ઉમેદવારોની પસંદગીમાં અનુભવ+યંગબ્લડનું અદ્ભુત કોમ્બિનેશન
૨૭ વર્ષના સૌથી નાની વયના ઉમેદવાર તરીકે વોર્ડ નં.૩ના અજય મજેઠિયા તો વોર્ડ નં.૪માંથી ઉતરેલા ૫૮ વર્ષીય ભરતભાઈ લીંબાસીયા સૌથી વયોવૃદ્ધ
સૌથી વધુ અભ્યાસ ડૉ.પરેશ ઠાકર- ડૉ.નેહલ શુક્લનો તો સૌથી ઓછો ધો.૪ સુધીનો અભ્યાસ મીનાબા જાડેજાનોવોઈસ ઓફ ડે । રાજકોટ
૨૬ એપ્રિલે રાજકોટ મહાપાલિકાની ચૂંટણીનું મતદાન થવાનું છે ત્યારે આ ચૂંટણીમાં ભાજપના ૭૨, કોંગ્રેસના ૭૨ અને આમ આદમી પાર્ટીના ૭૦ ઉપરાંત અન્ય પક્ષના ઉમેદવારો મેદાનમાં હશે. ભાજપની વાત કરવામાં આવે તો તેણે ઉમેદવારોની પસંદગીમાં અનુભવ+યંગબ્લડનું અદ્ભુત કોમ્બિનેશન કર્યું છે. પક્ષે ૩૭થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા દસ, ૫૦+ વટાવી ચૂકેલા ૨૨ ઉમેદવારોને ટિકિટ આપી છે.
આ ચૂંટણીમાં ભાજપ તરફથી સૌની નાની ઉંમરના ઉમેદવાર તરીકે વોર્ડ નં.૩માંથી અજય હરેશભાઈ મેજઠિયા છે જેની ઉંમર ૨૭ વર્ષની છે. જ્યારે ૨૯ વર્ષની વય સાથે મૌલિક સંજયભાઈ પરમાર બીજા ક્રમના સૌથી યુવા ઉમેદવાર છે. મૌલિક પરમાર કોંગ્રેસના ગઢ ગણાતાં વોર્ડ નં.૧૫માંથી ચૂંટણી લડશે. આ બન્નેને ધો.૧૦ સુધીનો અભ્યાસ કરેલો છે. જ્યારે ૨૭ વર્ષીય મોહિતસિંહ પૃથ્વીસિંહ જાડેજા પણ વોર્ડ નં.૧૩માંથી ભાજપના ઉમેદવાર છે.
આ સિવાય ૩૪ વર્ષીય જયરાજસિંહ ગજુભા જાડેજા (વોર્ડ નં.૧), ૩૬ વર્ષીય દક્ષાબેન નીતિનકુમાર વાઘેલા (વોર્ડ નં.૨), ૩૮ વર્ષીય ધૈર્ય પારેખ (વોર્ડ નં.૨), ૩૩ વર્ષીય કાળુભાઈ દેવદાનભાઈ કુગશિયા (વોર્ડ નં.૪), ૩૫ વર્ષીય ડૉ.હિરેન ખીમાણિયા (વોર્ડ નં.૧૪), ૩૨ વર્ષીય પૂજા અમરભાઈ સોલંકી (વોર્ડ નં.૧૫), ૩૮ વર્ષીય દક્ષાબેન નટુભાઈ વાઘેલા (વોર્ડ નં.૧૮), ૩૩ વર્ષીય સંજય રાજેશભાઈ સાગઠિયા (વોર્ડ નં.૧૮), ૩૬ વર્ષીય કિશન જયસુખભાઈ ટીલવા (વોર્ડ નં.૧૨), ૩૯ વર્ષીય માધવીબેન નીતિનભાઈ બદ્રકિયા (વોર્ડ નં.૧૩), ૩૯ વર્ષીય સ્મિતાબેન બીપીનભાઈ ગોહેલ (વોર્ડ નં.૫), ૩૯ વર્ષીય સંજય અરુણભાઈ ચાવડા (વોર્ડ નં.૫), ૩૩ વર્ષીય પૂનમબેન ગૌતમભાઈ મોરવાડિયા (વોર્ડ નં.૬), ૩૫ વર્ષીય ધર્મિષ્ઠાબેન નાનજીભાઈ પરમાર (વોર્ડ નં.૬), ૩૯ વર્ષીય પ્રવિણ ભીખુભાઈ સેગલિયા (વોર્ડ નં.૮) સહિતના ૩૦થી ૪૦ વર્ષની વચ્ચેની વયના ઉમેદવાર છે.
જ્યારે ૫૮ વર્ષની સૌથી વધુ ઉંમર ધરાવતા ભરતભાઈ જેસાભાઈ લીંબાસીયા (વોર્ડ નં.૪) પણ મેદાનમાં છે. તેમના સિવાય ૫૦ વર્ષીય ઘનશ્યામભાઈ હેરભા (વોર્ડ નં.૧૦), ૫૧ વર્ષીય અશ્વિન પરસોત્તમભાઈ ભોરણિયા (વોર્ડ નં.૧૦), ૫૦ વર્ષીય જયશ્રીબા દશરથસિંહ જાડેજા (વોર્ડ નં.૧૨), ૫૬ વર્ષીય પંકજભાઈ ધીરજલાલ લુણાગરીયા (વોર્ડ નં.૧૩), ૫૩ વર્ષીય કેતનભાઈ પટેલ (વોર્ડ નં.૧૪), ૫૦ વર્ષીય જયાબેન પ્રવિણભાઈ હુંબલ (વોર્ડ નં.૧૬), ૫૬ વર્ષીય ઉમેશભાઈ માવજીભાઈ વાઘેલા (વોર્ડ નં.૧૬), ૫૫ વર્ષીય કૌશિકભાઈ રમણીકભાઈ ટાંક (વોર્ડ નં.૧૭), ૫૧ વર્ષીય રસિલાબેન પ્રવિણભાઈ સાકરિયા (વોર્ડ નં.૫), ૫૧ વર્ષીય દિલીપભાઈ લુણાગરિયા (વોર્ડ નં.૫), ૫૮ વર્ષીય વર્ષાબેન કિરીટભાઈ પાંધી (વોર્ડ નં.૭), ૫૬ વર્ષીય કિરણબેન માકડિયા (વોર્ડ નં.૮), ૫૬ વર્ષીય મનિષભાઈ ભટ્ટ (વોર્ડ નં.૮), ૫૮ વર્ષીય દક્ષાબેન ભરતભાઈ વસાણી (વોર્ડ નં.૯) અને ૫૮ વર્ષીય રાજુભાઈ વાલજીભાઈ અઘેરા (વોર્ડ નં.૯) પણ મેદાનમાં છે.
ભાજપના ઉમેદવારોમાં સૌથી વધુ અભ્યાસ વોર્ડ નં.૧ના ઉમેદવાર ડૉ.પરેશ ઠાકર અને વોર્ડ નં.૭ના ડૉ.નેહલ શુક્લનો છે. આ બન્નેએ એલએલ.એમ.પીએચડી સુધીનો અભ્યાસ કર્યો છે. જ્યારે સૌથી ઓછો ધો.૪ સુધીનો અભ્યાસ વોર્ડ નં.૨ના ઉમેદવાર મીનાબા અજયસિંહ જાડેજાનો છે.
