Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

નિર્લિપ્ત રાય અને રાજકોટ શહેરને કશું લાગતું-વળગતું નથી! કમિશનરે તંદુરસ્ત પોલીસ મથક દત્તક લીધું, પોલીસ ફરી ‘મેળો’ ભરશે, વાંચો કાનાફૂસી

Mon, March 23 2026

ઈમાનદાર પોલીસ અધિકારી તરીકે માનપૂર્વક જેમનું નામ લેવામાં આવે છે તેવા નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જના ડીઆઈજી તરીકે મુકવામાં આવ્યા બાદ ગુનાખોરી-ગુનેગારોથી કંટાળેલા લોકોની અપેક્ષા પણ એટલી વધી ગઈ હતી કે પૂછો જ નહીં…નિર્લિપ્ત રાય જાણે કે જાદૂગર હોય અને તેમના હાથમાં જાદૂઈ લાકડી હોય તે પ્રકારે નિર્લિપ્ત રાયે આમ કરવું જોઈએ, નિર્લિપ્ત રાયે તેમ કરવું જોઈએ, નિર્લિપ્ત રાયના આવ્યા બાદ પણ આ સ્થિતિ છે તેવી વણમાંગી સલાહ તેમજ ટીકાઓ સોશિયલ મીડિયા પર થવા લાગી છે. આશ્ચર્ય તેમજ મોઢામાં આંગળા નાખી જવાય તેવી વાત એ છે કે રાજકોટ શહેરમાં હત્યા, મારામારી, લૂંટ, ચોરી જેવા બનાવ બને એટલે જેમને પોલીસ વિભાગના નીતિ-નિયમોની બિલકુલ જાણકારી નથી તેવા લોકો નિર્લિપ્ત રાય ઉપર માછલા ધોવાનું શરૂ કરી દે છે પરંતુ વાસ્તવિક્તા એ છે કે નિર્લિપ્ત રાય અને રાજકોટ શહેરને કશું જ લાગતું-વળગતું નથી. તેઓ રાજકોટ રેન્જમાં સમાવિષ્ટ 5 જિલ્લા રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકાના રેન્જ ડીઆઈજી હોવાથી તેમણે એ જિલ્લાનો `ભાર’ સંભાળવાનો હોય છે નહીં કે રાજકોટ શહેરનો…અહીંની કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ કાર્યરત છે એટલા માટે રાજકોટ શહેરમાં ગુનાખોરી વકરે એટલે નિર્લિપ્ત રાયને જવાબદાર ઠેરવવા બિલકુલ વ્યાજબી નથી.

કમિશનરે તંદુરસ્ત પોલીસ મથક દત્તક લીધું!

ગુજરાત પોલીસ સુધારણા વિભાગ દ્વારા થોડા સમય પહેલાં જ પોલીસ વિભાગમાં 10 વર્ષથી આઈપીએસ તરીકે કાર્યરત હોય તેવા અધિકારીઓને તેમના શહેર-જિલ્લાનું એક-એક પોલીસ મથક દત્તક લઈ તેમાં વિવિધ 70 પ્રકારની સુવિધા ઉભી કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. વળી, જે અધિકારી પોલીસ મથક દત્તક લે એટલે તેમણે જ્યાં સુધી તેઓ કાર્યરત રહે પછી જે તે શહેર-જિલ્લામાં ફરજ બજાવતા હોય તો પણ પોલીસ મથકનીમાવજત’ કરવાની જવાબદારી નીભાવવી પડશે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સિલસિલામાં રાજકોટના પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા શહેરનું તંદુરસ્ત’ ગણાતું તાલુકા પોલીસ મથક દત્તક લેવામાં આવ્યું છે. હવે અહીં અરજદારો માટે પાણી, બેસવા માટેની સગવડ, ચોખ્ખાચણાંક શૌચાલય સહિતની વ્યવસ્થા કરવાની હોવાથી તેની કાર્યવાહી પણ શરૂ થઈ ચૂકી છે. ત્યારે અમુક લોકોના મુખેથી એવીકાનાફૂસી’ પણ સાંભળવા મળી હતી કે સાહેબે, તાલુકા પોલીસ મથકની જગ્યાએ થોરાળા અથવા તો એરપોર્ટ જેવું એકાદ પોલીસ મથક દત્તક લેવાની જરૂર હતી કેમ કે અહીંના મથકની હાલત સુધારવાની તાતી જરૂરિયાત જણાઈ રહી છે. જો કે તાલુકા પોલીસ મથક વિસ્તારમાં રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ સહિતના દિગ્ગજો રહેતા હોવાથી આ પોલીસ મથકને `પોશ’ વિસ્તારનું પોલીસ મથક પણ ગણવામાં આવે છે.

વર્ષો વીતી ગયા…બે PSI વચ્ચેની કોલ્ડવોર' હજુ પૂરી નથી થઈ: બન્ને અત્યારે બ્રાન્ચમાં જ છે

સામાન્ય રીતે બોલિવૂડ ઉપરાંત અન્ય ક્ષેત્રમાંકોલ્ડવોર’ મતલબ કે બે લોકો વચ્ચે ઠંડું યુદ્ધ થવું સ્વાભાવિક છે. આ પ્રકારના સમાચારો એક નહીં બલ્કે અનેક વખત સામે પણ આવ્યા છે કેમ કે કોલ્ડવોર થવા પાછળ સૌથી વધુ અહમ્નો ટકરાવ કારણભૂત છે જેના લીધે સંબંધ બગડ્યા અથવા તો પૂરા થયાનું પણ બની ચૂક્યું છે. આ બધાની વચ્ચે ડિસિપ્લીન ફોર્સ ગણાતા પોલીસ વિભાગમાં પણ બે પોલીસ સબ ઈન્સ્પેક્ટર (પીએસઆઈ) વચ્ચે વર્ષો વીતી ગયા છતાં હજુ સુધી કોલ્ડવોર' અટકવાનું નામ લઈ રહી ન હોવાનીકાનાફૂસી’ પોલીસ જવાનોમાં જ સાંભળવા મળી હતી. આ બન્ને અગાઉ એક જિલ્લામાં કાર્યરત હતા. આ પછી છૂટા પડ્યા અને ત્યાંથી ફરી રાજકોટમાં ભેગા થયા બાદ હાલ બન્ને મહત્ત્વની ગણાતી અલગ-અલગ બે બ્રાન્ચમાં ફરજ બજાવી રહ્યા છે. જો કે એક પીએસઆઈ અગાઉ થયેલી હેરાનગતિ પાછળ બીજા પીએસઆઈને જ જવાબદાર ગણતાં હોવાથી ક્યારેક ક્યારેક પોતાનો ઉભરો ઠાલવતાં અચકાઈ રહ્યા નથી. જો સમયસર આ કોલ્ડવોર શાંત નહીં થાય તો આગામી સમયમાં તે `હોટવોર’માં પણ તબદીલ થઈ શકે તેવી સંભાવના આ બન્ને પીએસઆઈને નજીકથી જાણતા લોકો વ્યક્ત કરી રહ્યા છે !

આ પણ વાંચો: અંગપ્રદર્શન કરવું કડવા પાટીદાર સમાજને શોભતું નથી! લગ્નખર્ચ, પ્રિ-વેડિંગ-પરિવારીક મૂલ્યો બાબતે સાંસદ રૂપાલાએ ચિંતા વ્યક્ત કરી

પોલીસ ફરી `મેળો’ ભરશે, લોકોને સાંભળશે પણ ફાયદો મળે એ પણ જોજો…!

આવતીકાલે મંગળવારે રૈયા રોડ પર પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે બપોરે 4:30 વાગ્યાથી ગેરકાયદેસર નાણાં ધીરનાર મતલબ કે વ્યાજનો ગેરકાયદેસર ધંધો કરતાં લોકો વિરુદ્ધ જનસંપર્ક સભા મતલબ કે લોકદરબાર ભરવામાં આવશે. પાછલા લોકદરબાર દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસ અધિકારીઓને પોતાની રજૂઆત કરી હતી. અનેક કિસ્સામાં પોલીસે ફરિયાદ નોંધી ગુના પણ દાખલ કર્યા હતા. હવે આવો જ લોકદરબાર ફરી ભરાવાનો છે ત્યારે સ્વાભાવિક રીતે મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાના છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી પરંતુ હવે લોકો એમ પણ કહેતા થઈ ગયા છે કે પોલીસની આ કામગીરી ખરેખર બિરદાવવાને લાયક છે પરંતુ આ પ્રકારના લોકદરબાર કે જનસંપર્ક સભાનો ખરેખર ફાયદો મળે એ પણ જોવું જરૂરી બની જાય છે કેમ કે વ્યાજખોરો સામે ગુના દાખલ થયા બાદ તેઓ સરળતાથી જામીન પર છૂટીને પાછા આ જ ધંધામાં સક્રિય થઈ જતાં હોવાથી લોક દરબાર જેવા કાર્યક્રમ ફારસ બની રહે છે. વળી, દર મહિને જે કાર્યક્રમ યોજવો જોઈએ તે યોજવા પાછળ લાંબો સમય પસાર કરવામાં આવે છે જે પણ વ્યાજબી નથી. રાજકોટમાં છેલ્લે લોકદરબાર મહિનાઓ પહેલાં યોજાયો હતો તે પણ નોંધનીય છે. આ પ્રકારના કાર્યક્રમ યોજવાની સાથે જ અરજદારો અને તેમાં પણ સાચા હોય તેવા લોકોની વ્યાજખોરી વિરુદ્ધની ફરિયાદ તાત્કાલિક નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવે તો પણ પોલીસની ઝુંબેશ સાર્થક બની શકે તેમ છે.

ચૂંટાનારા નવા કોર્પોરેટરોને તૈયાર ભાણું' જ મળશે!

મહાપાલિકાની ચૂંટણી જાહેર થવા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સંભવત: મે મહિનાના પ્રથમ સપ્તાહમાં નવા 72 કોર્પોરેટર ચૂંટાઈને આવી જવાના છે. જો કે આ તમામને વિકાસકાર્યોનુંતૈયાર ભાણું’ જ મળશે તે પણ નિશ્ચિત બની ગયું છે. એકંદરે રાજકોટમાં લગભગ દરેક મહત્ત્વના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત ચૂંટણી પહેલાં કરી નાખવાનું નક્કી કરી લેવામાં આવ્યું હોય નવા કોર્પોરેટરોએ માત્ર લોકાર્પણ જ કરવાનું રહેશે મતલબ કે તેમના ભાગે રિબિન કાપવાની સોનેરી તક આવશે. પાછલી ટર્મ ધારીએ એટલી સફળ રહી નથી આમ છતાં અબજો રૂપિયાના વિકાસકાર્યો થયા છે પરંતુ નવા કોર્પોરેટરો અને તેમાં પણ ખાસ કરીને મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓ માટે એક બાદ એક `વિકાસ’ લોકોના લાભાર્થે ખુલ્લો મુકવાનું જ આવશે તે પાક્કું છે.

Share Article

Other Articles

Previous

અફવાઓથી દૂર રહો: રાજકોટ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ, 36 પેટ્રોલ પંપો પર ઈંધણનો પુરવઠો યથાવત

Next

અંગપ્રદર્શન કરવું કડવા પાટીદાર સમાજને શોભતું નથી! લગ્નખર્ચ, પ્રિ-વેડિંગ-પરિવારીક મૂલ્યો બાબતે સાંસદ રૂપાલાએ ચિંતા વ્યક્ત કરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર: વધુ 2 ભારતીય જહાજોએ હોર્મુઝ માર્ગ સફળતાપૂર્વક પાર કર્યો, ઇરાને ઓળખ કરીને પરમીશન આપી
1 મિનિટute પહેલા
બ્લેકમેઈલિંગ કેસમાં પકડાયેલા રાજકોટના ડૉક્ટર પાસેથી વીડિયો કબજે કરવા તજવીજ: ખંડણી માંગનારા 8 પત્રકાર સહિતના 11 ફરાર
1 કલાક પહેલા
સેન્સેક્સ 1836 પોઈન્ટ અને નિફ્ટી 601 પોઈન્ટ તૂટીને બંધ : રોકાણકારોનાં 11 લાખ કરોડ ધોવાયા
2 કલાક પહેલા
હું પત્રકાર છું… કહી ગોંડલમાં મજૂર પાસેથી 10 હજારનો તોડ કર્યો: પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું
2 કલાક પહેલા
Categories

નેશનલ

3006 Posts

Related Posts

હીરાસર એરપોર્ટ નજીક વીજળી પડતાં ટેક્નિકલ સિસ્ટમ ઠપ્પ: હૈદરાબાદ અને બેંગ્લોરની બંને ફ્લાઈટએ હવામાં ચક્કર લગાવ્યા
Breaking
1 વર્ષ પહેલા
યલ્લો જર્નાલિઝમ : ‘ટાર્ગેટ’ને બ્લેકમેઈલ કે બદનામ કરી વાહવાહી અને પૈસા મેળવવાનો સ્ત્રોત
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
હૈદરાબાદમાં ચાર મિનાર નજીક ગંભીર દુર્ઘટના : ત્રણ માળના મકાનમાં ભીષણ આગ લાગતાં 17 લોકોના કરુણ મોત
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
દારુબંધીને લીધે લગ્નગાળામાં પાડોશી રાજ્યોને ફાયદો: ગુજરાતને 1500 કરોડનું નુકસાન, 500થી વધુ મોટા લગ્નો રાજસ્થાનમાં શિફ્ટ 
ગુજરાત
4 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર