ્યા ૮૪ રન !
સ્પોર્ટ્સ
3 વર્ષ પહેલા
બજેટમાં નાણામંત્રી નિર્મલા કઈ ચીજો સસ્તી કરી શકે છે ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
આપના સાંસદ રાઘવ ચઢ્ઢા રાજ્યસભામાંથી સસ્પેંડ
નેશનલ
3 વર્ષ પહેલા
પ્રજાને કરબોજનો ‘ડામ’ નામંજૂર કરી બજેટને ફુલગુલાબી’ બનાવતાં શાસકો
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર