Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતરાજકોટ

ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ

Tue, April 14 2026

એઇમ્સ-રાજકોટના પ્રથમ દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, કેન્દ્રીય આરોગ્યમંત્રી સહિતના દિગ્ગજોની ઉપસ્થિતિ

તમારું કાર્ય દર્દીઓના ચહેરા પર ખુશી લાવે તેનું ધ્યાન રાખજો, ડૉક્ટરે કરૂણાના દૂત બનીને આગળ વધવાનું છે: તમે માત્ર
ગ્રેજ્યુએટ નથી થયા, લોકોની રક્ષા કરવાની જવાબદારી મળી છે

તમારું કાર્ય દર્દીઓના ચહેરા પર ખુશી લાવે તેનું ધ્યાન રાખજો, ડૉક્ટરે કરૂણાના દૂત બનીને આગળ વધવાનું છે: તમે માત્ર
ગ્રેજ્યુએટ નથી થયા, લોકોની રક્ષા કરવાની જવાબદારી મળી છે
જામનગર રોડ ઉપર આવેલી એઈમ્સ હોસ્પિટલમાં સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી, રાજ્યના આરોગ્ય મંત્રી સહિતના દિગ્ગજોની ઉપસ્થિતિમાં સૌપ્રથમ દિક્ષાંત સમારોહ યોજાયો હતો જેમાં ૪૯ વિદ્યાર્થીઓને એમબીબીએસ ડિગ્રી અને એક વિદ્યાર્થીને પોસ્ટ ડૉક્ટરલ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગને સંબોધન કરતાં રાષ્ટ્રપતિએ અત્યંત મહત્ત્વની વાત કરતાં જણાવ્યું કે ડૉક્ટરોમાં નૈતિકતા અને કરુણા હોય તે ખૂબ જ જરૂરી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ગ્રેજ્યુએટ થયેલા ડૉક્ટરોને જણાવ્યું કે તમે લોકો એઈમ્સ હોસ્પિટલના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર છો. જો કે તમારું કાર્ય લોકોના સ્વાસ્થ્યને પ્રભાવિત કરનારું હોવાથી તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. જ્યાં ભગવાન દ્વારકાધીશ, સોમનાથ સહિતના મંદિર આવેલા છે તે સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર એઈમ્સ હોસ્પિટલ નિર્માણ પામી હોય આજે મને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. હું ગ્રેજ્યુએટ થયેલા તમામ ડૉક્ટરોને કહેવા માંગીશ કે તમે માત્ર ગ્રેજ્યુએટ નથી થયાં
આ એક કરિયર નહીં, સેવાનું માધ્યમ છે: અનુપ્રિયા પટેલ
કેન્દ્રીય રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે જણાવ્યું કે આજે ૫૦ ડૉક્ટરોના જીવનનો નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે ડૉક્ટરો લોકો સાથે જોડાયેલા રહે તે જરૂરી છે. ડૉક્ટરોએ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ એક કરિયર નહીં પરંતુ સેવાનું માધ્યમ છે. ડૉક્ટરને લોકો ઈશ્વરનું સ્વરૂપ માને છે એટલા માટે આ ભરોસો તૂટે નહીં તેનું ખાસ ધ્યાન રાખજો. ડૉક્ટર પાસે માત્ર ક્લિનિકલ જ્ઞાન હોય તે જ જરૂરી નથી પરંતુ પ્રભાવિત સંવાદ જરૂરી બની જાય છે. ડૉક્ટરોએ હંમેશા પોતાને અપડેટ રાખવા પડશે. તેમણે કહ્યું કે એક સમયે દેશમાં સાત એઈમ્સ હતી જે અત્યારે ૧૬ થઈ ચૂકી છે જેમાં રાજકોટ એઈમ્સ પણ સામેલ છે. આ ઉપરાંત મેડિકલ કોલેજની સંખ્યા ૩૮૭માંથી ૮૧૮, એમબીબીએસની સીટ ૫૧,૦૦૦માંથી વધારી ૧,૨૯,૦૦૦ અને પોસ્ટ ગ્રેજ્યુએટની સંખ્યા ૩૧ હજારમાંથી વધારી ૮૫,૦૦૦ કરવામાં આવી છે. ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓને તેમણે કહ્યું કે તમે ભાગ્યશાળી છો કે એઈમ્સ હોસ્પિટલમાં ગ્રેજ્યુએટ થવાની તક મળી છે.


કેટલી ચાલે?: રાજ્યપાલ દેવવ્રતનો વેધક સવાલએઈમ્સ ખાતે આયોજિત દીક્ષાંત સમારોહને સંબોધિત કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સ્વાસ્થ્ય પ્રત્યે લોકોને જાગૃત રહેવાની અપીલ કરીને જણાવ્યું કે આજે ખાદ્યવસ્તુઓ ઝેરી બની ગઈ છે. ખાતરમાં યુરિયા, પેસ્ટીસાઈડ સહિતનું ઝેર ભેળવવામાં આવે છે અને આ ઝેર ખેતરમાં આવે છે. ખેતરમાં ખાદ્યાન્નના ઉત્પાદન બાદ ઝેર શરીર સુધી પહોંચે છે. ૪૦ વર્ષ પહેલાં કેન્સર, કિડની, ઘૂંટણ, ડાયાબિટીઝ, હાર્ટએટેક સહિતની બીમારી કોને કહેવાય તે બહુ ઓછા લોકો જાણતા હતા પરંતુ અત્યારે આ બીમારીઓ ઘેર-ઘેર જોવા મળે છે. તેમણે ઉદાહરણ આપતાં કહ્યું કે કેરોસીનથી મર્સિડીઝ કાર કેટલી ચાલી શકે ? આવું જ આપણા શરીરનું છે. તેમાં સ્વાસ્થ્યવર્ધક અને સાત્વિક ખાદ્યવસ્તુ નાખવામાં આવે તો શરીર બીમારીથી દૂર રહે છે એટલા માટે જ ફાસ્ટ ફૂડ અને જંકફૂડનો ત્યાગ કરવો જોઈએ. આપણા પૂર્વજો ૧૦૦ વર્ષ સુધી નિરોગી જીવન જીવતા હતા એ આપણે ભૂલવું ન જોઈએ. ડૉક્ટરોને અપીલ કરતાં રાજ્યપાલે જણાવ્યું કે જે તમે ભણ્યા છો એ ગરીબોની ભલાઈ માટે ઉપયોગ કરતો. જરૂરિયાતમંદ લોકો પૈસાના અભાવે મૃત્યુનો શિકાર ન બને તેનો પણ ખ્યાલ રાખજો. શરીરથી મોટું ઘરેણું કોઈ જ નથી.

Share Article

Other Articles

Next

રાજકોટગુજરાતનુંસૌથી `ગરમ’શહેર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
4 કલાક પહેલા
રાજકોટગુજરાતનુંસૌથી `ગરમ’શહેર
4 કલાક પહેલા
નવી મુંબઈ-રાજકોટ ઈન્ડિગો ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, પેસેન્જર્સનું હલ્લાબોલ
4 કલાક પહેલા
ટિકિટ કપાતા કોંગ્રેસમાં ભડકો: પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિતના કાર્યકરોના રાજીનામા
4 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

રાજકોટનાં રૈયાધાર વિસ્તારમાં દીપડાએ દેખા દીધી… જુઓ કોણે કહ્યું…
રાજકોટ
2 વર્ષ પહેલા
હાર્ટ એટેકથી વધુ એક મોત : નવસારીની ફેક્ટરીમાં અચાનક રત્નકલાકાર ઢળી પડ્યો
ગુજરાત
3 વર્ષ પહેલા
ભારત-પાક મેચ પૂર્વે રાષ્ટ્રગીત ગવાયું ત્યારે કેવો માહોલ હતો…જુઓ વિડીયો
ગુજરાત
2 વર્ષ પહેલા
રાજકોટ હીરાસર એરપોર્ટ પર વાઇબ્રન્ટ વેવ્ઝ: જર્મન ટેક.થી સજ્જ જૂનું ટર્મિનલ ફરીથી ચમકયુ, સાફ સફાઈ કરી ચેર સહિતની વ્યવસ્થાઓ ઉભી કરાઇ
ગુજરાત
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર