ડિરેક્ટરે મને ખોટી રીતે સ્પર્શ કર્યો…વાયરલ ગર્લ મોનાલિસાએ સનોજ મિશ્રા પર લગાવ્યા ગંભીર આક્ષેપ, કહ્યું-ફિલ્મ માટે મારી સાથે રેપ કરાવશો?
મહાકુંભ દરમિયાન વાયરલ બનેલી મોનાલિસા ભોસલે ફરી એકવાર ચર્ચામાં છે. તેમણે તાજેતરમાં કેરળમાં પોતાના મુસ્લિમ બોયફ્રેન્ડ ફરમાન ખાન સાથે હિદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા, જેના કારણે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા અને વિવાદ સર્જાયો હતો.
આ દરમિયાન મોનાલિસાએ ફિલ્મમાં ડેબ્યુ કરાવનારા ડિરેક્ટર સનોજ મિશ્રા પર ગંભીર આરોપો લગાવ્યા છે. કોચીમાં પતિ સાથે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે સનોજ મિશ્રાએ તેમને અનેક વખત ખોટી રીતે સ્પર્શ કર્યો હતો.
મોનાલિસાએ રડતાં જણાવ્યું કે જ્યારે તેમણે આ વાત પરિવારને કહી, ત્યારે પરિવારએ તેમનો સાથ આપ્યો નહોતો. તેમણે ન્યાયની માંગ કરી અને કહ્યું કે તેમની સાથે અન્યાય થયો છે.
ફિલ્મના નામે યુવતીઓ સાથે છેડછાડ
મોનાલિસાએ વધુમાં આરોપ લગાવ્યો કે સનોજ મિશ્રા ફિલ્મમાં કામ આપવાના બહાને યુવતીઓ સાથે છેડછાડ કરે છે. તેઓ કહે છે કે “ફિલ્મ અપાવીશ” કહીને ભ્રમમાં મૂકે છે અને ખોટા વચનો આપે છે. પોલીસ ફરિયાદ અંગે પૂછતા મોનાલિસાએ જણાવ્યું કે તેઓ ફરિયાદ કરવા તૈયાર હતા, પરંતુ પરિવારે રોકી દીધા હતા.
જાનથી મારવાની ધમકીઓ
મોનાલિસાએ કહ્યું કે તેમને અને તેમના પતિને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તેમણે સરકાર પાસે સુરક્ષા અને ન્યાયની માંગ કરી છે. તેમણે સનોજ મિશ્રા પર વ્યક્તિગત જીવનમાં દખલ કરવાનો પણ આરોપ લગાવ્યો અને કહ્યું કે તેઓ સમાજમાં તણાવ ફેલાવવા માંગે છે.
અમે આત્મહત્યા કરી લેશું: મોનાલિસા
મોનાલિસા અને ફરમાન ખાન પર `લવ જેહાદ’ જેવા આરોપો પણ લગાવવામાં આવ્યા બાદ હવે મોનાલિસા અને ફરમાન બંને ભારે દબાણ અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મોનાલિસાએ કહ્યું કે જો સરકાર તેમની મદદ નહીં કરે તો તેઓ જીવ લઈ લેવાની વાત કરે છે. આ વાત કરતા તેઓ ભાવુક બનીને રડી પડ્યાં હતા.
પ્રેસ કોન્ફરન્સમાં મોનાલિસાએ કહ્યું, “અમારા પાસે હવે માત્ર એક જ રસ્તો બચ્યો છે. જો દિલ્હી, મધ્ય પ્રદેશ અને કેરળની સરકાર અમારી મદદ નહીં કરે, તો અમે બંને જીવ લઈ લઈશું. ખુલ્લેઆમ અમારા પોસ્ટરો સળગાવવામાં આવી રહ્યા છે અને અમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે.”
હું આતંકવાદી નથી: ફરમાન ખાન
“હું કોઈ આતંકવાદી નથી, હું એક નાનો કલાકાર છું. મારા પર ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. મારું ગામ મને સારી રીતે ઓળખે છે. હું બાળપણથી આર્ય સમાજમાં જોડાયેલો રહ્યો છું અને પૂજા પણ કરતો હતો.” તેમણે વધુમાં કહ્યું કે લોકો તેમને માત્ર તેમના મુસ્લિમ પરિવારમાં જન્મને કારણે ગેરસમજી રહ્યા છે અને ધમકીઓ આપી રહ્યા છે. તેમણે ચિતા વ્યક્ત કરી કે જો તેમને કામ કરવાની તક નહીં મળે, તો જીવન જીવવું મુશ્કેલ બની જશે.
મોનાલિસાના આરોપો પાયાવિહોણા: સનોજ મિશ્રા
સનોજ મિશ્રાએ મોનાલિસાના આરોપોનો જવાબ આપતાં કહ્યું કે તેમના વિરુદ્ધ એક સાજિશ રચાઈ રહી છે. તેમણે દાવો કર્યો કે તેઓ “લવ જેહાદ” સામે અભિયાન ચલાવતા હતા, જેના કારણે કેટલાક લોકો તેમને નિશાન બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે મોનાલિસા પહેલા તેમના વિશે સારા શબ્દો બોલતી હતી, પરંતુ અચાનક આક્ષેપો કેમ આવ્યા તે પ્રશ્ન ઉઠાવ્યો. સનોજ મિશ્રાએ જણાવ્યું કે તેઓ મોનાલિસાને ભણાવતા હતા અને તેમનો સંબંધ માત્ર શિક્ષક અને વિદ્યાર્થી જેટલો જ હતો. તેમણે આક્ષેપોને ખોટા ગણાવ્યા.
