`ડિજિટલ એરેસ્ટ’નો આતંક
તમારા ઘરમાં એકલા રહેતા વડીલના મોબાઈલ પર અચાનક સીબીઆઈ કે સાયબર ક્રાઈમનો વિડીયો કોલ આવે અને તેમને કહેવામાં આવે કે `તમે ડ્રગ્સ કે મની લોન્ડરિગના કેસમાં ડિજિટલ એરેસ્ટ છો!’ ડર, ધમકી અને મનોવૈજ્ઞાનિક બ્લેકમેલિગનો ઉપયોગ કરીને સિનિયર સિટીઝન્સના ખાતામાંથી કરોડો રૂપિયા ખંખેરી લેતી આ નવી સાયબર ક્રાઈમ સિન્ડિકેટની મોડસ ઓપરેન્ડી દરેક યુવા પરિવારે સમજવા જેવી છે.
તમે ઓફિસમાં કામ કરી રહ્યા છો અને ઘરે તમારા નિવૃત્ત માતા-પિતા એકલા છે. અચાનક તેમના ફોન પર એક અજાણ્યા નંબર પરથી વિડીયો કોલ આવે છે. સ્ક્રીન પર પોલીસના યુનિફોર્મમાં બેઠેલો એક અધિકારી દેખાય છે. પાછળ અસલી પોલીસ સ્ટેશન જેવું જ બેકગ્રાઉન્ડ છે, ભારત સરકારનો લોગો છે અને પાછળ વાયરલેસ સેટનો અવાજ પણ આવી રહ્યો છે.
તે અધિકારી અત્યંત કડક અવાજમાં તમારા પિતાને કહે છે, `તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરીને એક પાર્સલ તાઈવાન મોકલવામાં આવ્યું છે, જેમાં ડ્રગ્સ અને નકલી પાસપોર્ટ પકડાયા છે. તમારી સામે મની લોન્ડરિગનો કેસ નોંધાયો છે અને અત્યારથી જ અમે તમને `ડિજિટલ એરેસ્ટ’ કરીએ છીએ. તમારો ફોન કે વિડીયો કોલ કાપવાની ભૂલ ન કરતા, નહીંતર ૧૦ મિનિટમાં પોલીસ તમારા ઘરે આવીને તમને હાથકડી પહેરાવી જશે!’
આ સાંભળતા જ આખી જિદગી કોઈ દિવસ પોલીસ સ્ટેશનના પગથિયાં ન ચડનાર એ ૬૫ કે ૭૦ વર્ષના વૃદ્ધની માનસિક હાલત શું થાય, તેની કલ્પના કરો. આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પણ અત્યારે આખા ભારતમાં ચાલી રહેલો સૌથી ખતરનાક અને સુનિયોજિત સાયબર ક્રાઈમ છે, જેણે હજારો વડીલોની જિદગીભરની બચત સાફ કરી નાખી છે. તાજેતરમાં જ દિલ્હીના એક વૃદ્ધ દંપતીએ આ જ ડરના માર્યા પોતાના ખાતામાંથી ૧૪ કરોડ રૂપિયા આ ગઠિયાઓને ટ્રાન્સફર કરી દીધા!
આ પણ વાંચો: હાઇ-વે પર ડીવાઇડર તોડી ગેરકાયદે ગેપ કરનારાઓ સામે ગુના નોંધવા કલેક્ટરનો આદેશ
`ડિજિટલ એરેસ્ટ’નું મનોવિજ્ઞાન અને અદ્રશ્ય જેલ
આ કૌભાંડ સામાન્ય ઘઝઙ ફ્રોડ કે બેંકમાંથી બોલું છું તેવા જૂના કૌભાંડો કરતા બિલકુલ અલગ છે. આમાં સીધો સાયકોલોજીકલ (મનોવૈજ્ઞાનિક) હુમલો કરવામાં આવે છે.
આ ગઠિયાઓ એટલા પ્રોફેશનલ હોય છે કે તેઓ વોટ્સએપ પર સુપ્રીમ કોર્ટ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (છઇઈં) અને સીબીઆઈ (ઈઇઈં) ના નકલી લેટરપેડ પર તમારા નામનું એફઆઈઆર (ઋઈંછ) મોકલે છે. તેઓ કાયદાની કલમોના એવા ભારેખમ નામો બોલે છે કે સામાન્ય માણસ ડરી જાય. સૌથી મોટી ક્રૂરતા એ છે કે તેઓ વડીલોને ૨૪ થી ૪૮ કલાક સુધી વિડીયો કોલ પર જ જકડી રાખે છે. તેમને ધમકી આપવામાં આવે છે કે `આ એક સિક્રેટ ઇન્વેસ્ટિગેશન છે. જો તમે તમારા દીકરા કે દીકરીને પણ આ વાત કરી, તો તેમને પણ અમે જેલમાં નાખી દઈશું.’
વડીલોને ટોઇલેટ જવું હોય તો પણ વિડીયો કોલ ચાલુ રાખવો પડે છે. આને `વર્ચ્યુઅલ કેપ્ટિવિટી’ (વર્ચ્યુઅલ કેદ) કહેવાય છે. માણસ જ્યારે ડરમાં હોય અને તેને પોતાના સ્વજનોથી કાપી નાખવામાં આવે, ત્યારે તેનું મગજ કામ કરવાનું બંધ કરી દે છે. છેવટે, આ ગઠિયાઓ `તમારું બેંક એકાઉન્ટ વેરિફાય કરવું પડશે’ એમ કહીને એક સેફ ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવી લે છે અને પછી હંમેશા માટે ગાયબ થઈ જાય છે.
શા માટે આ રાક્ષસોનું સોફ્ટ ટાર્ગેટ માત્ર વડીલો જ છે?
જો કોઈ ૨૫ વર્ષના યુવાનને આવો કોલ આવે, તો તે તરત કાપીને પોલીસને ફોન કરશે અથવા ગૂગલ પર સર્ચ કરશે. પણ વડીલો સાથે બે મોટી નબળાઈઓ જોડાયેલી છે:
૧ સિસ્ટમ અને બદનામીનો ડર: ભારતના મધ્યમવર્ગીય વૃદ્ધો કોર્ટ, કચેરી અને પોલીસથી ભયંકર ડરતા હોય છે. તેમને લાગે છે કે `આખી જિદગી ઈજ્જતથી જીવ્યા, હવે ઘડપણમાં જો પોલીસ ઘરે આવશે તો પાડોશીઓ શું વિચારશે?` આ બદનામીનો ડર તેમને કોઈની મદદ માંગતા રોકે છે.
૨ ડિજિટલ અજ્ઞાનતા અને મોટી બચત: સિનિયર સિટીઝન્સ પાસે સ્માર્ટફોન તો આવી ગયા છે, પણ તેઓ ટેકનોલોજીની ડાર્ક સાઈડથી અજાણ છે. તેમને ખબર નથી હોતી કે વિડીયો કોલ પર દેખાતું ઓફિસનું બેકગ્રાઉન્ડ નકલી (અઈં જનરેટેડ) પણ હોઈ શકે. સૌથી મોટી વાત એ છે કે, આખી જિદગીની નોકરી પછી મળેલું પીએફ (ઙઋ), ગ્રેચ્યુઇટી અને એફડી (ઋઉ) ના લાખો રૂપિયા તેમના ખાતામાં પડેલા હોય છે, જે આ ગઠિયાઓ માટે તૈયાર ખજાનો છે.
સુપ્રીમ કોર્ટની લાલ આંખ અને ભારતનો નવો કાયદો
આ કૌભાંડો એટલી હદે વધી ગયા છે કે તાજેતરમાં જ ભારતની સુપ્રીમ કોર્ટે `સુઓ મોટો’ (જાતે જ નોંધ લઈને) આ બાબતે ગંભીરતા દાખવી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે આ લોકો દેશની ન્યાયપાલિકા અને કાયદાકીય સંસ્થાઓ પરના લોકોના વિશ્વાસને તોડી રહ્યા છે.
સરકારે `ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર’ (ઈં૪ઈ) ની સ્થાપના કરી છે, પણ જ્યાં સુધી નાગરિકો પોતે જાગૃત નહીં થાય ત્યાં સુધી કોઈ પોલીસ તેમને બચાવી શકશે નહીં. કાયદાનો એક બહુ જ સાદો અને સ્પષ્ટ નિયમ છે: પપભારતના બંધારણમાં `ડિજિટલ એરેસ્ટ’ નામની કોઈ જોગવાઈ જ નથી!થથ કોઈ પણ પોલીસ, સીબીઆઈ કે ઇન્કમટેક્સ ઓફિસર તમને ક્યારેય વિડીયો કોલ કરીને અરેસ્ટ કરી શકે નહીં, કે ન તો ક્યારેય પેનલ્ટી પેટે કોઈ બેંક ખાતામાં પૈસા માંગે.
આપણે આપણા માતાપિતાને વોટ્સએપ વાપરતા તો શીખવાડી દીધું છે, પણ હવે તેમને સાયબર સુરક્ષા શીખવવાનો સમય આવી ગયો છે. આજે જ રાત્રે જમતા સમયે તમારા વડીલો સાથે વાત કરો. તેમને સ્પષ્ટ કહો કે, `પપ્પા-મમ્મી, જો ક્યારેય કોઈ પોલીસ કે ઓફિસરનો આવો ડરાવતો ફોન આવે, તો જરાય ગભરાયા વગર સીધો જ ફોન કાપી નાખજો. કોઈ પોલીસ આપણા ઘરે આવવાની નથી. અને જો આવે, તો અમે બેઠા છીએ!’ તેમને ૧૯૩૦ (૧૯૩૦) સાયબર હેલ્પલાઈન નંબર વિશે માહિતગાર કરો. બની શકે કે તમારા ઘરના વડીલો શિક્ષિત અને જાગૃત હોય અને આવા કોઈના ટે્રપમાં ફસાય નહિ. પણ આજુબાજ્જું એવા ઘણા વડીલો હશે જ જે ભોળા પડી શકે. તો એમને સમજાવીને પણ સમાજસેવાનું કામ કરી શકાય. વડીલોને અત્યારે નવા કપડાં કે યાત્રા કરતા પણ વધુ જો કોઈ વસ્તુની જરૂર હોય, તો તે છે `ડિજિટલ હૂંફ’ અને `માહિતી’. તેમને સમજાવો કે તેમનો ડર જ આ ગઠિયાઓનું સૌથી મોટું હથિયાર છે; જે દિવસે એ ડર ખતમ થશે, એ જ દિવસે આ સાયબર ક્રાઈમની દુકાનોને તાળાં વાગી જશે!
