Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટ્રેન્ડિંગ

દીપડાઓ શેરડીના ખેતરમાં અને હાથીઓ રેલવે ટ્રેક પર કેમ રહેવા લાગ્યા છે?

Tue, June 2 2026

જંગલની બહાર નવું `કોંક્રીટનું જંગલ’

આપણને એવો ભ્રમ છે કે જંગલી પ્રાણીઓ માત્ર નેશનલ પાર્ક કે અભયારણ્યની હદમાં જ રહે છે, પણ વાસ્તવિકતા એ છે કે ભારતના હજારો દીપડા અને હાથીઓ હવે જંગલ છોડીને આપણા ખેતરો અને હાઇવે પર કાયમી વસવાટ કરવા લાગ્યા છે! વન્યજીવોના આ ખતરનાક `એડપ્ટેશન’ (અનુકૂલન) અને મનુષ્યોના પ્રાણી સાથેના વધતા સંઘર્ષ પાછળ આંધળો વિકાસ કેવી રીતે જવાબદાર છે?

ભારતમાં જ્યારે પણ `વાઇલ્ડલાઇફ’ (વન્યજીવ) ની વાત આવે છે, ત્યારે આપણા મગજમાં ગીર, રણથંભોર, જિમ કોર્બેટ કે કાઝીરંગા નેશનલ પાર્કના દ્રશ્યો ઉપસી આવે છે. કાગળ પર ભારતનો ૫% ભૌગોલિક વિસ્તાર આવા `પ્રોટેક્ટેડ એરિયા’ (સંરક્ષિત વિસ્તારો) તરીકે નોંધાયેલો છે. આપણને લાગે છે કે પ્રાણીઓ આ જંગલોની અંદર સુરક્ષિત છે અને આપણે બહારના શહેરોમાં સુરક્ષિત છીએ.

પરંતુ, છેલ્લા એક દાયકાથી ગ્રાઉન્ડ રિયાલિટી ભયાનક રીતે બદલાઈ ગઈ છે. પ્રાણીઓ હવે જંગલની સીમાઓ તોડીને માનવ વસાહતોમાં ઘૂસી રહ્યા છે – ભૂલથી નહીં, પણ કાયમ માટે રહેવા! આજે આપણે એ સમજવું છે કે શા માટે ભારતના વન્યજીવો પોતાનું મૂળ રહેઠાણ છોડીને આપણા આંગણે આવીને ઊભા છે.

૧. શેરડીના ખેતરો: દીપડાઓનું નવું `જંગલ‘

મહારાષ્ટ્રના જુન્નર, કરાડ અને પુણે પટ્ટાનું ઉદાહરણ આખી પરિસ્થિતિ સમજવા માટે પુરતું છે. અગાઉ દીપડાઓ પશ્ચિમ ઘાટના ગાઢ જંગલોમાં રહેતા. પણ ૧૯૭૦ ના દાયકા પછી ત્યાં ડેમ બન્યા અને ખેડૂતોએ મોટા પાયે `શેરડી’ વાવવાનું શરૂ કર્યું.

દીપડાઓને જંગલ કરતા આ શેરડીના ખેતરો વધુ માફક આવી ગયા! શેરડીનો પાક એકદમ ગાઢ અને ઊંચો હોય છે, જે માદા દીપડાને બચ્ચાને જન્મ આપવા માટે જંગલ જેવી જ સુરક્ષા આપે છે. વળી, ખેતરોની આસપાસ જંગલી હરણને બદલે રખડતા કૂતરા, બકરા અને વાછરડાંના રૂપમાં `રેડીમેડ’ શિકાર આસાનીથી મળી જાય છે. તાજેતરના એક સર્વે મુજબ, જુન્નર જેવા બિન-સંરક્ષિત વિસ્તારોમાં દર ૧૦૦ ચોરસ કિલોમીટરે ૬ થી ૭ દીપડા વસવાટ કરી રહ્યા છે, જે જંગલ કરતા પણ વધુ ગીચતા દર્શાવે છે! પરિણામે, ખેડૂતો જ્યારે ખેતરમાં કામ કરવા જાય છે, ત્યારે સામસામે ટકરાવ થાય છે અને જીવલેણ હુમલાઓ વધ્યા છે.

૨. હાઇ-કેલરી પાકની લાલચ અને તૂટતા `એલિફન્ટ કોરિડોર‘

હાથીઓ જેવા મહાકાય પ્રાણીઓને રોજનો સેંકડો કિલો ખોરાક જોઈએ. તેઓ વર્ષોથી એક જંગલમાંથી બીજા જંગલમાં જવા માટે પોતાના ચોક્કસ `કોરિડોર’ નો ઉપયોગ કરે છે. પણ આપણા વિકાસે આ રસ્તાઓની વચ્ચે હાઇવે, રેલવે ટે્રક અને રિસોર્ટ્સ ઊભા કરી દીધા છે.

બીજી તરફ, ખેડૂતો હવે જંગલની સીમાઓ પર કેળાં, શેરડી અને ડાંગર જેવા પાકો લે છે. હાથીઓ પણ હવે સ્માર્ટ થઈ ગયા છે. આખો દિવસ જંગલમાં ઘાસ અને પાંદડાં ખાવા કરતા, રાત્રે ખેતરમાં ઘૂસીને કેળાં કે શેરડી ખાવામાં તેમને વધુ `કેલરી’ અને પોષણ મળે છે. જ્યારે હાથી આ ખેતરોમાં કે એક જંગલમાંથી બીજા જંગલમાં જવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેઓ ટે્રનની અડફેટે ચડે છે. પર્યાવરણ મંત્રાલયના જ આંકડા કહે છે કે ૨૦૦૯ થી ૨૦૨૧ વચ્ચે માત્ર રેલવે ટે્રક પર કપાઈ જવાથી ભારતભરમાં ૧૮૬ હાથીઓના મોત થયા છે! (જેમાં સૌથી વધુ આસામ અને બંગાળમાં છે).

૩. જંગલોની `કેરીંગ કેપેસિટી‘ પૂરી થઈ ગઈ છે!

સરકારને એ વાતનું ગર્વ છે કે દેશમાં વાઘ, સિહ અને દીપડાની સંખ્યા વધી રહી છે. આ સારી વાત છે, પણ જંગલનો વિસ્તાર તો વધતો નથી ને?

દરેક જંગલની એક `કેરીંગ કેપેસિટી’ હોય છે. જ્યારે તાડોબા કે કોર્બેટ જેવા જંગલોમાં વાઘની સંખ્યા વધે છે, ત્યારે તાકાતવર વાઘ જંગલના કેન્દ્રમાં કબજો જમાવે છે અને યુવાન/નબળા વાઘને પોતાનો નવો વિસ્તાર શોધવા જંગલની બહાર ધકેલી દે છે. આ બહાર ધકેલાયેલા વાઘ અને દીપડાઓ જ્યારે નવી જગ્યા શોધવા નીકળે છે, ત્યારે તેમને રસ્તામાં જંગલને બદલે ૬ લેનનો એક્સપ્રેસ-વે, કેનાલ કે ફેક્ટરીઓ જ મળે છે.

માત્ર પાંજરા મૂકવાથી ઉકેલ નહીં આવે!

જ્યારે પ્રાણીઓ ગામમાં ઘૂસે છે, ત્યારે આપણું પહેલું રિએક્શન એ હોય છે કે “ફોરેસ્ટ વાળાને બોલાવીને પાંજરું મુકાવો!” પણ એક દીપડાને પકડશો, તો બીજો તેની જગ્યા લેવા આવી જ જશે. કારણ કે આપણે તેમના ઘર તોડીને આપણા ઘર બનાવ્યા છે.

અસલી જરૂરિયાત હવે `કો-એક્ઝિસ્ટન્સ’ (સહઅસ્તિત્વ) ની છે. જંગલની આસપાસ પાકના પ્રકારો બદલવા પડશે, હાઇવે બનાવતી વખતે પ્રાણીઓને નીચેથી પસાર થવા માટે `એનિમલ અંડરપાસ’ ફરજિયાત બનાવવા પડશે. વન્યજીવો આપણા વાતાવરણ સાથે અનુકૂલન સાધી રહ્યા છે, પણ જો આપણે સમય રહેતા તેમની સાથે અનુકૂલન સાધતા નહીં શીખીએ, તો આ મનુષ્યોનો પ્રાણી સાથેનો સંઘર્ષ આવનારા વર્ષોમાં દેશની સૌથી મોટી ઇકોલોજીકલ ક્રાઈસિસ બની જશે!

Tags:

AnimalBehaviorBiodiversityConservationIssuesEcoEducationElephantTracksEndangeredSpeciesFieldToFilmHabitatLossLeopardHabitatLivingWithWildlifeNatureConservationNatureLoversSugarcaneFieldsSustainableFarmingTrackWildlifeUrbanWildlifeWildlifeDocumentaryWildlifeProtectionWildlifeResearch

Share Article

Other Articles

Previous

માતૃત્વનો અદ્રશ્ય થાક : જાપાનમાં ખુલ્યા ક્રાઈંગ કાફે!

Next

અતિ ઘાતક ગરમીમાંથી છૂટકારો મળશે: હવામાન ખાતાની રાહતરૂપ આગાહી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
માતૃત્વનો અદ્રશ્ય થાક : જાપાનમાં ખુલ્યા ક્રાઈંગ કાફે!
1 કલાક પહેલા
દીપડાઓ શેરડીના ખેતરમાં અને હાથીઓ રેલવે ટ્રેક પર કેમ રહેવા લાગ્યા છે?
1 કલાક પહેલા
અતિ ઘાતક ગરમીમાંથી છૂટકારો મળશે: હવામાન ખાતાની રાહતરૂપ આગાહી
2 કલાક પહેલા
વાપીથી દારૂ રાજકોટમાં ઉતરે તે પહેલાં કોઠારિયા રોડ પરથી પકડાઈ ગયો
5 દિવસ પહેલા
Categories

નેશનલ

3037 Posts

Related Posts

ભારતે ત્રીજુ નેત્ર ખોલ્યુ અને પાકિસ્તાને BSFના જવાનને પાછો મોકલવો પડ્યો : જાણો કેવી રીતે પૂર્ણમ કુમાર શૉ પહોંચ્યો’તો પાકિસ્તાન?
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
હાઈ-વે ઉપર ટ્રાફિકમાં અટવાયા છો ? આ નંબર પર ફોન કરવાથી પોલીસ લાવશે ઉકેલ
ગુજરાત
2 વર્ષ પહેલા
રાજકોટનું હીરાસર એરપોર્ટ બન્યું સૌરાષ્ટ્રનું એવિએશન હબ :  2025માં 7190 ફ્લાઈટ ઓપરેશન, પેસેન્જર ટ્રાફિકમાં ઐતિહાસિક વધારો
ગુજરાત
5 મહિના પહેલા
બોલિવૂડના પતનમાર્ગના કારણો વિચાર્યા ?? કેમ સાઉથની ફિલ્મોનો સતત સહારો લેવો પડે છે ?? કેમ રિમેક ઉપર રીમેક બનાવવી પડે છે ?
Entertainment
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર