નવો માઈલસ્ટોન સર્જાશે: રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દેશનાં 11 એરપોર્ટ માટેની સુવિધાઓનું કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીના હસ્તે થશે ઉદ્ઘાટન
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવાર, 29 માર્ચે વિકાસનો મહત્વપૂર્ણ માઈલસ્ટોન સર્જાશે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુના હસ્તે રાજકોટ ઉડાન યાત્રી કાફેનું લોકાર્પણ થશે અને સાથે દેશના 11 એરપોર્ટ પર ઉડાન કાફે, 8 એરપોર્ટ પર ડીજી યાત્રા તથા 111 એરપોર્ટ પર વિવિધ સુવિધાઓનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ, મંત્રી નાયડુ સૌપ્રથમ ભાવનગર એરપોર્ટ પર નવી મુંબઈ માટેની નવી ફ્લાઈટને લીલી ઝંડી આપશે. ત્યારબાદ તેઓ રાજકોટ આવી અહીંથી દેશભરના વિવિધ એરપોર્ટ પર સુવિધાઓનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે.
29 માર્ચે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કેન્દ્રીય ઉડ્ડયનમંત્રી રામ મોહન નાયડુ આવી રહ્યા છે. જેમની સાથે રાજ્યકક્ષાના ઉડ્ડયન મંત્રી મુરલીધર મોહોલ ઉપસ્થિત રહેશે.આ સમયે એક સાથે સુવિધાઓનું લોન્ચિંગ કરશે.જેને લીધે પેસેન્જરોને નવી સગવડતાઓ મળી રહેશે.
આ પણ વાંચો:RTE હેઠળ 4 એપ્રિલથી પ્રવેશ પ્રકિયા શરૂ થશે: આ તારીખ સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે, જાણો કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રેલવે સ્ટેશન અને બસ પોર્ટ કરતાં પણ ઓછા ભાવે ચા, કોફી,સમોસા તો મળશે તેની સાથે અન્ય સગવડો મળશે.મળતી વિગતો મુજબ રાજકોટ પૂર્વે ભાવનગર એરપોર્ટ ખાતે 29 મી માર્ચે ભાવનગર થી નવી મુંબઈ માટેની નવી ફ્લાઈટની સિવિલ એવિએશન મિનિસ્ટર નાયડુની હાજરીમાં ઉડાન ભરાવશે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી નિમુ બાંભણિયાની આગેવાનીમાં ભાવનગર એરપોર્ટ ઓથીરિટી દ્વારા આમંત્રણ અપાયું હતું.
ભાવનગર એરપોર્ટ ખાતે નવી મુંબઈ માટેની ફ્લાઈટ ની ટેક ઓફ કરાવ્યા બાદ એવિએશન મિનિસ્ટર રાજકોટ ખાતે આવશે અને અહીં બપોરે રાજકોટ સહિત દેશના 111 એરપોર્ટ પર ડીજી યાત્રા,ફ્લાઈબરી, અવસર સ્ટોલ,કિડ્સ ઝોન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના ઉદ્ઘાટન કરશે.
11 એરપોર્ટ પર ઉડાન યાત્રી કાફેનું ઉદ્ઘાટન
રાજકોટ, ઇન્દોર, અમૃતસર, વારાણસી, ગ્વાલિયર, અગરતલા, ચંદીગઢ, જયપુર અને લખનઉ
8 એરપોર્ટ પર ડીજી યાત્રા ખુલ્લી મુકાશે
પેસેન્જરોનો સમય બચી શકે અને સુવિધા મળે એ માટે ડીજીયાત્રા શરૂ કરાઇ છે.જેમાં 29 માર્ચે રાજકોટથી ચંદીગઢ, શ્રીનગર, દેહરાદુન, જમ્મુ,ઈમફાલ, અગરતલા, ભોપાલ, અમૃતસર ડીજી યાત્રા ખુલ્લી મુકાશે
50 એરપોર્ટ પર વાઈફાઈ સર્વિસ, 13 એરપોર્ટ પર ફલાયબ્રેરી ખુલ્લી મુકાશે
લાઇબ્રેરીની જેમ એરપોર્ટ પર ફ્લાયબ્રેરીની સુવિધા હોય છે જે રાજકોટ એરપોર્ટ પર તાજેતરમાં જ શરૂ કરવામાં આવી છે જ્યાં ટર્મિનલમાં પેસેન્જરને ફ્રી બુક અને ઈ બુક વાંચવાની સુવિધા મળે છે. મુસાફરી દરમિયાન રીડિંગ એક્સપિરિયન્સ વધારવાનો એરપોર્ટ દ્વારા પ્રયાસ કરવામાં આવે છે એરપોર્ટના ટર્મિનલમાં નાનો લાયબ્રેરી કોર્નર ઊભું કરાય છે. અહીં બાળકો માટે પણ સ્ટોરી બુક ની સુવિધા ઉપલબ્ધ છે રવિવારે રાજકોટ ખાતેથી ચંદીગઢ, આદમપુર,બરેલી,ખજુરાહો,ઇન્દોર, પ્રયાગરાજ, શ્રીનગર,જમ્મુ,ઈમફાલ, જામનગર, અગરતલા,હિંડોન એરપોર્ટ પર આ આ સુવિધાનું મંત્રીના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ થશે.
10 એરપોર્ટ પર કિડસઝોન અને 8 એરપોર્ટ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું લોન્ચિંગ
ચંદીગઢ, આદમપુર,જમ્મુ, દેહરાદુન, અમૃતસર ગ્વાલિયર અને અગરતાલા સહિત 10 જેટલા એરપોર્ટ પર બાળકો માટેનો કીડસ ઝોન અને આઠ એરપોર્ટ જેમાં ઈન્દોર, ભોપાલ, શ્રીનગર ભુવનેશ્વર, ઈમફાલ, જોધપુરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું કામનું લોકાપર્ણ થશે.
