Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ જિલ્લા પેટ્રોલ-ડીઝલ ડીલર એસો. પ્રમુખે જ અફવા ફેલાવી કે જથ્થો ખૂટી ગયો! રાજ્યમાં પ્રથમ ગુનો નોંધાયો

Wed, March 25 2026

મીડલિસ્ટ વોરને લઈને ગેસ ઇંધણ ખૂટી જશે તેવી ફેલાયેલી ખોટી અફવા અને ભ્રમના કારણે છેલ્લા 2 દિવસથી પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો લાગી રહી હતી. આ પરિસ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર અને ઓઈલ કંપનીઓએ સ્પષ્ટતા કરી હતી કે પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને લોકોને ખોટી અફવાઓમાં ન આવવા અપીલ કરી હતી. સાથે જ આવી અફવાઓ ફેલાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી.

આ ઘટનાક્રમમાં આજે રાજ્યમાં પ્રથમ ગુનો રાજકોટમાં નોંધાયો છે. રાજકોટ જિલ્લા પેટ્રોલ-ડીઝલ ડીલર એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમા અને તપાસમાં સામે આવતા અન્ય લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.

રાજકોટના રેસકોર્સ રિંગરોડ પર આવેલી Indian Oil Corporation Limited માં ફરજ બજાવતા અને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં પેટ્રોલ-ડીઝલ સપ્લાય અને ડિસ્ટ્રિબ્યુશન સંભાળતા અધિકારી અમિત શિવપ્રસાદ જયસ્વાલ દ્વારા પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ પણ વાંચો: 9 એપ્રિલે યુદ્ધનો આવશે અંત? ઇઝરાયેલી મીડિયામાં પાક.ની મધ્યસ્થીના અહેવાલ, વ્હાઇટ હાઉસે ‘પુષ્ટિ’ આપવાનું ટાળ્યું

ફરિયાદ મુજબ, તા. 23 ના રોજ સવારે ગોપાલ ચુડાસમા સાથે અંદાજે 40 થી 50 પેટ્રોલ-ડીઝલ ડીલરો અને પ્રતિનિધિઓ કોઈ પૂર્વ મંજૂરી વગર ઓફિસે પહોંચ્યા હતા અને જથ્થા અંગે પૂછપરછ કરી હતી. અધિકારી દ્વારા તેમને સ્પષ્ટ જણાવાયું હતું કે પેટ્રોલ-ડીઝલનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠો યથાવત રહેશે. રજૂઆત કરનારાઓએ લેખિતમાં પણ રજૂઆત કરી હતી અને ખોટી અફવાઓથી દૂર રહેવા સૂચના આપવામાં આવી હતી.

ફરિયાદમાં આરોપ છે કે ઓફિસમાંથી નીકળ્યા બાદ ગોપાલ ચુડાસમાએ સોશિયલ મીડિયા પર ખોટું નિવેદન આપ્યું કે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખૂટી ગયો છે. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલોમાં ખોટા સમાચાર ફેલાતા પેટ્રોલ પંપો પર લોકોની ભારે ભીડ અને લાઈનો લાગી ગઈ હતી, જેના કારણે અરાજકતા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને લોકોને અનાવશ્યક તકલીફ પડી હતી.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે સરકાર તરફથી પૂરતો પુરવઠો હોવા છતાં આવી અફવાઓ વિતરણ વ્યવસ્થામાં અડચણ ઉભી કરી શકે છે, લોકોમાં પેનિક ફેલાવી શકે છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગાડી શકે છે. આ બાબતની જાણ હોવા છતાં ખોટું નિવેદન આપવાના આરોપસર ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં પીએસઆઈ જે.એન. ગમારા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Share Article

Other Articles

Previous

વ્યાજખોરીની ફરિયાદ-વાહવાહીનો ‘વરસાદ’: રાજકોટ પોલીસ દ્વારા આયોજિત જનસંપર્ક સભામાં રિક્ષાચાલક, સરપંચ, ધંધાર્થી સહિતનાએ ઠાલવી વ્યથા

Next

9 એપ્રિલે યુદ્ધનો આવશે અંત? ઇઝરાયેલી મીડિયામાં પાક.ની મધ્યસ્થીના અહેવાલ, વ્હાઇટ હાઉસે ‘પુષ્ટિ’ આપવાનું ટાળ્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
દુષ્કર્મ કેસમાં ફસાયેલો યશ દયાલ IPL નહીં રમે છતાં કમાશે 5 કરોડ: આખી સીઝનમાંથી યશ થયો બહાર,જાણો શું છે મામલો
21 મિનિટutes પહેલા
IPLમાં મેચના દિવસે પ્રેક્ટિસ નહીં,એવોર્ડ લેવા સ્લિવલેસ જર્સી-ચપ્પલ નહીં પહેરી શકાય: IPL-2026 માટે BCCIએ બનાવ્યા કડક નિયમ
42 મિનિટutes પહેલા
આરોગ્ય કેન્દ્ર બંધ હોય તો હવે મરણનોંધ માટે પૂર્વ કોર્પોરેટરનો દાખલો પણ ચાલશે: રાજકોટ મનપાએ કરી નવી વ્યવસ્થા
1 કલાક પહેલા
હવે વિદ્યાર્થીઓને સુખડી નહિ પીરસાય! મધ્યાહન ભોજન યોજનામાં મહત્વપૂર્ણ સુધારો: મગ ચાટ, શાકભાજી,પોહા, મિશ્ર કઠોળ અપાશે
2 કલાક પહેલા
Categories

નેશનલ

3017 Posts

Related Posts

રાજકોટ : હોમગાર્ડના ગળે છરી મૂકી ભાઈસા’બ બાપા કરાવનાર બે લુખ્ખા પકડાયા
ક્રાઇમ
1 વર્ષ પહેલા
રાજકોટના પાંચ યુવાનો હજુ પણ કેદારનાથમાં ફસાયેલા 
રાજકોટ
2 વર્ષ પહેલા
હત્યાના એક આરોપીના ફોનમાંથી બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાનની તસવીર મળી : ચકચારી હત્યા કેસમાં કુલ નવની ધરપકડ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
દેશમાં ત્રણ નવા રેલવે પ્રોજેક્ટને મંજૂરી, દેશમાં 12 શહેરોમાં ઔદ્યોગિક ક્ષેત્રો બનશે, કેન્દ્રીય કેબિનેટના મહત્વના નિર્ણય
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર