Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઈરાન ઉપર જમીની હુમલાની તૈયારી? યુએસનો 20 વર્ષનો સૌથી મોટો સૈન્ય જમાવડો, 3500 મરીન જવાનો તૈનાત કરાયા

Mon, March 30 2026

મધ્ય પૂર્વમાં ઈરાન સાથે વધતી જતી અથડામણ વચ્ચે અમેરિકાએ છેલ્લા 20 વર્ષમાં સૌથી મોટો સૈન્ય જમાવડો શરૂ કર્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ જણાવ્યું કે યુદ્ધ જહાજ “યુએસએસ ટ્રિપોલી” પર સવાર આશરે 3,500 મરીન અને નૌકાદળના જવાનો મધ્ય પૂર્વ વિસ્તારમાં પહોંચી ગયા છે. મધ્ય પૂર્વમાં પહેલેથી જ 50000 અમેરિકા સૈનિકો તૈનાત છે.નવા મરીન જવાનોના આગમન સાથે સમગ્ર વિસ્તારમાં અમેરિકાની સૈન્ય શક્તિ વધુ મજબૂત બની છે. CENTCOM દ્વારા જાહેર કરાયેલા ફોટોમાં હેલ્મેટ, ગોગલ્સ અને સંપૂર્ણ યુદ્ધ સજ્જામાં સૈનિકો જોવા મળે છે, જે સંભવિત મોટી કાર્યવાહી તરફ ઈશારો કરે છે.

“યુએસએસ ટ્રિપોલી” માત્ર જવાનો જ નહીં, પરંતુ ફાઇટર વિમાન, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને એમ્ફિબિયસ હુમલાખોર સાધનો સાથે પહોંચ્યું છે. આ જહાજ અને તેમાં સવાર 31મી મરીન એક્સપેડિશનરી યુનિટ અગાઉ જાપાનમાં સ્થાયી હતી અને તાઈવાન નજીક અભ્યાસ કરી રહી હતી, જ્યાંથી તેને તાત્કાલિક મધ્ય પૂર્વ માટે મોકલવામાં આવી હતી.

આ સાથે જ યુએસએસ બોક્સર સહિતના અન્ય યુદ્ધ જહાજો અને એક વધુ મરીન યુનિટને પણ સાન ડિએગોથી મધ્ય પૂર્વ તરફ રવાના કરવામાં આવ્યા છે. સતત વધતી આ તૈનાતીથી સ્પષ્ટ થાય છે કે અમેરિકાએ વિસ્તારમા પોતાની સૈન્ય હાજરીને ઝડપી ગતિએ વધારી છે. આ પગલાએ ઈરાનમાં જમીની હુમલાની શક્યતાઓને લઈને ચર્ચાઓ ગરમાવી દીધી છે. જોકે ટ્રમ્પે વારંવાર કહ્યું છે કે અમેરિકા સીધો જમીની યુદ્ધમાં પ્રવેશવાનો ઈરાદો રાખતું નથી, છતાં દળોની ગોઠવણી અને તેમની સ્થિતિ સૂચવે છે કે તેઓ ઈરાન અને ખાસ કરીને ખારગ આઈલેન્ડ જેવા મહત્વના તેલ ટર્મિનલની નજીક તૈનાત થઈ શકે છે.વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં જણાવ્યા મુજબ પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે અને કોઈ પણ સમયે મોટું સૈન્ય પગલું લેવાઈ શકે તેવા સંકેતો મળી રહ્યા છે.

આ પણ વાંચો: અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી


અમેરિકા ખર્ગ ટાપુનો કબજો લઈ શકે છે, હોર્મુઝ નજીક હુમલા સંભવ

આ સૈન્ય જમાવડો જોતાં યુએસ ખર્ગ આઈલેન્ડ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરી શકે છે તેવું નિષ્ણાતોનું માનવું છે.આ ટાપુ ઈરાન માટે અત્યંત મહત્વપૂર્ણ તેલ નિકાસ કેન્દ્ર છે અને તેની ઉપર કબજો મેળવવો એટલે ઈરાનની આર્થિક નસ પર પ્રહાર સમાન માનવામાં આવે છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, અમેરિકી દળોને ઈરાનની નજીક તથા ખર્ગ ટાપુની મારક રેન્જમાં તૈનાત કરવાની યોજના બની રહી છે. આ સાથે જ હોર્મુઝ જળસંધિ નજીક પણ સૈન્ય કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.બીજી તરફ આવી કાર્યવાહી માટે ટ્રમ્પ આદેશ આપશે કે નહી તે અંગે અનિશ્ચિતતા પ્રવર્તે છે.વિશ્લેષકોના મત મુજબ ખર્ગ ટાપુનો કબજો લેવો મુશ્કેલ નથી પણ તે પછી મોટો સવાલ ત્યાં તૈનાત અમેરિકી સૈનિકોની સલામતીનો છે. ઉપરાંત હોર્મુઝ માર્ગ વિશ્વના તેલ પુરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ માર્ગ છે.જો આ વિસ્તારમાં સીધી કાર્યવાહી થાય તો વૈશ્વિક ઊર્જા બજારમાં ભારે ઉથલપાથલ સર્જાઈ શકે છે અને યુદ્ધ વધુ વ્યાપક સ્વરૂપ લઈ શકે છે

ઈરાનનો ચેતવણીભર્યો જવાબ

ઈરાન તરફથી પણ તીવ્ર પ્રતિક્રિયા સામે આવી છે. ‘તેહરાન ટાઈમ્સ’ના મુખ્ય પૃષ્ઠ પર “વેલકમ ટુ હેલ” હેડલાઇન સાથે અમેરિકાને કડક ચેતવણી આપવામાં આવી છે. અહેવાલ મુજબ, જો અમેરિકી સૈનિકો ઈરાનની જમીન પર પગ મૂકાશે તો તેઓ “માત્ર કફનમાં જ પરત ફરશે” એવી ધમકી આપવામાં આવી છે. ઈરાનની આ ભાષા સ્પષ્ટ કરે છે કે કોઈપણ જમીની કાર્યવાહી ગંભીર અને વિનાશક અથડામણમાં ફેરવાઈ શકે છે.

Share Article

Other Articles

Previous

લશ્કરના આતંકવાદી શબ્બીર અહેમદની ધરપકડ: ISIના ઈશારે બનાવ્યું’તું મોડ્યુલ,તિહારમાં 11 વર્ષની સજા ભોગવી ચૂક્યો છે આરોપી

Next

જો યુએઈ યુદ્ધમાં પ્રવેશ કરશે તો દુબઈ નષ્ટ થઈ જશે, અમેરિકાના અર્થશાસ્ત્રી જેફરી સાકસની ચેતવણી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
દીકરીને પરેશાન કરતાં સાસરા-સાળાએ જ જમાઈને પતાવી દીધો: ઢીમ ઢાળી લાશને 1.50 કિમી દૂર ફેંકી,જાણો શું છે સમગ્ર મામલો
6 મિનિટutes પહેલા
રાજકોટમાં વધુ એક છેતરપિંડી: મિત્રએ પોતાની દુબઇ સ્થિત ટ્રેડિંગ કંપનીમાં રોકાણ કરવાનું કહીને 1.48 કરોડ ખંખેરી લીધા
19 મિનિટutes પહેલા
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુનાં હસ્તે રાજકોટથી દેશનાં 57 એરપોર્ટ પર સુવિધાની શરૂઆત, મુસાફરોને રૂ.10માં ચા, 20માં સમોસા મળશે
29 મિનિટutes પહેલા
આજે થાલા વગર ચેન્નાઈના ‘કિંગ્સ’ની ટક્કર રાજસ્થાનના ‘રોયલ્સ’સામે થશે: સેમસન-જાડેજા પોતાની નવી ઇનિંગનો પ્રારંભ જૂની ટીમ સામે જ કરશે
49 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3032 Posts

Related Posts

અમારા નામે યુદ્ધ બંધ કરો, યહૂદી સમુદાયે કર્યો અનુરોધ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
રાજકોટ બસકાંડ : મનપાના અધિકારીઓ દ્વારા મૃતકોના પરિજનોને 15 લાખની સહાય અર્પણ ; સાંસદ રૂપાલા, મોકરીયાએ પરિવારની લીધી મુલાકાત
ગુજરાત
11 મહિના પહેલા
કેદારનાથ બદ્રીનાથથી સીમલા સુધી પહાડો પર ભારે બરફ વર્ષા : 4 ઇંચ સુધી બરફની ચાદર ફેલાઈ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કોલમ્બિયામાં ફેમસ સિંગરનું ૨૧ ફૂટનું સ્ટેચ્યૂ મૂકાયું, જુઓ કોણ છે
Entertainment
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર