Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

13 વર્ષનો સંઘર્ષ અને અંતે ‘ઈચ્છામૃત્યુ’ : કોમામાં રહેલા હરીશ રાણાએ દુનિયાને કહ્યું-અલવિદા, AIIMSમાં લીધા અંતિમ શ્વાસ

Tue, March 24 2026

છેલ્લા 13 વર્ષથી પથારીવશ અને અસહ્ય પીડા ભોગવી રહેલા ગાઝિયાબાદના હરીશ રાણાનું દિલ્હીની AIIMS હોસ્પિટલ ખાતે અવસાન થયું છે. ભારતની સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) દ્વારા ‘નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ’ (Passive Euthanasia)ની ઐતિહાસિક પરવાનગી મળ્યા બાદ હરીશે અંતિમ શ્વાસ લીધા હતા. એક તેજસ્વી એન્જિનિયરિંગ વિદ્યાર્થીથી લઈને 13 વર્ષ સુધી કોમામાં રહેવા સુધીની હરીશની સફર હૃદયદ્રાવક રહી છે. ગત સોમવારે મેડિકલ કમિટીની બેઠક મળી હતી. જેમાં “નિષ્ક્રિય ઈચ્છામૃત્યુની પ્રક્રિયા પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

શું હતો સમગ્ર મામલો ??

હરીશ રાણાના જીવનની કરુણતા વર્ષ 2013માં શરૂ થઈ હતી. જુલાઈ 2010માં તેમણે ચંદીગઢ યુનિવર્સિટીમાં સિવિલ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવ્યો હતો. 2013માં જ્યારે તેઓ અભ્યાસના અંતિમ વર્ષમાં હતા. ત્યારે રક્ષાબંધનના પવિત્ર દિવસે એક દુર્ઘટના ઘટી. પોતાની બહેન સાથે ફોન પર વાત કરતી વખતે હરીશ પીજી (PG)ના ચોથા માળેથી નીચે પટકાતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. તબીબોએ નિદાન કર્યું કે હરીશને ‘ક્વાડ્રિપ્લેજિયા’ થયો છે. જેના કારણે તેમના હાથ-પગ અને શરીરના અંગો સંપૂર્ણપણે લકવાગ્રસ્ત થઈ ગયા હતા. ત્યારથી તેઓ કોમા જેવી સ્થિતિમાં પથારીવશ હતા.

કાયદાકીય લડત અને સુપ્રીમ કોર્ટનો ચુકાદો

હરીશની સતત બગડતી હાલત અને અસહ્ય પીડા જોઈને તેમના માતા-પિતાએ તેમને ‘ઈચ્છામૃત્યુ’ આપવા માટે ન્યાયતંત્રના દ્વાર ખખડાવ્યા હતા. સૌ પ્રથમ દિલ્હી હાઈકોર્ટે 8 જુલાઈ, 2025ના રોજ આ અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ પરિવારે હિંમત હાર્યા વગર સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી લગભગ આઠ મહિનાની કાનૂની પ્રક્રિયા બાદ, 11 માર્ચ, 2026ના રોજ સુપ્રીમ કોર્ટે હરીશને ‘નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ’ માટે મંજૂરી આપી હતી.

આ પણ વાંચો: યુદ્ધની અસર લાંબા સમય સુધી રહેશે…રાજ્યસભામાં PM મોદીએ કહ્યું-દેશ તૈયાર રહે, રાજ્ય સરકારોને વડાપ્રધાને આપ્યા બે ટાસ્ક

હોસ્પિટલમાં ‘ચમત્કાર’ની આશા અને હનુમાન ચાલીસાના પાઠ

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ AIIMS ના તબીબોની વિશેષ મેડિકલ કમિટીએ ઈચ્છામૃત્યુની પ્રક્રિયા શરૂ કરી હતી. છેલ્લા એક અઠવાડિયાથી હરીશને ખોરાક કે પાણી આપવામાં આવતું નહોતું અને તેઓ સઘન દેખરેખ હેઠળ હતા. આ મુશ્કેલ સમયમાં હરીશની માતા હોસ્પિટલના કોરિડોરમાં બેસીને સતત ‘હનુમાન ચાલીસા’ ના પાઠ કરી રહી હતી. પુત્રના અંતિમ સમય વિશે વાત કરતા તેમણે કહ્યું હતું, “મારો દીકરો શ્વાસ લઈ રહ્યો છે. તેનું હૃદય હજુ પણ ધબકી રહ્યું છે.” માતાએ એમ પણ કહ્યું, “તે મને પાછળ છોડી રહ્યો છે.”

નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ શું છે ??

નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ એટલે કે જ્યારે કોઈ દર્દી સાજા થવાની કોઈ જ શક્યતા ન હોય, ત્યારે તેને જીવંત રાખવા માટે આપવામાં આવતી લાઈફ સપોર્ટ સિસ્ટમ (જેમ કે વેન્ટિલેટર અથવા આર્ટિફિશિયલ ફીડિંગ)ને તબીબી દેખરેખ હેઠળ બંધ કરી દેવામાં આવે છે, જેથી દર્દી કુદરતી રીતે મૃત્યુ પામે. હરીશ રાણાનો આ કિસ્સો દેશમાં ઈચ્છામૃત્યુ અને ગંભીર બીમારીઓ સામે લડતા પરિવારોના માનસિક અને આર્થિક સંઘર્ષની ચર્ચા ફરી જગાડી ગયો છે. 13 વર્ષની લાંબી લડાઈ બાદ હરીશ હવે શાંતિની નિદ્રામાં પોઢી ગયા છે.

Tags:

AIIMScomaHarish Ranastrugglevoluntary death

Share Article

Other Articles

Previous

અમેરિકી મથકોને તાળા મારો, હોર્મુઝમાંથી પસાર થવા માટે ફી લેવાશે, યુદ્ધ વિરામ માટે ઈરાને પણ રાખી આકરી શરતો

Next

યુદ્ધની અસર લાંબા સમય સુધી રહેશે…રાજ્યસભામાં PM મોદીએ કહ્યું-દેશ તૈયાર રહે, રાજ્ય સરકારોને વડાપ્રધાને આપ્યા બે ટાસ્ક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
12 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
પત્નીએ આત્મહત્યા કરતા અંતિમક્રિયા પતાવી પતિએ પણ ઝેર પી જીવન ટૂંકાવ્યું
1 સપ્તાહ પહેલા
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
3 સપ્તાહs પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
3 સપ્તાહs પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
3 સપ્તાહs પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

રૂ.197 કરોડનાં બેંક ફ્રોડ મામલે રાજકોટમાં EDના ધામા
રાજકોટ
2 વર્ષ પહેલા
હીટ ફિલ્મ ધૂમના ડાયરેક્ટર સંજય ગઢવીનું હાર્ટ એટેકથી નિધન
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ગોંડલ : હનીટ્રેપ કેસમાં પદ્મિનીબા વાળાની ધરપકડ બાદ જામીન પર છુટકારો, મુખ્ય આરોપી તેજલ હજુ પોલીસ પકડથી દુર !
ગુજરાત
1 વર્ષ પહેલા
ડિસેમ્બર સુધીમાં રાજકોટ-જેતપુર હાઈવેનું જેટલું કામ પુર્ણ થશે એટલો રોડ શરૂ કરાશે : કલેકટર ઓમપ્રકાશ
ગુજરાત
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર