Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

`સરગમ’: પ્રેમ, પીડા, હાસ્ય અને લાગણીઓનો અરીસો

Wed, June 3 2026

પાંચ જૂને હૃદયનાં તાર ઝણઝણાવવા આવી રહી છે અભિલાષ ઘોડા પ્રસ્તુત ગુજરાતી ફિલ્મ

ફિલ્મનું મોટાભાગનું શુટિગ રાજકોટ અને દીવ આસપાસના વિસ્તારમાં થયુ છે

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ હાલમાં તેના સુવર્ણ યુગમાંથી પસાર થઈ રહ્યો છે. નવી વિચારસરણી, મજબૂત વિષયવસ્તુ અને ગુણવત્તાસભર નિર્માણ સાથે ગુજરાતી ફિલ્મો દર્શકોના દિલમાં વિશેષ સ્થાન બનાવી રહી છે. આવા સમયમાં ગુજરાતી સિનેમાને વધુ એક સુંદર, મનોરંજક અને સંવેદનશીલ ફિલ્મ મળવા જઈ રહી છે. અભિલાષ ઘોડા પ્રસ્તુત સરગમ આગામી પાંચ જૂન, ૨૦૨૬ના રોજ સમગ્ર ગુજરાતમાં ભવ્ય રીતે રિલીઝ થવા જઈ રહી છે.

`સરગમ’ ફિલ્મનાં મુખ્ય કલાકારો હર્ષલ માંકડ- હેયાન, શ્રી માંડવિયા, દર્શીના બારોટ અને હર્ષિત ઢેબર ઉપરાંત અભિલાષ ઘોડા, દિગ્દર્શક યોગીરાજસિહ જાડેજા, મેહુલ રવાણી વગેરે `વોઈસ ઓફ ડે’ની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને ફિલ્મ વિશે વાતો કરી હતી.

ફિલ્મમાં હર્ષલ માંકડ- હેયાન, શ્રી માંડવિયા, દર્શીના બારોટ અને હર્ષિત ઢેબર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.ગુજરાતી ફિલ્મ જગતના અનુભવી અને પ્રતિષ્ઠિત ફિલ્મ નિર્માંતા અભિલાષ ઘોડા છેલ્લા ૪૫ વર્ષથી ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તેમણે ફિલ્મનું નિરીક્ષણ કર્યા બાદ તેની મજબૂત વાર્તા, ભાવનાત્મક રજૂઆત અને સામાજિક સંદેશથી પ્રભાવિત થઈ આ ફિલ્મ સાથે પોતાનું નામ જોડવાનો નિર્ણય લીધો છે. તેમના આ જોડાણથી ફિલ્મ પ્રત્યેની વિશ્વસનીયતા અને અપેક્ષાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.

આ પણ વાંચો: નિવૃત્ત વડીલોની જિંદગીભરની કમાણી કેવી રીતે `વર્ચ્યુઅલ જેલ’ માં લૂંટાઈ રહી છે?

`સરગમ’ માત્ર એક પ્રેમકથા નથી, પરંતુ આજના સમાજના એક અત્યંત સંવેદનશીલ પ્રશ્નને ઉજાગર કરતી ફિલ્મ છે. સાચા સમયે ખોટા વ્યક્તિને અને ખોટા સમયે સાચા વ્યક્તિને પ્રેમ કરવાથી જીવન અને સંબંધોના તાર કેવી રીતે ખોરવાઈ જાય છે તે વિષયને ખૂબ જ સુંદર અને અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યો છે. પ્રેમ, સંબંધો, લાગણીઓ, સંઘર્ષ અને જીવનની વાસ્તવિકતાઓને સ્પર્શતી આ ફિલ્મમાં અઢળક કોમેડી, લાગણીસભર દ્રશ્યો અને હૃદયને સ્પર્શી જાય એવી ક્ષણોનો અનોખો સંગમ જોવા મળશે.

આ ફિલ્મનું શુટિગ રાજકોટ અને દીવ વિસ્તારમાં થયુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મનો હીરો હર્ષલ માંકડ-હેયન રાજકોટમાં જ રહે છે અને પોતાની કલા અને અભિનયથી ફિલ્મ જગતમાં ધૂમ મચાવી રહ્યો છે.

ફિલ્મના દિગ્દર્શક અને નિર્માતા નિલેશ ચોવટિયા (આર્ટ કોર્પોરેશન) છે, જ્યારે ધન્યતા એસોસિએટ્સના સ્વ.સિધ્ધરાજસિહ જાડેજા, યોગીરાજસિહ જાડેજા, અશોકસિહ જાડેજા, રાજવિરસિહ જાડેજા, દેવીરાજસિહ જાડેજા અને રાજુભાઇ મોઢવાડીયા એસોસિયેટ નિર્માતા તરીકે ફિલ્મ સાથે જોડાયેલા છે. ફિલ્મની કથા, પટકથા અને સંવાદ હર્ષલ માંકડ (હેયાન)ના છે. જીવન, પ્રેમ અને સંબંધોના અનેક રંગોને અસરકારક રીતે રજૂ કરતો આ સ્ક્રીનપ્લે ફિલ્મની સૌથી મોટી તાકાત માનવામાં આવે છે.

સંગીતપ્રેમીઓ માટે પણ ફિલ્મ વિશેષ આકર્ષણ ધરાવે છે. ફિલ્મના ગીતોને ભારતના લોકપ્રિય ગાયકો સોનુ નિગમ, જાવેદ અલી અને મયુર હેમંત ચૌહાણના સ્વર મળ્યા છે, જે ફિલ્મની લાગણીઓને વધુ ઊંડાણ આપે છે. ગુજરાતી સિનેમાના સુવર્ણ યુગમાં સરગમ એક એવી ફિલ્મ બની શકે છે જે દર્શકોને માત્ર મનોરંજન જ નહીં પરંતુ સંબંધો અને જીવન વિશે વિચારવા માટે પણ પ્રેરિત કરશે. ફિલ્મના શુભેચ્છક તથા સરગમ ટીમના ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનર તરીકે અરિહંત ઇન્વેસ્ટમેન્ટના મેહુલ રવાણી પણ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે.

ફિલ્મની ટિકિટો બુક માય શો (ઇજ્ઞજ્ઞસખુજવજ્ઞૂ) તેમજ સમગ્ર ગુજરાત અને મુંબઈના સિનેમાઘરોમાં ઉપલબ્ધ રહેશે. ગ્રુપ બુકિગ, બલ્ક બુકિગ અથવા ફિલ્મ અંગે વધુ માહિતી માટે ૭૯૮૪૮ ૨૧૦૪૪ અથવા ૮૭૮૦૮ ૬૮૭૮૨ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

Tags:

AMirrorOfLoveBollywoodVsGujaratiCinematicExpressionsCulturalNarrativesEmotionalJourneyEmotionsInFilmFilmDupSeFilmReviewFilmThemesGujaratiCinemaGujaratiFilmGujaratiLoveStoryGujaratStoriesHeartfeltNarrativeLoveAndEmotionPainAndLaughterSargamSargamFilm

Share Article

Other Articles

Previous

રાજકોટના ૧૧ ઝોનમાં આવતીકાલે અક્ષત કળશ પદયાત્રા નીકળશે

Next

નિવૃત્ત વડીલોની જિંદગીભરની કમાણી કેવી રીતે `વર્ચ્યુઅલ જેલ’ માં લૂંટાઈ રહી છે?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
દિલ્હી અગ્નિકાંડ: માલવીય નગરની રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લગતા 20 ના મોત: આકડો વધવાની આશંકા
1 કલાક પહેલા
કોકરોચ જનતા પાર્ટી વિરૂધ્ધ ભારતીય જનતા પાર્ટીનો જંગ અલ્હાબાદ હાઇકોર્ટમાં પહોંચ્યો
2 કલાક પહેલા
વડાપ્રધાન મોદી ૧૦ જૂને પંડિત નહેરૂનો રેકોર્ડ તોડશે
2 કલાક પહેલા
રાજકોટના ૧૧ ઝોનમાં આવતીકાલે અક્ષત કળશ પદયાત્રા નીકળશે
2 કલાક પહેલા
Categories

નેશનલ

3040 Posts

Related Posts

પ્રેમ લગ્ન બાદ જીવન બગડી જતાં પરિણીતાએ સ્યુસાઇડ નોટ લખી કર્યો આપઘાતનો પ્રયાસ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
નામ RMCનું, દામ પ્રાઈવેટના : ખાનગી જીમને ખટાવવા મહાપાલિકાનો ખેલ ! ફી સાંભળીને તમે પણ ચોંકી જશો
ગુજરાત
9 મહિના પહેલા
જ્યાં ત્યાં ખડકાઈ ગયેલી રેંકડીઓ, રોડ પર પથરાયેલા પાથરણા જપ્ત
રાજકોટ
3 વર્ષ પહેલા
બાંગ્લાદેશમાં બે હિન્દુ નેતાઓની હત્યા: મંદિરોમાં ભારે તોડફોડ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર