મુંબઇ સેન્ટ્રલ સ્ટેશનમાં ચાલી રહેલા રિનોવેશનને લીધે થોડા દિવસ રૂટ ટૂંકાવાયો: ટે્રન સવારે ૪.૫૫ વાગ્યે દાદર પહોંચી જશે
રેલવે તંત્ર દ્વારા સૌરાષ્ટ્ર મેઈલનો રૂટ કામચલાઉ ટૂંકાવીને મુંબઈ સેન્ટ્રલ ને બદલે દાદર સુધી કરવાની જાહેરાત કરી છે.
મુસાફરોની સુવિધા અને રેલ્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સુદ્રઢીકરણના હેતુથી મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૫ પર ટે્રકના સંપૂર્ણ નવીનીકરણ અને નવા સિમેન્ટ કોંક્રિટ એપ્રોન નિર્માણ કાર્ય માટે ટ્રાફિક અને પાવર બ્લોક લેવામાં આવશે.
રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ કામગીરીને કારણે કાર્યકારી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ટે્રન નંબર ૨૨૯૪૬ ઓખા–મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલને દાદર સ્ટેશન પર શોર્ટ-ટર્મિનેટ કરવામાં આવશે. આ રીતે આ ટે્રન દાદર અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
આ વ્યવસ્થા ૦૫ એપ્રિલ ૨૦૨૬ થી આગામી સૂચના સુધી ટે્રન નંબર ૨૨૯૪૬ ઓખા–મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ માટે લાગુ રહેશે.દાદર સ્ટેશન પર આ ટે્રનનો આગમન સમય નિર્ધારિત ૦૪:૧૫ કલાકને બદલે સુધારેલ સમય ૦૪:૫૫ કલાક રહેશે.
રેલવેએ મુસાફરી કરતા પહેલા ટે્રનની નવીનતમ સ્થિતિ વિશેની માહિતી રેલવેની સત્તાવાર વેબસાઇટ ૂૂૂ.યક્ષીિશુિ.શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષ પરથી મેળવી લેવા અનુરોધ કર્યો છે.
