યુદ્ધની આગે તેલમાં લગાવી આગ: બ્રેન્ટ ક્રૂડ 95 ડોલરને પાર, રૂપિયો 22 પૈસા તૂટીને 95.48એ
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી હુમલા શરૂ થતાં વૈશ્વિક બજારોની સાથે ઓઈલ માર્કેટમાં પણ ખળભળાટ મચ્યો છે. ગઈકાલે 90 ડોલરની નજીક રહેલું બ્રેન્ટ ક્રૂડ ઓઈલ આજે ઉછળીને 95 ડોલરની આસપાસ પહોંચી ગયું છે. હાલમાં બ્રેન્ટ ક્રૂડ 94.84 ડોલરના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે જે મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના ભાવ માટે ચિંતાજનક સંકેત છે. બીજી તરફ ડોલર સામે રૂપિયો પણ નબળો પડ્યો છે. આજે રૂપિયો લગભગ 22 પૈસા ગગડીને 95.48ની સપાટીએ પહોંચ્યો છે. ક્રૂડના ભાવમાં ઉછાળો અને રૂપિયામાં નબળાઈ, આ બંને પરિબળો દેશમાં મોંઘવારી વધારવાનો મોટો ખતરો ઉભો કરે છે.
